________________
+++++++++
++++++
+++
चारित्र
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
+
द्वितीयं हेतुं व्याचिख्यासुराह - બીજી હેતની વ્યાખ્યા કરતાં કહે છે
सव्वद्धा विग्धकरं चरणस्सासेवणं विणा तीए ।
कह णु नियत्तति पावं उस्सुगमिह सुप्पसिद्धमिणं ॥९५९॥ (सर्वाद्धा विघ्नकरं चरणस्यासेवनं विना तस्याः । कथं नु निवर्तेत पापमौत्सुक्यमिह सुप्रसिद्धमिदम् ॥) चरणस्य-चारित्रस्य सर्वाद्धा-सर्वकालं विघ्नकरमिह-अस्मिन् जगति सुप्रसिद्धमिदमौत्सुक्यं पापं-पापरूपं कथं नु नाम तस्याः- स्त्रिया आसेवनं विना निवर्तेत ? इति भावः ॥९५९॥
ગાથાર્થ:- આ (મથુનસંબંધી) ઉત્સુકતા ચારિત્રમાટે હંમેશા વિધ્ધકારકતરીકે જગતમાં પ્રસિદ્ધ છે. આમ પાપરૂપ આ ઉત્સુકતા સ્ત્રીના આસેવન વિના શી રીતે દૂર થઈ શકે? (અર્થાત ન જ થાય.) u૯૫લા तृतीयं हेतुं विवृण्वन्नाह - હવે ત્રીજા હેતનું વિવરણ કરતાં કહે છે
आसेवणाएँ जायइ जं च विरागो तओ सुहज्झाणं ।
पासवणादि व्व तओ कायठिती होति कातव्वा ॥९६०॥ (आसेवनायां जायते यच विरागस्तस्मात्शुभध्यानम् । प्रसवणादिवत् ततः कायस्थितिः भवति कर्तव्या ॥) स्त्रीणामासेवनायां कृतायां सत्यामात्मादेर्बीभत्सतादिदर्शनेन यत्-यस्मात्कारणात् विरागो जायते, तस्माच्च विरागात् शुभं ध्यानं, ततः प्रसवणादिवत् कायस्थितिरेषा-स्त्रीणामासेवना भवति प्रेक्षावतामवश्यं कर्तव्येति ॥९६०॥
ગાથાર્થ:- સ્ત્રીઓનું આસેવન કરતી વખતે પોતાનું અને સ્ત્રીનું બીભત્સ સ્વરૂપદર્શન આદિથી વૈરાગ્ય થાય છે. અને આ વૈરાગ્યથી શુભધ્યાન થાય છે. તેથી પ્રસ્ત્રવણ(એકીવગેરેની જેમ શરીરની પ્રકૃતિરૂપ આ સ્ત્રીઆસવના વિચારશીલપુરુષોએ અવશ્ય કરણીય છે. u૯૬ના अधना 'नियमस्स निप्फलत्ते' त्येतद्व्याचिख्यासुराह - હવે “નિયમની નિષ્ફળતા એવા કથનનું વ્યાખ્યાન કરતાં કહે છે
णियमेवि तासि न फलं पीडाभावातो कस्सइ तहावि ।
तस्स करणे ण कीरति दिक्खाणियमोवि चिंतमिदं ॥९६१॥ (नियमेऽपि तासां न फलं पीडाऽभावात् कस्यचित्तथापि । तस्य करणे न क्रियते दीक्षानियमोपि चिन्त्यमिदम् ॥)
नियमेऽपि-प्रतिषेधेऽपि तासां-स्त्रीणां न फलं कस्यचिदीक्षामहे, पीडाया अभावात्, तथापि-पीडाया अभावे तस्य नियमस्य करणेऽभ्युपगम्यमाने दीक्षानियमोऽपि-दीक्षा मया न कर्त्तव्येति नियमोऽपि न क्रियते चिन्त्यमिदं, दीक्षाया अपि नियमः क्रियतामिति भावः, पीडाया अभावेऽपि नियमस्य फलवत्त्वाभ्युपगमात्, तस्य च पीडाया अभावस्य दीक्षाया नियमेऽप्यविशिष्टत्वात् ॥९६१॥
ગાથાર્થ:- અમને સ્ત્રીનો પ્રતિષેધ કરવામાં પણ મૈથુનત્યાગમાં પણ) કોઇને ફળ મળે તેમ લાગતું નથી. કેમકે પીડાનો અભાવ છે. સ્ત્રીઆસેવનમાં કોઇને પણ પીડા થતી ન લેવાથી સ્ત્રી પ્રતિષેધમાં કોઇ લાભ અમને દેખાતો નથી. તાત્પર્ય - જે પ્રવૃત્તિ સ્વ-પર કે અન્યને પીડારૂપ બનતી હોય, તેવી પ્રવૃત્તિનો નિષેધ પીડા અટકાવવાદ્વારા ધર્મ બની શકે, પણ જે પ્રવૃત્તિમાં કોઈને પીડા જ ન હોય- નિર્દોષ હોય તે પ્રવૃત્તિના નિયમ-પ્રતિષેધથી શો લાભ થવાનો?) જો પીરના અભાવમાં પણ નિયમ કરવો ઇષ્ટ હોય, તો મારે દીક્ષા ન લેવી એમ દીક્ષાઅંગે પણ નિયમ કેમ નથી કરાતો એ વિચારણીય છે. અર્થાત દિક્ષાનિયમ પણ કરવો જોઇએ. કારણ કે તમને પીડાના અભાવમાં પણ નિયમ ફળકારીરૂપે ઇષ્ટ છે. અને પીડાનો અભાવ તો દીક્ષા અંગેના નિયમમાં પણ અવિશેષરૂપે છે. દીક્ષાથી પણ કોઈને પીડા થતી નથી. ૯૬૧ सांप्रतं 'अइप्पसंगाउत्ति' एतद्भावयन्नाह - હવે “અતિપ્રસંગ' હેતનું ભાન કરતાં કહે છે
++++++++++++++++
slee-ला-२ - 181+++++++++++++++