________________
* * સર્વજ્ઞ સિદ્ધિ જૈ જૈ
(तदभावे न च बन्धस्तत्प्रायोग्यस्य भवति कर्मणः । तदभावात्तदभावः सर्वाद्धं एव विज्ञेयः II )
तदभावे - संक्लेशाभावे न च नैव बन्धस्तत्प्रायोग्यस्य- संक्लेशप्रायोग्यस्य भवति कर्मणो- मोहनीयादेस्तस्य तन्निमित्तत्वात्तदभावे ग्रावादौ तस्याभावदर्शनात्, ततस्तदभावात्- कर्माभावात्तदभावो - रागादिदोषाभावः सर्वाद्धमेव विज्ञेयः, तत्सहकारिभूतकर्मसंबन्धाभावस्योक्तयुक्तितः सर्वाद्धं भावात् ॥११८० ॥
ગાથાર્થ:- સક્લેશના અભાવમા સંક્લેશપ્રાયોગ્ય મોહનીયાદિકર્મનો બંધ સંભવતો નથી. કેમકે એ કર્મબંધમા અશુભાધ્યવસાયરૂપ તે સંક્લેશ કારણભૂત છે. અને પથ્થરાદિમા એવા સંક્લેશાદિના અભાવમાં કર્મબંધનો અભાવ દેખાય છે. તેથી કર્મના અભાવમાં રાગાદિદોષોનો અભાવ સર્વકાળમાટે સમજવો. કેમકે રાગાદિોષોમાટે સહકારીકારણભૂત કર્મોનો અર્થાત્ રાગદિવેદનીય કર્મના સંબન્ધનો ઉપરોક્તયુક્તિમુજબ હંમેશા અભાવ છે. (અહીં આ ચક્ર છે → રાગાદિોષોથી સંકલેશ, સકલેશથી રાગાદિવેદનીય કર્યો. એ કર્મોરૂપ સહકારી કારણથી રાગાદિોષો... આમ ચક્ર ચાલે છે. જ્ઞાનાદિરૂપ પ્રતિપક્ષભાવનાથી રાગાદિોષો નાશ થવાથી આ ચક્ર તૂટે છે. કેમકે રાગાદિોષો જવાથી સંકલેશ રહેતો નથી, સંકલેશ ટળવાથી કર્મબંધ અટકે છે. અને કર્મરૂપ સહકારી ન રહેવાથી દોષો ઊભા થતા નથી) ૫૧૧૮ના
આત્મા નથી’ ભાવનાનું ખંડન
तदेवं यथारूपा रागादिप्रतिपक्षभावना यथा च तद्वशाद्रागादिदोषप्रहाणं यथा च तेषामपुनर्भावस्तथा प्रतिपादितमिदानीं पुनर्ये भावनामन्यथा वर्णयन्ति तन्मतमपाकर्तुमुपन्यस्यन्नाह
-
આમ રાગાદિની પ્રતિપક્ષભાવનાઓનુ યથાસ્વરૂપ બતાવ્યુ, તથા તેનાથી જે રીતે રાગાદિદોષો નાશ પામે છે, અને તેઓનો અપુનર્ભાવ જે રીતે થાય છે, તે બધાનુ પ્રતિપાદન કર્યું. હવે જેઓ આ ભાવનાને અન્યથારૂપે વર્ણવે છે તેઓના મતને દૂષિત
કરવા તે મતની સ્થાપના કરે છે.
अन्ने उ नत्थि आया इति भावणमो सुदिट्ठ परमत्था । दोसपहाणनिमित्तं वयंति निस्संकियं चेव ॥११८१ ॥
(अन्ये तु नास्ति आत्मेति भावनां सुदृष्टपरमार्थाः । दोषप्रहाणनिमित्तं वदन्ति निःशंकितमेव ॥)
अन्ये-सौगताः सुदृष्टपरमार्था वक्ष्यमाणयुक्त्या तदभ्युपगमस्यात्यन्तासारताप्रतिपादनात् उपहासपद (रं) मेतदवसेयं, नास्त्येवात्मेति भावनां दोषप्रहाणनिमित्तं निःशङ्कितमेव वदन्ति । तद्यथा - यथा ( दा ) हि मोहादात्माऽस्तीत्यभिमानो भवति तदा तत्राहमिति स्नेहो जायते, तस्माच्च स्नेहाद् यानि तत्सुखसाधनानि तानि ममेत्यादत्ते, तदुपरोधिनि च प्रतिहतिप्रणिधानं करोति, आत्माऽऽत्मीयस्नेहश्च रागस्तदुपरोधिनि प्रतिहतिप्रणिधानं च द्वेषस्तस्माद्यावदात्माभिनिवेशस्तावन्न रागादिदोषप्रहाणमिति । उक्तं च- “ यः पश्यत्यात्मानं तत्रास्याहमिति शाश्वतः स्नेहः । स्नेहात्सुखेषु तृष्यति तृष्णा दोषांस्तिरस्कुस्ते ॥१ ॥ गुणदर्शी परितुष्यन्ममेति तत्साधनान्युपादत्ते । तेनात्माभिनिवेशो यावत्तावत्स संसारे ॥२॥ इति । आत्माभिनिवेशाभावे तु 'नाहं न चेदमात्मीयं नवा कश्चिद् मम प्रतिरोद्धेति' भावयतो भवत्येव रागादिदोषप्रहाणमिति ॥ ११८१ ॥
ગાથાર્થ:- પરમાર્થને સારી રીતે જોનારા' (અહીં તેઓનો – બૌદ્ધોનો મત અત્યન્તઅસાર બતાવ્યો હોઇ, આ વિશેષણ વાસ્તવમાં તેમના ઉપહાસમાટે છે.) બૌદ્ધો આત્મા જ નથી” એવી ભાવના દોષનાશમા કારણ છે, એમ નિ:શંકપણે કહે છે. તે આ પ્રમાણે → જયારે મોહના કારણે આત્મા છે. એવું અભિમાન(=મિથ્યાભાન) થાય છે, ત્યારે આત્માઅંગે ‘હું” એવો સ્નેહરાગ પેદા થાય છે. આ સ્નેહના કારણે તે આત્માના જે સુખના સાધનો હોય, તે બધાપર મમ=મારું- મમત્વ’ થાય છે. અને તે બધાનો સ્વીકાર કરે છે. તથા જે એને (-આત્માને) પ્રતિકૂળ હોય તે બધા અંગે પ્રતિહત(-વિનાશનુ પ્રણિધાન કરે છે. અહીં આત્મા અને આત્મીયવસ્તુપર સ્નેહરાગ છે. તેના ઉપરોધક–પ્રતિકૂળ થનાર૫ર પ્રતિતપ્રણિધાન દ્વેષ છે. તેથી જયાસુધી આત્માઅંગે અભિનિવેશ–પકડ છે ત્યાં સુધી રાગાદિદોષોની હાનિ થવી સંભવતી નથી. કહ્યું જ છે કે → જે આત્માને જૂએ છે તેને તેના(=આત્મા)પર ‘હું' એવો શાશ્વતસ્નેહ થાય છે. આ સ્નેહથી સુખોઅંગે તૃષ્ણા (=ઇચ્છા) થાય છે. આ તૃષ્ણા દોષોનો તિરસ્કાર કરે છે (અર્થાત્ તૃષ્ણાના કારણે એ સુખ અને સુખના સાધનોથી સંભવિત દોષોપ્રત્યે ઉપેક્ષા થાય છે.) (૧) તથા તેમા (=સુખોમા) ગુણને જોનારો તે પરિતોષ પામે છે, 'આ જ મારા છે' એમ માની એ સુખના સાધનોનું ઉપાદાન કરે છે. તેથી (=આમ હોવાથી) જયાસુધી આત્માભિનિવેશ છે, ત્યાંસુધી તે સંસારમા ભમે છે. (૨)આ આત્માભિનિવેશ ન હોય, તો હું નથી, આ મારું નથી, અને મારો કોઇ પ્રતિરોધક નથી' એવી ભાવના કરવાથી રાગાદિદોષની હાનિ થાય જ છે. ૫૧૧૮૧ા
* * * ધર્મસગ્રહણિ-ભાગ ૨ - 260 * * * * *
++++