________________
ચારિત્રદ્વાર જ
ગાથાર્થ:- પાત્ર વિના પણ (પાત્રત્યાગથી પાત્રના અભાવમાં પણ) પૂર્વપક્ષે બતાવેલા માર્ગશ્રમાદિ દોષો સંભવતા નથી. કેમકે સંધાટક હોય છે, જો સાધુ એકાકી હોય, તો માર્ગશ્રમાદિ દોષો સંભવે... પણ સાધુઓ હંમેશા સંધાટકભાવે જ (બે આદિ સાથે જ)વિહારાદિ કરતા હોય છે. તેથી સંધાટકરૂપે રહેલા બીજા સાધુના પાત્રાદિથી જ ગોચરીઆદિ ઇષ્ટ ક્રિયાની સિદ્ધિ થાય છે. તેથી પાત્રમાટે માર્ગશ્રમાદિ દોષ રહેતા નથી. તથા કો'ક કારણસર તેઓ (=સાધુઓ) એકાકી પણ હોય, અને માર્ગશ્રમાદિ દોષ સંભવે પણ ખરા, પણ તે તો આહારની અપ્રાપ્તિતુલ્ય જ છે. તેથી અમને કોઇ બાધા નથી. ૫૧૦૯પા
सेसा अणभुवगमा विहिउत्तरमा य होंति पंडिसिद्धा । इय दोसाभावातो जुत्ता इह अप्पबहुचिन्ता ॥१०९६॥
(शेषा अनभ्युपगमाद् विहितोत्तराश्च भवन्ति प्रतिषिद्धाः । इति दोषाभावाद्युक्ता इह अल्पबहुत्वचिन्ता ॥) शेषा-बहुभण्डकग्रहणादयो दोषा अनभ्युपगमादेव विहितोत्तराः सन्तो भवन्ति प्रतिषिद्धाः । इतिः - एवमुक्तप्रकारेण यथोक्तदोषाभावत इह-पात्रग्रहणाग्रहणविचारप्रक्रमे युक्ता अल्पबहुचिन्ता, 'किमिह बहुदोषं किं चाल्पदोषमिति' । तत्र यथोक्तनीत्या पात्रग्रहणमेव निर्दोषं तदग्रहणमेव भूयोदोषमिति ॥ १०९६॥
ગાથાર્થ:- બાકીના ‘ઘણા પાત્ર ગ્રહણ કરવા' વગેરે દોષોઅંગે તો અમને અમાન્ય હોવાથી જ જવાબ મળી જાય છે. (અર્થાત્ ઘણાં પાત્ર ભેગા કરવા અમને માન્ય જ નથી કે, જેથી તેઅંગે બતાવેલા દોષો અમને અસર કરે) તેથી તે દ્વેષોનો પ્રતિષેધ થાય છે. તેથી ઉપરોક્તપ્રકા૨ે પાત્રમા દોષ ન હોવાથી જ પાત્રના ગ્રહણ-અગ્રણના વિચારસ્થળે પાત્ર રાખવા બહુદોષયુક્ત છે કે અલ્પદોષયુક્ત છે?” (અથવા પાત્રા ગ્રહણાગ્રણમાં બહુદોષ શેમાં અને અલ્પદોષ શેમા?) ઇત્યાદિ અલ્પબહુત્વ વિચાર યોગ્ય જ છે, અને તેમા ઉપરોક્તયુક્તિથી પાત્રગ્રહણ જ નિર્દોષ છે અને પાત્રઅગ્રણ જ ધણાદોષોથી યુક્ત છે. ૫૧૦૯૬ા જયણા-વૈયાવચ્ચ–નિસંગતાસિદ્ધિ
पुनरप्यत्र परस्य मतमाह
ફરીથી અીં દિગંબરમત બતાવે છે
-
-
सिय तहवि परिट्ठवणा ते खलु कालंतरा विवज्जन्ति ।
सुद्धो जयणागारी तेसिं (सुं) साहू जहऽन्नेसु ॥१०९७॥
(स्यात् तथापि परिस्थापना (ने) ते खलु कालान्तराद् विपद्यन्ते । शुद्धो यतनाकारी तेषां (षु) साधुः यथाऽन्येषु II) स्यादेतत्-तथापि - अभिहितप्रकारेणापि परिस्थापने कृते सति ते जलसंसक्ताः प्राणिनः खलु कालान्तराद्विपद्यन्ते, ततश्च तदवस्थ एव हिंसादोष इति । अत्राह - 'सुद्धो इत्यादि' स हि साधुर्यतनया परिस्थापनं करोति, यतना च सम्यक्त्वादिगुणाराधनफला । यदुक्तम् - "जयणाएँ वट्टमाणो सम्मं सम्मत्तनाणचरणाणं । सद्धाबोहासेवणभावेणाराहओ भणिओ ॥१॥” (छा. यतनया वर्त्तमानः सम्यक् सम्यक्त्वज्ञानचरणानाम् । श्रद्धाबोधाऽऽ सेवनभावेनाराधको भणित इति) त्ति, ततश्च तेषु जलजन्तुषु कालान्तराद्विपद्यमानेष्वपि शुद्ध एव स साधुर्यथाऽन्येषु म्रियमाणेष्विति ॥१०९७॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- આમ બતાવ્યા મુજબ પરિસ્થાપના કરે, તો પણ જળસંસક્ત જીવો કાળાન્તરે મરશે જ, તેથી હિંસાદોષ તો અડીખમ ઊભો જ છે.
ઉત્તરપક્ષ:- એ સાધુ જયણાપૂર્વક પરિસ્થાપના કરે છે. અને આ જયણા જ સમ્યક્ત્વાદિગુણોની આરાધનારૂપ (અથવા આરાધનાથી જન્ય) ફળને દેનારી છે, કહ્યું જ છે કે ‘જયણાથી વર્તતો જીવ સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રનો ક્રમશ: શ્રદ્ધા, બોધ અને આસેવનભાવથી સજ્યક આરાધક કહેવાયો છે.' તેથી કાળાન્તરે મરણ પામતા પાણીના જીવોઅંગે એ જયણાશીલ સાધુ શુદ્ધ જ છે, જેમકે બીજા મરતા જીવોઅંગે એ સાધુ શુદ્ધ છે (દોષિત નથી.) ૫૧૦૯૭ના
अत्र पर आह
અહીં દિગંબર કહે છે →
-
अग्गहिये गुणो गहितेवि अवि य गुरुस्सेह बालवुड्डाणं । वेयावच्चावायणमभावतो तस्स तं दुदुं ॥ १०९८ ॥
(अगृहीते गुणो गृहीतेऽपि अपि च गुरुशैक्षबालवृद्धानाम् । वैयावृत्त्यापादनमभावतस्तस्य तद् दुष्टम् ॥)
* * * ધર્મસગ્રહણ-ભાગ ૨ - 231 * *