________________
મ મ મ મ મ મ મ +4 ***
ચારિત્રદ્વ્રાર
કારણભૂત સ્વભાવભેદરૂપ પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન હોવાથી સ્વરૂપે અસ્તિત્વ અને પરરૂપે નાસ્તિત્વ આ બન્ને આત્માવગેરે તત્ત્વોના જ ધર્મો તરીકે સ્વીકરણીય છે. આમ હોવાથી અનેકાન્ત જ તત્ત્વભૂત છે, નહીં કે બીજાઓએ કલ્પેલો એકાન્ત. ૫૯૧૬ા अत्रापर आह
—
અહીં બીજી વ્યક્તિ કહે છે →
नत्थि च्चिय खरसंगं एगंतो (ते न ) तन्नो बुद्धिधणिभावा । अहवा पररूवेणं नत्थि सस्वेण अथिति ॥९१७॥
(नास्त्येव खरशृंगमेकान्तस्तन्न बुद्धिध्वनिभावात् । अथवा पररूपेण नास्ति स्वरूपेणास्तीति ॥)
नास्त्येव खरशृङ्गं न हि तकत् कथंचिदस्तीति वक्तुं पार्यते, तस्य सर्वथा तुच्छरूपत्वादतोऽस्ति तत्त्वमेकान्तोपीतिः । अत्राह - 'नेत्यादि' यदेतदुक्तं तन्नेति प्रतिषेधयति । कुत इत्याह- तत्रापि बुद्धिध्वनिभावात्, तदभावोऽपि हि ज्ञायते शब्देन वोच्यते न चैकान्त (तुच्छ) रूपे बुद्धिध्वनी प्रवर्त्तेते । तस्मात्खरस्य शिरसि शृङ्गसंबन्धरहितत्वलक्षणः परिणतिविशेष एव खरशृङ्गाभावः, स च परिणतिविशेषो वस्तुस्वभावस्तत्कथमेष खरशृङ्गाभा - (वोऽभा) व एवोच्यते ? स्वरूपेणास्तित्वस्यापि भावादिति । प्रकारान्तरेणामुमेकान्तं विघटयन्नाह - ' अहवेत्यादि' भवत्वेकान्तेन तुच्छरूपं खरशृङ्गं यथा परैः कल्प्यते तथापि न तदेकान्तेन नास्त्येव, यतस्तदपि पररूपेण नास्ति स्वरूपेण पुनरस्त्येव ॥९१७॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- ગધેડાના શિંગડા નથી જ. કોઇ એમ ન કહી શકે કે એ (=ગધેડાના શિંગડા) કથંચિત છે, કેમકે તેનો (ગધેડાના શિંગડાનો) સર્વથા અભાવ છે. તેથી એકાન્ત પણ તત્ત્વરૂપ છે.
ઉત્તરપક્ષ:- તમે જે કહ્યુ તે બરાબર નથી. કેમકે તે (ગધેડાના શિંગડા) અંગે પણ બુદ્ધિ અને શબ્દપ્રયોગ તો છે જ. વળી ગધેડાના શિંગડાનો અભાવ જ્ઞાત થાય છે, અને શબ્દથી ઉલ્લેખ પામે છે. (આમ જ્ઞાન-શબ્દના વિષયરૂપે પ્રતિભાસ પામતા તે અભાવના પ્રતિયોગીરૂપે ગધેડાના શિંગડા ભાસે છે.) જો તે એકાન્તતુચ્છરૂપ હોય તો બુદ્ધિ કે શબ્દનો પણ વિષય બની શકે નહિ. તેથી ગધેડાના માથાપર શિંગડાના સંબંધના અભાવરૂપ જે પરિણતિવિશેષ છે, એ જ ગધેડાના શિંગડાના અભાવ રૂપ છે. અને આ પરિણતિવિશેષ વસ્તુસ્વભાવરૂપ છે. તેથી ગધેડાના શિંગડાનો એકાન્તે અભાવ શી રીતે કહી શકાય? કેમકે સ્વરૂપથી તો તેનુ અસ્તિત્વ પણ રહેલું છે. (ખરશુગરૂપે અભાવ છે પણ ખર' અને ‘શૃંગ’રૂપ સ્વ-સ્વરૂપથી તો બન્નેનુ અસ્તિત્ત્વ છે જ.) હવે બીજી રીતે આ એક એકાન્તનું ખંડન કરતા કહે છે. ભલે બીજાઓની ૫ના મુજબ ખરશૃંગ એકાન્તે તુચ્છરૂપ હોય છતા પણ તે એકાન્તે નાસ્તિત્વરૂપ તો નથી જ. કેમકે તે પણ પરરૂપે જ નથી, સ્વરૂપે તો છે જ. ૫૯૧૭ગા ननु यदि तदपि स्वरूपेणास्तीत्युच्यते ततो घटादिवत्तस्यापि भावः प्राप्नोति इत्यत आह શંકા:- જો ખરશૃંગ પણ સ્વરૂપથી છે' એમ કહેશો તો ધડાવગેરેની જેમ તેનો(ખરશૃંગનો) પણ ભાવ(=અસ્તિત્વ)પ્રાપ્ત થશે. અહીં સમાધાનમાં કહે છે
-
नत्थित्तत्थित्तेणं तदभावे तस्स पावती भावो ।
नत्थित्तत्थित्तं पुण विन्नेयमभावभावो उ ॥ ९९८ ॥
(नास्तित्वास्तित्वेन तदभावे तस्य प्राप्नोति भावः । नास्तित्वास्तित्वं पुनर्विज्ञेयमभावभावस्तु ॥)
नास्तित्वास्तित्वलक्षणेन स्वरूपेण तदस्तीत्युच्यते न पुनर्घटादिवद्भावरूपेण ततो न पूर्वोक्तदोषप्रसङ्गः । इत्थं - चैतदङ्गीकर्त्तव्यम्, अन्यथा तदभावे - नास्तित्वरूपास्तित्वाभावे सति तस्य - खरशृङ्गस्य भावः प्राप्नोति, नास्तित्वाभावे हि बलादस्तित्वमेवापद्यते इति भावः । नास्तित्वास्तित्वं पुनर्विज्ञेयम् 'अभावभावो उत्ति अभावरूपतया यो भावः स एव । વધારાર્થ: ||૧૮ ॥
ગાથાર્થ:- સમાધાન:– અમે જે ખરીઁગાદિનુ અસ્તિત્વ બતાવ્યું, તે નાસ્તિત્વ-અસ્તિત્વરૂપસ્વરૂપને નજરમાં રાખી કહ્યુ છે, નહિ કે ઘડાવગેરેની જેમ ભાવરૂપને આગળ કરી. તેથી પૂર્વોક્ત દોષનો પ્રસંગ નથી. આ પ્રમાણે જ આ વાત સ્વીકારવી જોઇએ, કેમકે જો નાસ્તિત્વ-અસ્તિત્વ (નાસ્તિત્વરૂપે અસ્તિત્વ) નો અભાવ હોય, તો ગધેડાના શિંગડાનો ભાવ પ્રાપ્ત થશે, કેમક નાસ્તિત્વરૂપે અસ્તિત્વ ન હોય તેનો અર્થ એ થાય કે નાસ્તિત્વરૂપે નાસ્તિ=અભાવ આવ્યો. અને તો અનિચ્છાએ પણ અસ્તિત્વની આપત્તિ આવશે. અહીં ‘નાસ્તિત્વાસ્તિત્વ' નો અર્થ છે અભાવરૂપે ભાવ. (મૂળમાં ‘તુ’પદ જકારાર્થક
છે.) ૫૯૧૮૫
* ધર્મસંગ્રહણિ-ભાગ ૨ -166* * *