________________
****************** वीवार++++++++++++++++++
अविनाभावग्रहणाभावमेव भावयति - હવે એ વાદી અવિનાભાવના ગ્રહણનો અભાવ જ ભાવિત કરે છે!
जम्हा रागाभावो इच्छिज्जति आयधम्म एवेह । .. सो किं पच्चक्खेणं घेप्पइ सव्वेण वि ण तेण ॥११४४॥
(यस्माद् रागाभाव इष्यते आत्मधर्म एवेह । स किं प्रत्यक्षेण गृह्यते सर्वेणापि न तेन ॥ यस्मादिह रागाभाव उपलक्षणमयं ततोऽयमर्थः-रागद्वेषादिदोषसमूहाभाव इष्यते आत्मधर्म एव, भावान्तरभाव एव
पालोत्पाद एव घटविनाश इति। यद्येवं ततः किमित्याह- 'सो इत्यादि' सः-रागाभावः किं प्रत्यक्षेण गृह्यते अनुमानेन वा? न तावत्प्रत्यक्षेण, यत आह- 'सव्वेण वि न तेण त्ति' तेन प्रत्यक्षेण सर्वेणापि नेत्रोद्भवादिभेदभिन्नेन न गृह्यते, आत्मनोऽतीन्द्रियत्वेन तद्धर्मस्याप्यतीन्द्रियत्वात् । नाप्यनमानेनानवस्थाप्रसक्ते तथाहि-तदपि लिङ्गस्य साध्याविनाभावग्रहणे . सति प्रवर्तते, ततस्तत्रापि लिङ्गस्य साध्याविनाभावग्रहणमनुमानान्तरात्कर्त्तव्यं तत्राप्यनुमानान्तरादित्यनवस्था ॥११४४ ।।
ગાથાર્થ:- અહીં રાગાભાવ(ઉપલક્ષણથી રાગ, દ્વેષઆદિ દોષોના સમૂહનો અભાવ) જ આત્મધર્મ તરીકે ઇષ્ટ છે. કેમકે ભાવાન્તરનો ભાવ-ભાવાત્તરની ઉત્પત્તિ જ પૂર્વભાવના અભાવ છે. જેમકે કપાલનો ઉત્પાદ જ ઘટવિનાશરૂપ છે. આ વાતનું અહીં શું પ્રયોજન છે? તે બતાવે છે - આ રાગાભાવ પ્રત્યક્ષથી ગ્રાહ્ય છે કે અનુમાનથી? પ્રત્યક્ષથી તો શક્ય જ નથી, કેમકે ચાક્ષુષાદિ(આંખથી થતું પ્રત્યક્ષ ચાક્ષુષપ્રત્યક્ષ છે, આદિપદથી શ્રાવણપ્રત્યક્ષાદિ સમજવાના.) બધા પ્રકારના પ્રત્યક્ષોથી રાગાભાવ ગ્રાહ્ય નથી, કેમકે આત્મા અતીન્દ્રિય હોવાથી આત્માના ધર્મો પણ અતીન્દ્રિય છે. અનુમાનથી પણ રાગાભાવ ગ્રાહ્ય નથી, કેમકે ત્યાં અનવસ્થાનો પ્રસંગ છે. તે આ પ્રમાણે- અનુમાન પણ “લિંગ સાધ્યને અવિનાભાવી છે એવો નિશ્ચય થયા પછી જ પ્રવર્તે છે. તેથી અહીં *લિંગ સાધ્યને અવિનાભાવી છે તેવો નિર્ણય પણ બીજા અનુમાનથી કરવો પડશે. (કેમકે આ અતીન્દ્રિયવિષયમાં પ્રત્યક્ષે તો પોતાની અશક્તિ જાહેર કરી દીધી છે.) એ બીજા અનુમાનમાં પણ લિંગના સાધ્યાવિનાભાવનો નિર્ણય વળી બીજા અનુમાનથી કરવાનો રહેશે. આમ અનવસ્થાદોષ ઊભો થશે. ૧૧૪૪
अग्गहितम्मि य तम्मि अविणाभावग्गहो कहं होज्जा ?।
अब्भुवगमम्मि य तहा अइप्पसंगादसारमिणं ॥११४५॥ (अगृहीते च तस्मिन् अविनाभावग्रहः कथं भवेत् । अभ्युपगमे च तथाऽतिप्रसंगादसारमिदम् ॥) 'अगृहीते च तस्मिन्-आत्मधर्मरूपे रागाद्यभावे कथं तेन सह चेष्टाया अविनाभावग्रहो भवेत् ? नैव भवेदितिभावः। अगृहीतेऽपि च रागाद्यभावे तेन सहाविनाभावग्रहणस्याभ्युपगमेऽतिप्रसङ्गो-यस्य कस्यचित् येन तेन वा सहाविनाभावग्रहणप्रसक्तेः । तस्मात् यदुच्यते चेष्टाविशेषाद्वीतरागत्वनिश्चितिरिति तदसमीचीन मवसेयम् ॥११४५॥
ગાથાર્થ:-અને જયાં સુધી રાગાદિઅભાવ આત્મધર્મરૂપે નિશ્ચિત ન થાય ત્યાં સુધી તેની(=રાગાધેભાવની) સાથે ચેષ્ટાના અવિનાભાવનો નિર્ણય શી રીતે થશે? અર્થાત ન જ થાય. અને રાગાદિઅભાવનો નિર્ણય કર્યા વિના જ તેની (રાગાધભાવની સાથે અવિનાભાવનો નિર્ણય સ્વીકારી લેવામાં અતિપ્રસંગ છે. કેમકે જેનો તેનો જે-તેસાથે અવિનાભાવ નિશ્ચિત થવાનો પ્રસંગ છે. તેથી ચેષ્ટાવિશેષથી વીતરાગતાનો નિશ્ચય થાય' એવું કથન અયોગ્ય છે. ૧૧૪પા સર્વજ્ઞતા અસંભવિત-પૂર્વપક્ષ तदेवं वीतरागत्वं निराकृत्य संप्रति सर्वज्ञत्वं निराकर्वन्नाह - આમ વીતરાગતાનું નિરાકરણ કર્યું. હવે સર્વજ્ઞતાનું નિરાકરણ કરતાં કહે છે.
सव्वं च जाणइ कहं ? किं पच्चक्खेणुदाहु सव्वेहिं ? ।
पच्चक्खमादिएहिं माणेहि दुहावि णणु दोसो ॥११४६॥ (सर्वं च जानाति कथम् ? किं प्रत्यक्षेणोत सर्वैः ? । प्रत्यक्षादिभिर्मानैः, द्विधापि ननु दोषः ॥) सर्वं हि वस्तु जानातीति सर्वज्ञः, सर्वं च जानाति किं प्रत्यक्षेण ? उत सर्वैरेव प्रत्यक्षादिभिः प्रमाणैः? किंचात इत्याह-द्विधापि पक्षद्वयेऽपि नन् दोषः ॥११४६॥
ગાથાર્થ:- સર્વ વસ્તુને જાણે તે સર્વજ્ઞ. આ કલ્પિત સર્વજ્ઞ બધી વસ્તુને પ્રત્યક્ષથી જાણે છે કે પ્રત્યક્ષાદિ બધા પ્રમાણથી જાણે છે? આ બન્ને પક્ષે દોષ રહ્યા છે. ૧૧૪દા ++++++++++++++++ A-लाग२- 247+++++++++++++++