________________
܀ ܀
܀ ܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀ ܀ ܀ ܀ ܐܟܐܐܪ ܀ ܀ ܀ ܀
܀ ܀ ܀ ܀
܀ ܀ ܀
܀ ܀ ܀
܀ ܀
܀ ܀ ܀
અમૂર્ત છે એવા અનુમાનમાં સુખદુ:ખના અકારણમાં ઉતતરીકે સ્થાપેલા અમૂર્તત્વમાં) વ્યભિચાર બતાવવો યોગ્ય નથી. વળી અમે જયાં અમૂર્તનો સુખદુ:ખના કારણતરીકે નિષેધ કરીએ છીએ, ત્યાં તેનો અપરિણામિકારણરૂપે જ (=ઉપાદાનભિન્ન કારણરૂપે. અથવા પરદર્શનકારે માનેલા અપરિણામીકા૨ણ એકસ્વભાવકારણરૂપે) નિષેધ કરીએ છીએ. નહિ કે પરિણામિકારણરૂપે પણ. સિદ્ધજીવ નિરૂપમસુખપ્રત્યે પરિણામિકારણ છે. (કારણ કે સ્વયં નિરુપમ સુખમય પરિણામ પામે છે.) તેથી તેને સિદ્ધજીવને) આગળ કરી વ્યભિચાર દર્શાવવો યોગ્ય નથી. જો તમે તમારા કલ્પિતસ્વભાવને પણ મુક્તઆત્મા જેવો સ્વીકારશો, તો તમારો આ સ્વભાવ જીવરૂપ બનશે અને હંમેશા સુખી રહેશે. આ પ્રસંગદોષ ઊભો છે. ૫૫૪ तथा चाहઆચાર્યવર આ જ વાત જણાવે છે
तस्सवि य तहाभावे जीवत्तं चेव पावती वत्तं ।
ता कह णु सो सहावो? सदासुहित्तप्पसंगो य ॥५५५॥ (तस्यापि च तथाभावे जीवत्वमेव प्राप्नोति व्यक्तम् । ततः कथं नु स स्वभावः? सदा सुखित्वप्रसङ्गश्च ॥) तस्यापि च-स्वभावस्य तथाभावे-मुक्तात्मवत् निरुपमसुखं प्रति परिणामिकारणतया भावेऽभ्युपगम्यमाने व्यक्तं जीवत्वमेव प्राप्नोति, सदा सुखित्वं च । ततः कथं नु स स्वभावो भवेत् ? केवलं नामान्तरेण मुक्त एव कश्चिदभ्युपगतः स्यात्, तत्र चाविप्रतिपत्तिरिति । तदयमत्र प्रमाणार्थः-यदमूर्तं न तत् अपरिणामि कारणं सत् सुखदुःखनिबन्धनं यथाऽऽकाशम्, अमूर्तश्चासौ स्वभावः । नन्वाकाशस्याप्यपेक्षाकारणत्वेन सुखदुःखनिबन्धनत्वात् कथमयं दृष्टान्तः साध्यविकलो न भवतीति चेत, न, अपेक्षाकारणस्य निर्व्यापारतया तत्त्वतोऽकारणत्वादन्यथा निर्व्यापारत्वाविशेषतः सकलस्यापि जगतस्तत्कारणतापत्तेरिति ॥५५५॥
ગાથાર્થ:- જો સ્વભાવને પણ મકનજીવની જેમ નિરૂપમ સખ પ્રતિ પરિણામિકારણ માનશો, તો સ્પષ્ટપણે સ્વભાવ જીવરૂપ અને સદા સુખમય પ્રાપ્ત થશે. અને તો પછી તે સ્વભાવરૂપ શી રીતે રહેશે? કારણ કે આમ તો નામાન્તરથી (=સ્વભાવના નામે) કોઈક સિદ્ધ જીવ જ સ્વીકૃત થશે. અને સિદ્ધજીવના આવા સ્વરૂપને અમારે કોઇ વિવાદ જ નથી. તેથી અહિં પ્રમાણભૂત અર્થ આ છે “જે અમૂર્ત હોય, તે અપરિણામિકારણરૂપે સુખદુ:ખનું કારણ ન બને, જેમ કે આકાશ. આ કલ્પિતસ્વભાવ પણ અમૂર્ત છે. તેથી તે સુખદુ:ખનું અપરિણામિકારણ નથી.”
પૂર્વપક્ષ:- આકાશ પણ અપેક્ષાકારણરૂપે સુખદુ:ખનું કારણ છે. તેથી આકાશનું દૃષ્ટાન્ત સાધ્ય (અકારણતારૂપ સાધ્ય) થી રહિત છે.
ઉત્તરપક્ષ:- અપેક્ષાકારણ ચેષ્ટારહિત હોવાથી વાસ્તવમાં અકારણ જ છે. ચેષ્ટારહિતને પણ કારણ માનવામાં ચેષ્ટારહિતની સમાનતાથી આખા જગતને અપેક્ષાકારણરૂપે સુખદુ:ખના કારણ માનવાની આપત્તિ આવશે. પપપપા અભાવરૂપ સ્વભાવમાં દોષો अभावपक्षमधिकृत्याहઆમ ભાવપક્ષે દૂષણો બતાવ્યા. હવે અભાવપક્ષને આગળ કરી કહે છે
अह तु अभावो सो वि हु एगसहावो व होज्ज चित्तो वा? ।
तुच्छेगसहावत्ते कहं तओ कज्जसिद्धि त्ति? ॥५५६॥ (अथ तु अभावः सोऽपि खु एकस्वभावो वा भवेच्चित्रो वा? । तुच्छैकस्वभावत्वे कथं ततः कार्यसिद्धिरिति )
अथ स स्वभावोऽभाव इति पक्षः, ननु सोऽप्यभावः किमेकस्वभावो वा स्यात्किंवा चित्रो? योकस्वभावस्ततस्तस्य तुच्छैकस्वभावत्वे सति कथं ततः कार्यसिद्धिः- कार्यनिष्पत्तिर्भवति? नैव भवतीति भावः ॥५५६॥
ગાથાર્થ:- ભાવપક્ષે દૂષણોથી ડરી તમે જો સ્વભાવને અભાવરૂપ સ્વીકારશો, તો તે અભાવ પણ શું એક સ્વભાવવાળો છે કે ચિત્ર અનેકસ્વભાવવાળો છે? જો એકસ્વભાવવાળો હોય, તો તે (=અભાવ) એકમાત્ર તુચ્છસ્વભાવ (=અસત્વસ્વભાવ) વાળો જ હોઈ શકે. (કેમકે અન્યસ્વભાવ માનવામાં તે અભાવરૂપ ન રહે.) અને તો તેનાથી (અભાવથી) કાર્યસિદ્ધિ કેવી રીતે થશે? અર્થાત કાર્યસિદ્ધિ નહીં જ થાય. આ૫૫દા
* * * * *
* * * * * * * * ધર્મસંગહણિ -ભાગ ૨ - 5
*
*
*
* *
*
*
*
*