________________
આ કર્તાદાર જેમ કે પટરૂપમાટે તંતુરૂપ. તંતુઓમાં રહેલા લાલઆદિરંગ(રૂપ) પટના લાલદિરંગના કારણ છે. તંતુરૂપ(-લાલઆદિરંગ) તંતુઓમાં સમવેત(=સમવાયસંબંધથી રહ્યા) છે. તંતુઓમા પટ સમવાયસંબંધથી રહ્યો છે. તેથી તંતુરૂપ પટમા સમવેતસમવાયસંબંધથી છે. પટરૂપ (પટના લાલઆદિરંગ) માટે પટ સમવાયિકારણ છે. (૩) નિમિત્તકારણ (૧) કાર્યસ્થળે કાર્યોત્પત્તિની પૂર્વક્ષણે રહેલા (૨) અન્યથાસિદ્ધ ન હોય અને (૩) ઉપરોક્ત બે કારણમાં સમાવેશ ન પામતા બાકીના બધા કારણો નિમિત્તકારણો છે. ઉપરોક્ત બેમાંથી એક પણ કારણના નાશમાં ઉત્પન્ન થયેલા કાર્યનો નાશ થાય, પણ આ નિમિત્તકારણના નાશમા કાર્યનાશનો નિયમ નથી. નિમિત્તકારણો બે પ્રકારે (૧)સાધારણ– બધા જ કાર્યોમાટે સમાનતયા લાગુ પડે, કારણ બને. જેમ કે દિશા-ઇશ્વરેચ્છા આદિ. (૨) અસાધારણ કારણ- તે તે કાર્યમાટે નિયત થયેલા કારણો, જેમકે ઘડામાટે ચક્ર, ચીવરઆદિ. પ્રાગભાવ-કાર્યના સમવાયિકારણમા કાર્યોત્પત્તિપૂર્વ કાર્યનો સમવાયસંબંધથી રહેવાનો અભાવ પ્રાગભાવ, કાર્યોત્પત્તિ થવાથી આ અભાવ નાશ પામે એટલે પછી કાર્યના બીજા તમામકારણો ઉપસ્થિત હોય, તો પણ ફરીથી કાર્ય ન થાય. આમ આ અભાવ અનાદિ હોવા છતાં વિનાશ્ય છે. દરેક કાર્યમાટે આવશ્યક હોવાથી પ્રાગભાવ સાધારણ નિમિત્તકારણ ગણાય. જે સમાયિકારણમાં જેનો પ્રાગભાવ મળે, તે સમવાયિકારણમા તે જ કાર્ય સમવાયસંબંધથી થાય. જેમકે મુપિંડમા લટપ્રાગભાવ છે માટે મુપિંડમાંથી ઘટ બને, રેતીમા તે ન હોવાથી ઘડો ન બને. મૃત્પિડમા ગધેડાના શિંગડાનો પ્રાગભાવ નથી તો તેમાંથી ગધેડાના શિંગડા બને નહીં. જૈનમાન્ય સ્વરૂપયોગ્યતાને કંચિત્ મળતી આવતી આ પ્રાગભાવની કલ્પના છે.) ૫૫૬ા
અભાવમાં ચિત્ર સ્વભાવની અસિદ્ધિ
अभावपक्ष एव द्वितीयपक्षमधिकृत्याह
અભાવપક્ષમાં જ ચિત્રસ્વભાવરૂપ બીજાપક્ષને ઉદ્દેશી કહે છે.
++++++++
अह चित्तो चेव ततो नाभावो चित्तया जतो लोए ।
भावस्स हंदि दिट्ठा घडपडकडसगडभेदेण ॥ ५६२॥
(अथ चित्र एव ततो नाभावश्चित्रता यतो लोके । भावस्य हन्त ! दृष्टा घटपटकटशकटभेदेन II)
अथोच्येत सकः - अभावस्वरूपः स्वभावश्चित्र एव चित्रस्वभाव एव तेन प्रतिनियतस्वभावतया कुतश्चित्किंचिद्भवतीति न भेकजटाभारा देरप्युत्पत्तिप्रसङ्गः । नन्वेवं तर्हि सोऽभावो नाभावः स्यात्, यतो- यस्मात् 'हंदीति' परामन्त्रणे लोके चित्रता भावस्य घटपटशकटादिभेदेन दृष्टा, नाभावस्य तस्य तुच्छरूपतया सर्वत्राप्यविशेषात् । ततो यदि तस्यापि चित्रतेष्यते तर्हि नामान्तरेण भाव एव चित्रोऽभ्युपगतः स्यात्, न हि तत्तदर्थक्रियासामर्थ्यलक्षणस्वभावभेदातिरेकेण चित्रतोपपद्यते, तथाभूतभेदैकस्वभावाभ्युपगमे च भावरूपतैवोपपद्यत इति ॥ ५६२ ॥
ગાથાર્થ:- હવે જો એમ કહેશો કે “એ અભાવરૂપ સ્વભાવ ચિત્ર (-ચિત્રસ્વભાવ- અનેકસ્વભાવવાળો) છે. આમ પ્રતિનિયત સ્વભાવના કારણે કોઇકમાંથી કો'ક નિયત જ ઉત્પન્ન થાય, તેથી દેડકાના રોમવગેરેની ઉત્પત્તિનો પ્રસંગ નહિ આવે." તો તે વાત બરાબર નથી; કારણ કે તો અભાવ અભાવરૂપ રહે જ નહિ. (દિ'. પદ આમન્ત્રણસૂચક છે.) કારણ કે જગતમાં ભાવપદાર્થની જ ધઘટ, પટ (=કપડું) શકટ (ગાડુ) વગેરે ભેદથી ચિત્રતાઅનેકરૂપતા દેખાય છે, અભાવની નહિ. કારણ કે અભાવ તુચ્છરૂપ હોઇ સર્વત્ર સર્વદા એકરૂપ જ હોય (કચાંય/કચારેય અભાવમાં આ ગધેડાના શિંગડાનો અભાવ, આ ખપુષ્પનો અભાવ ઇત્યાદિભેદ પડતો નથી.)તેથી જો અભાવમાં પણ ચિત્રતા સ્વીકારશો તો વાસ્તવમા અભાવના નામથી– નામાન્તરથી ભાવને જ સ્વીકારો છો. તે તે અર્થક્રિયાના સામર્થ્યરૂપ સ્વભાવભેદ વિના વસ્તુમાં ચિત્રતા સંગત થતી નથી. (ધડાની અર્થક્રિયા કપડાની અર્થક્રિયાથી ભિન્ન છે. તેથી ધટ કપડાથી ભિન્ન છે.)અને જો તેવા પ્રકારના ભેદએકસ્વભાવનો સ્વીકાર કરો અર્થાત્ જો અભાવમા પણ ઘટાભાવથી ખરશૃંગાભાવમાં ભેદ છે. ઇત્યાદિરૂપ ભેદાત્મક સ્વભાવ માનો, તો એ ભેદ અર્થક્રિયાકારિતાના ભેદ વિના સંભવતો ન હોવાથી દરેક અભાવમાં જૂદી જૂદી અર્થક્રિયા માનવી પડે. અને અર્થક્રિયાકારિતા અભાવનું નહીં પણ ભાવનું લક્ષણ છે. તેથી અભાવની ભાવરૂપ થવાની આપત્તિ છે. ૫૫૬૨ા
यद्येवं ततः किमित्याह
આમ ભાવરૂપતા થવાથી શું થાય, તે બતાવે છે.—
भावस्य हेतुत्ते नामविवज्जासमेत्तमेवेदं ।
हंदि सहावो हेतू जम्हा कम्मं पि भावो तु ॥ ५६३॥
(भावस्य च हेतुत्वे नामविपर्यासमात्रमेवेदम् । हंदि स्वभावो हेतु र्यस्मात्कर्मापि भावस्तु II)
भावस्य च चित्रतान्यथाऽनुपपत्त्या अभ्युपगतभावरूपस्य च स्वभावस्य हेतुत्वेऽभ्युपगम्यमाने नामविपर्यासमात्रमेवेदम्।
* * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 8 * *