________________
तदेतन्मतमपाकुर्वन्नाह
આ મતને દૂષિત કરતા કહે છે. →
સર્વજ્ઞ સિદ્ધિ
सति असति वावि तम्मि एसा सइ कह णु सम्मवत्ति ? । मिच्छारूवा य कहं ? पहाणहेऊ विरोहातो ॥११८२ ॥
(सत्यसति वाऽपि तस्मिन् एषा सति कथं नु सम्यगुरूपा इति । मिथ्यारूपाश्च कथं प्रहाणहेतुः ? विरोधात् ॥)
वेष भावना किं सति तस्मिन् - आत्मनि क्रियेत असति वेति विकल्पद्वयम् । तत्र यदि सतीति पक्षः कथं नु सा भावना सम्यग्रूपा भवेत् ? किंतु मिथ्यारूपैव स्यात्, सति आत्मनि असन्नयमात्मेति प्रवृत्तेः, मिथ्यारूपा चैषा भावना कथं दोषप्रहाणहेतुः? विरोधात् । तथाहि - मिथ्याभावनानिवन्धना एव दोषास्तत्कथं तत एव क्षीयेरन्निति ॥ ११८२ ॥
ગાથાર્થ:- ઉત્તરપક્ષ:- આ ભાવના આત્માના અસ્તિત્વમા છે કે આભાવમા છે? જો આત્માની હાજરીમા– અસ્તિત્વમા' એવો પક્ષ હોય તો આ ભાવના કેવી રીતે સમ્યરૂપતા પામે? અર્થાત મિથ્યારૂપ જ બને. કેમકે આત્મા હોવા છતાં આ ભાવના આત્મા નથી' એરૂપે પ્રવૃત્ત થાય છે. આમ મિથ્યારૂપ બનેલી આ ભાવના કેવી રીતે દોષના નાશમા હેતુ બને? કેમકે, અહીં વિરોધ છે. જૂઓ મિથ્યાભાવનાના કારણે જ આ રાગાદિદોષો છે. તેથી એ મિથ્યાભાવનાથી જ કેવી રીતે તેમનો ક્ષય થાય? જેનાથી ઉત્પન્ન થયા તેનાથી જ નાશ પામે એ પરસ્પરવિરુદ્ધ છે. ૫૧૧૮૨ા
द्वितीयं पक्षमधिकृत्याह
હવે બીજા પક્ષને ઉદ્દેશી કહે છે. →
—
असइ य को भावेती ? खणिगो अह सव्वा निसिद्धो सो । नो भावी मे वाही नाउं च करेइ को किरियं ? ॥११८३ ॥
(असति च को भावयेत् ? क्षणिकोऽथ सर्वथा निषिद्धः सः । न भावी मे व्याधि र्ज्ञात्वा च करोति कः क्रियाम् ॥)
असति चात्मनि को नाम भावनां भावयेत् ? नैव कश्चिदितिभावः, तदतिरेकेणान्यस्य भावकत्वायोगात्, घटादौ तथा दर्शनाभावात् । अथोच्येत परपरिकल्पिताविचलितैकरूप आत्मा नास्तीत्युच्यते न पुनर्ज्ञानरूपः प्रतिक्षणनश्वरस्वभावः, ततः स भावनां भावयिष्यतीत्यदोष इति । तदयुक्तम्, यत आह- 'सव्वहा निसिद्धो सो' स - यस्मात्प्रतिक्षणविनश्वरस्वभाव आत्मा भवत्परिकल्पितः सर्वथा प्राक्परिणामित्वसिद्धौ निषिद्धो - निराकृतः, तस्मान्न स भावको युक्त इति । अपि च, 'नो इत्यादि' नो भावी न भविष्यति मे मम व्याधिरिति ज्ञात्वा 'चो' दूषणान्तरसमुच्चये, को नाम क्रियां - तदभवनप्रतिविधानलक्षणां करोति ? नैव कश्चिदन्यत्र मूढात् । एवमिहापि न मम रागादिनिमित्तः संसारो भावी अनन्तरमेव मम निरन्वयविनाशादिति ज्ञात्वा को नाम रागादिप्रहाणनिमित्तं भावनायां यतेतेति ? ॥११८३ ॥
ગાથાર્થ:- આત્માની ગેરહજરીમા કોણ ભાવનાનું ભાવન કરે? અર્થાત્ કોઇ જ નહીં. કેમકે આત્માને છોડી અન્ય કોઇ ભાવનાનુ ભાવક નથી, કેમકે ધડાઆદિ એ બીજાઓમા તેવી ભાવનાદિના દર્શન થતા નથી.
બૌદ્ધ:- અમે અહીં જે આત્માનો નિષેધ કરીએ છીએ તે બીજાએ કલ્પેલા ‘અવિચલિતએકસ્વરૂપવાળા આત્મા'નો છે. નહીં કે પ્રતિક્ષણ નાશ પામવાના સ્વભાવવાળા જ્ઞાનરૂપ આત્માનો. (-અર્થાત્ ક્ષણિક, જ્ઞાનરૂપ આત્મા તો અમને ઇષ્ટ જ છે.) આ આત્મા ભાવનાનું ભાવન કરશે તેથી દોષ નથી.
ઉત્તરપક્ષ:- તમે કલ્પેલા આ પ્રતિક્ષણ નાશપામવાના સ્વભાવવાળા આત્માનો સર્વથાનિષેધ તો અમે પૂર્વે જ પરિણામી નિત્ય આત્માની સ્થાપના કરતી વેળા જ કર્યો હતો. તેથી તેવો ક્ષણિકઆત્મા ભાવકતરીકે યોગ્ય નથી.
વળી, મને રોગ થવાનો નથી' એમ જાણ્યા પછી કોણ એ વ્યાધિ ન થાય' એવા પ્રતિકારરૂપે ચિકિત્સા કરે? મૂઢને છોડી બીજો કોઇ ન કરે. (મૂળમા ચ’પદ દૂષણાન્તરના સમુચ્ચયમાટે છે.) એજ પ્રમાણે મારો તો અનન્તરક્ષણે જ નિરન્વય– વિનાશ–સર્વથાનાશ થવાનો છે, તેથી મારે રાગાદિદોષોથી જન્ય સંસાર થવાનો જ નથી.' એવું જાણીને કોણ રાગાદિોષોના ક્ષયમાટે ભાવનાઅંગે પ્રયત્ન કરે? (જેને રાગાદિદોષથી સંસાર ભમવાનો ભય હોય, તે રાગાદિ તોડવા ભાવના ભાવે, પણ જેને પોતાના ક્ષણિકજીવન પછી સર્વથા નાશ જ દેખાય છે, સંસાર ભમવાનો સવાલ જ નથી, એ શું કામ રાગાદિનાશક ભાવનાદિના ભાવનની પંચાતમાં પડે?)૫૧૧૮૩ા
* * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ -261 * *