________________
* * *
*
* * * * * *
* * * *
ચારિત્રદ્ધાર
* *
*
*
*
*
*
*
*
*
* * * * * * *
___अगृहीते सति पात्रे निस्सङ्गतालक्षणो गुणो भवति, ततस्तदग्रहणमेव समीचीनमिति । अत्राह-गृहीतेऽपि पात्रे गुण एव-पादादिधावनजलादिसत्त्वव्यापत्त्यभावलक्षणः प्राग्दर्शित एव, ततः कथं तदग्रहणं समीचीनं भवेत् ? अपि च, गुरुशैक्षबालवृद्धानां वैयावृत्त्यापादनं पात्रग्रहणे गुणः । तस्मात्तत्-पात्राग्रहणं तस्य-वैयावृत्त्यस्याभावप्रसङ्गतो दुष्टं ज्ञातव्यम्। अथ पात्रं विनाप्येतत्-वैयावृत्त्यं कराभ्यां करिष्यते ततो न तदभावप्रसङ्ग इति, तदप्ययुक्तम्, तत्राप्यनेकदोषप्रसङ्गात्, तथाहिवैयवृत्त्यविषयेणापि गुदिना करगतानां गोरसादिगतप्राणिनां दर्शने सति यदि तत् गोरसादि पीयते तर्हि महती विराधना, भूमिपरित्यागे च तेषां व्यापत्तिरिति । अथ गृहस्थभाजन एव तत् गोरसादि निरीक्ष्याभ्यवहारः कारयिष्यते ततो न कश्चिद्दोष इति, तदपि न समीचीनम्, न हि कश्चिदेवं कुर्वन्नुपलभ्यते, न च सर्व एव गृहस्थो भण्डकादेः स्पर्शनं ददातीति, यत्किंचिदेतत्। अन्यच्च, ग्लानस्य कथं कर्त्तव्यं ? यदि तत्रैव गृहस्थगृहे ग्लानो नीयते ततस्तस्य मरणादिदोषप्रसङ्गः। अथ श्रावकः स्वभाजन एवानयति तर्हि गृहस्थस्य गमनागमने ऐर्यापथिकविराधनाप्रसङ्गः । न च कदाचनापि गृही भिक्षामटित्वा आनयति किंतु स्वगृह एव पाकं कृत्वोपसर्पति ततश्चानेषणा समारम्भात् षड्जीवनिकायविराधनाप्रसक्तिरित्यलं दुर्मतिविस्पन्दितेष्विति ॥१०९८ ।
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- પાત્ર ગ્રહણ નહીં કરવામાં નિ:સંગતા ગુણ થાય છે. તેથી પાત્રનું અગ્રહણ જ યોગ્ય છે.
ઉત્તરપક્ષ:- પાત્ર ગ્રહણ કરવામાં પણ ગુણ છે જ. પગઆદિ ધોયેલા પાણીઆદિ જીવોની હિંસાના અભાવઆરૂિ૫ ગુણ પૂર્વે દર્શાવ્યા જ છે. તેથી પાત્રનું અગ્રહણ કેવી રીતે યોગ્ય ઠરે? (તથા પાત્ર રાખવા છતાં શરીરની જેમ તેનાપર મમતા ન રાખવાથી અસંગતા ગુણ સિદ્ધ થાય જ છે. તથા યથાશક્ય જીવયતનાયુક્તને જ સાચી અસંગતા સંભવે છે, જીવો પ્રત્યે નિણને સાચી અસંગતા સંભ નહીં–તેથી જ જિનશાસનમાં અહિંસા અને જયણાની મુખ્ય બોલબાલા છે. આ અહિંસા-જયણાના પાલનમાં પાત્રનો ઉપયોગ મહત્વનો ભાગ ભજવે છે.) વળી, પાત્ર રાખ્યું છે, તો તેમાં ગોચરી લાવી ગુરુ, ગ્લાન, નૂતન સાધુ, બાલસાધુ, વૃદ્ધસાધુ, વગેરેની વૈયાવચ્ચભક્તિનો મહત્વનો લાભ મળે છે. (-આ લાભ પણ અસંગતા અને સમત્વની પ્રાપ્તિમાં મહત્વનો ભાગ ભજવે છે, તેથી પાત્રા નીં રાખવામાં વૈયાવચ્ચઆદિના અભાવનો પ્રસંગ આવે છે - જે દુષ્ટ છે.
પૂર્વપક્ષ:- આ વૈયાવચ્ચ તો પાત્ર વિના પણ બે હાથથી થઈ શકે છે. તેથી વૈયાવચ્ચના અભાવનો પ્રસંગ નથી.
ઉત્તરપક્ષ:- આમ કરવામાં ઘણા દોષો રહેલા છે. તથાતિ- જેમની વૈયાવચ્ચ કરાઈ રહી છે, તે ગુરુવગેરે તે હાથમાં રહેલા દૂધઆદિમાં રહેલા જીવોને જૂએ અને છતાં પી જાય, તો નિષ્ઠુરતાઆદિથી પ્રથમ મહાવ્રતમાં કલંકઆદિ મોટી વિરાધના થાય, અને પૃથ્વીપર છોડી દે તો પણ તેઓના વધનો દોષ રહે. (તથા ગુરુમહારાજને શ્રાવકના ઘરસુધી જવાનું થાય, તો શિષ્યને વૈયાવચ્ચનો લાભ ન મળે અને શિખ્ય બે હાથમાં લઈ ઉપાશ્રય સુધી લાવવા જાય, ત્યાં સુધીમાં રસ્તામાં જ ટીપે ટીપે બધું ઢોળાઈ જાય... કેમકે હાથ છિદ્રયુક્ત છે, ભગવાનની જેમ અચ્છિદ્ર નથી, તથા જમીન પર પડેલા બુંદની ગંધથી આકર્ષાયેલા કીડીવગેરે જીવોની વિરાધના થાય તથા ખરડાયેલા શરીરને સાફ કરવામાં વિરાધના થાય... ગુહસ્થ સાફ કરે તો પણ અનુમતિનો દોષ લાગે અને શ્રાવિકા સાફ કરે તો ચોથા વ્રતમાં અતિચાર લાગે.... આહારકિયા ગુપ્ત રાખવાની છે તે રહે નીં.... અને લોકવ્યવહારમાં પણ અતિ બિભત્સ લાગવાથી શાસનહીલનાનો મોટો દોષ લાગે.... ઇત્યાદિ દોષોનો પાર નથી.).
પૂર્વપક્ષ:- ગૃહસ્થના વાસણમાં જ એ દૂધવગેરે બરાબર જોઇ પછી તેનો ઉપભોગ કરવાથી કોઇ દોષ ન રહે.
ઉત્તરપક્ષ:- આ વાત પણ બરાબર નથી. કેમકે કોઇ આમ કરતું દેખાતું નથી. તથા બધા જ ગૃહસ્થો કંઇ પોતાના વાસણને હાથ લગાવવાન દે. વળી, ગ્લાનની વૈયાવચ્ચ કેવી રીતે કરશો? જો ગ્લાનને ગૃહસ્થના ઘરે લઇ જશો, તો પીડાના અતિરેકથી તેના મોતઆદિનો પ્રસંગ આવે. અને શ્રાવક જો પોતાના વાસણમાં ઉપાશ્રયમાં લઈને આવે, તો એના ગમનાગમનમાં એર્યાપથિકીવિરાધનાનો પ્રસંગ છે. ગૃહસ્થની દોડધામ અગ્નિના ગોળાસમી શાસ્ત્રોમાં બતાવી છે, જેનાથી પડકાયજીવોની વિરાધના સંભવે છે.) વળી ગૃહસ્થ કંઈ ઘર ઘરમાં ફરીને ભિક્ષા લાવે નહીં. એ તો પોતાના ઘરે જ પકાવીને લાવે, તેથી અનેષણા-સમારંભથી છજીવકાયની વિરાધનાનો પ્રસંગ આવે. તેથી દુર્બદ્ધિઓના વિકલ્પજાળોથી સર્ષ ૧૯૯૮ उपसंहरति - ઉપસંહાર કરતાં કહે છે -
ता इय पत्तग्गहणं जुज्जइ जिणवयणमुणियसारस्स ।
दावभयरक्खणटुं जलोघगहणं व कंतारे ॥१०९९॥ (तस्मादिति पात्रग्रहणं युज्यते जिनवचनज्ञातसारस्य । दावभयरक्षणार्थं जलौघग्रहणमिव कान्तारे " . 'ता' तस्मादिति :-एवमुक्तप्रकारेण पात्रग्रहणं युज्यते जिनवचनमणितसारस्य, दावभयरक्षणार्थं जलौघग्रहणमिव कान्तार इति ॥१०९९॥
* * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 232 * * * * * * * * * * * * * *