________________
* *
* *
*
* *
* *
* *
* * * * * * * * કર્તાકાર જ જ * * * * * * * * * * *
*
*
* *
પૂર્વપક્ષ:- આ દોષ ટાળવા એક જ ઉપાય છે. અને તે એ કે, તદન્યભેદકગત વિચિત્રતા નિયતિના કારણે ન સ્વીકારવી પણ કોઈક અન્યથી જ સ્વીકારવી.
ઉત્તરપક્ષ:- આમ તો અન્યકો'કને પણ હેતતરીકે સ્વીકારવો પડે. પણ તે યોગ્ય નથી. કેમકે તમારા સિદ્ધાન્ત મુજબ તો નિયતિને છોડી બીજું કોઈ હેતતરીકે માન્ય નથી. તેથી નિયતિવાદ કસ વિનાનો છે.
હવે યદેચ્છાવાદને ખંડિત કરે છે.
યદેચ્છાવાદી:- ઘડાવગેરે નિર્જીવ છે, તેથી તેઓને કંઈ કૂતકર્મ કે તેનો વિપાક સંભવતો નથી. (આ વાત ઉભયપક્ષ માન્ય છે.) આમ સ્વકૃત શુભ-અશુભકર્મના વિપાક વિના પણ ઘડાવગેરેને ધી, તેલ, દારૂ વગેરેનો વિચિત્ર ઉપભોગ દેખાય છે. (અહીં ઘીથી ભરેલા ઘડાને ધીનો, તેલથી ભરેલા ઘડાને તેલનો ઈત્યાદિરૂપે ઉપભોગ સમજવાનો) ધી તેલવગેરેનો ઉપભોગ શુભ ગણાય છે. દારૂવગેરેનો ઉપભોગ અશુભ ગણાય છે. છતાં તેમાં કોઈ શુભાશુભકર્મનો વિપાક ભાગ ભજવતો નથી. માત્ર દેચ્છાથી જ આમ થાય છે. આ જ પ્રમાણે જીવોને પણ થતો સુખ-દુ:ખનો ઉપભોગ શુભાશુભકર્મના વિપાકથી નહિ પણ યદચ્છાથી જ છે, તેમ સ્વીકારવું જોઈએ.
ઉત્તરપક્ષ:- આ વચન પણ મિથ્યાત્વમોહનીયના પ્રભાવ હેઠળ છે, કારણ કે ઘડાવગેરેમાં પણ જે તેલવગેરેનો ઉપભોગ દેખાય છે, તે તે-તે ઘડાવગેરેના મુખ્ય ઉપભોક્તા દેવદત્તવગેરેના તેવા કેવા કર્મના વિપાકથી જ સંભવે છે. દેખાય છે કે (૧) માટી વગેરે ઉપાદાન એકસરખા હોવા છતાં (૨) કુંભારવગેરે કર્તાઓ તુલ્ય હોવા છતાં (૩) એક જ સ્થાને રહ્યા હોવા છતાં (૪) તેલઆદિઆધેય (= રહેનારાપદાર્થો) સમાન હોવા છતાં અને (૫) વિનાશકારણો સમાનરૂપે હાજર થવા છતાં, ઘણા ઘડાઓમાંથી બધા ઘડા નથી માંગતા પણ કેટલાક ઘડા જ ભાંગે છે. આમ થવામાં તે-તે ઘડાના માલિકનો શુભા-શુભ કર્મવિપાક જ મુખ્ય ભાગ ભજવે છે. જો દેવદત્તવગેરે ઉપભોક્તાના કર્મવિપાકના સામર્થ્યના કારણે ઘડા વગેરેમાં તેલ વગેરેનો ઉપભોગ ઈષ્ટ ન હોય, તો નાશના કારણની હાજરીમાં ઉપરોક્ત બધા જ ઘડા સમાનતયા નાશ પામવા જોઇએ, નહીં કે કેટલાક જ. કારણ કે નાશમાં પ્રતિબંધક અન્ય કોઈ કારણ હાજર નથી. તેથી ઘડાવગેરેનો પણ તેલવગેરેનો ઉપભોગ મુખ્ય ઉપભોક્તાભૂત દેવદત્તવગેરેના કર્મના ઉદયના સામર્થ્યથી જ સંભવે છે. મગ = કઠોળવિશેષ) ના કર્મનિમિત્તક પાકને ઉદ્દેશી આ વાત કરી જ છે. કહ્યું જ છે કે જે મગપાક(મગનું સીઝ૬) વાસણ આદિના ભાંગી જવાથી કયારેક સંભવતો નથી, તે મગપાક જે દેખાય છે તે પણ તેના ઉપભોક્તાના કર્મની વિકલતામાં સંભવે નહિ”
હવે કાળવાદને દૂષિત કરે છે. કાળવાદીઓ સર્વત્ર કાળ સમયને કારણતરીકે સ્થાપે છે.
અહીં જો “કાળ તરીકે લોકમાં પ્રસિદ્ધ સમય–આવલિકાવગેરરૂપ કાળ ઈષ્ટ હોય, તો કાળવાદ ભાંગવા આ તર્ક છે કાળ સુખદુ:ખવગેરેના અનુભવનું કારણ નથી, કારણ કે સમાનકાલીન જીવોમાં પણ સુખદુ:ખવગેરેના અનુભવરૂપે વિચિત્રતા દેખાય છે. (કાળ જ કારણ હોય તો આ વિચિત્રતા સંભવે નહીં, કેમકે સમકાલીનતારૂપે કારણ એક જ છે. કારણભેદ નથી.) હવે જે “કાળ તરીકે કોઈ અન્ય પદાર્થ જ ઈષ્ટ હોય, તો સ્વભાવવાદની જેમ કાળવાદમાં દોષો દેખાડવા. (જેમકે કે આ કાળ ભાવાત્મક છે કે અભાવાત્મક ભાવાત્મક હોય તો મૂર્ણ છે કે અમૂર્ત? ઈત્યાદિ.).
આ જ પ્રમાણે દેવવગેરેવાદોમાં યથાયોગ્ય દૂષણો બતાવવા. તેથી નિશ્ચય થાય છે કે સખવગેરેના અનુભવમાં સ્વકૃતકર્મ જ હેત છેતેથી જીવ કર્મના કર્તા તરીકે સિદ્ધ થાય છે. પપ૬૬ સુખેચ્છક જીવ દુ:ખફળક કામો કેમ કરે છે? अत्र पर आहઅહીં પૂર્વપક્ષકાર કહે છે.
जीवो सुहाभिलासी दुक्खफलं कह करेति सो कम्मं? ।
मिच्छत्तादभिभूओ अपत्थकिरियं व सरुउ त्ति ॥५६७॥ (जीवः सुखाभिलाषी दुःखफलं कथं करोति स कर्म? | मिथ्यात्वाद्यभिभूतोऽपथ्यक्रियामिव सरुज इति ॥
नन्वयं जीवः सुखाभिलाषी न कदाचनाप्यात्मनो दुःखमाशास्ते, ततो यदि स्वकर्मणामेष कर्ता ततः कथं कर्म , दुःखफलं करोतीति ? उच्यते-'मिच्छत्तादभिभूओ' "निमित्तकारणहेतुषु सर्वासां विभक्तीनां प्रायो दर्शनमिति" वचनात् अत्र हेतौ प्रथमा, ततोऽयमर्थः- यस्मादयं जीवो मिथ्यात्वाद्यभिभूतस्तस्मात् कथंचिज्जानन्नपि दुःखफलं कर्म करोति । अत्र
* * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 11 * * * * * * * * * * * * * * *