________________
܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ uulgl ܀ ܀ ܀ ܀ ܀ ܀
આમ મ મ મ આ મક યાત્રા
पूज्याः ‘मण्डलकादयोऽपि’मण्डलकः- श्वा, तदुक्तम्- " इंदमहकामुओ मंडलो य कविलो य भण्णए सुणओ” (छा. इन्द्रमहकामुको मण्डलश्च कपिलश्व भण्यते श्वा ।) इति, आदिशब्दान्मार्जारादिपरिग्रहः । तथाच केचिल्लोके वक्तारो भवन्ति - 'नैते श्वानः किंतु लोकानुग्रहकाम्यया कैलासभवनादागत्य गुह्यका इमे महीमण्डलमवतीर्णवन्तस्तत एतेषामवश्यं पूजा कर्त्तव्या', उक्तं च “कैलासभवणा एए आगया गुज्झका महीं । चरंति जक्खरूवेण पूयापूया हियाऽहिया ॥१॥” (छा. कैलासभवनादेते आगता गुह्यका मह्याम् । चरन्ति यक्षरूपेण पूजाऽपूजा हिताऽहिताः) इत्यादि । न चेत्थमबुधानां पूज्या अपि ते न कुत्सिताः, ततः किं तैरिहाबुधैः कार्यमिति कृतं प्रसङ्गेन ॥८९५॥
ગાથાર્થ:- આમ વેદહિંસા જ્ઞાનીઓથી નિંદાયેલી છે, એમ સિદ્ધ થવાથી એમ પણ નિશ્ચિત થાય છે કે સઘળા તત્ત્વના જાણકાર જ્ઞાનીપુરુષોની અપેક્ષાએ એવા યજ્ઞો કરનારા લોકોમા પૂજ્ય નથી.
શંકા:- જ્ઞાનીપુરુષોને પૂજનીય ભલે ન હો, અજ્ઞાનીઓને તો પૂજનીય ખરા ને!
સમાધાન:- એમ તો અજ્ઞાનીઓને મન તો કૂતરાદિ પણ પૂજનીય છે. ‘આદિ' પદથી (મડલક=શ્ર્વાન=કૂતરો. કહ્યું જ છે કે ઈદ્રમહકામુક, મંડલ, કપિલવગેરે શબ્દો શ્ર્વાનવાચી છે.) બિલાડાવગેરે પણ પૂજનીય છે. લોકમા કેટલાક એવું કહેતા ફરે છે આ કૂતરાઓ નથી, પરંતુ લોકોપ્રત્યે દયાની ઇચ્છાથી કૈલાશભવનથી આવીને આ બધા ગુહ્યક-યક્ષો પૃથ્વીપર અવતર્યા છે. તેથી તેઓની (-કૂતરાઓની)અવશ્ય પૂજા કરવી જોઇએ' કહ્યું જ છે કે ‘કૈલાશભવનથી પૃથ્વીપર આવેલા આ યક્ષો કૂતરાના રૂપે ચરે છે. તેમની પૂજા અને અપૂજા ક્રમશ: હિત અને અહિત કરનારી છે.' આમ આ કૂતરાઓ અજ્ઞોને પૂજય બને છે. પણ તેથી કંઇ તેઓ કુત્સિત નથી એમ નથી, અર્થાત્ કુત્સિત છે જ. તેથી અહીં અજ્ઞોની ચેષ્ટાથી સર્યું. અર્થાત્ મહત્ત્વભૂત નથી. ૫૮૯૫.....
મૃષાવદોષભાષણના લાભ-પૂર્વપક્ષ
तदेवं प्रथमं मूलगुणमाश्रित्याक्षेपपरिहारावभिधाय सांप्रतं द्वितीयं मूलगुणमाश्रित्य तावभिधातुकाम आह આમ પ્રથમમહાવ્રતઅંગે આક્ષેપ-પરિહાર થયા. હવે બીજા મૂળગુણ (=સત્યવ્રત) અંગે આક્ષેપ-પરિહાર દર્શાવતા કહે છે– अ उ मुसावाओ नियनिंदाकारणं न दोसाय ।
जह बंभघातगोऽहं एमादि पभासयन्तस्स ॥८९६॥
(अन्ये तु मृषावादो निजनिन्दाकारणं न दोषाय । यथा ब्रह्मघातकोऽहं एवमादि प्रभाषमाणस्य II)
अन्ये वादिनः पुनराहुर्यो मृषावादो निजनिन्दाकारणं स न दोषाय भवति, यथा ब्रह्मघातको - ब्राह्मणघातकोऽहमित्येवमादि
1
प्रभाषमाणस्य ॥८९६ ॥
ગાથાર્થ:- બીજા કેટલાક કહે છે-પોતાની નિન્દામા કારણ બનતો મૃષાવાદ દોષમાટે નથી. જેમકે ‘હું બ્રાહ્મણનો ધાતક= ખુની છું' એવું મૃષાભાષણ કરનારને મૃષાવાદ દોષરૂપ નથી. ૫૮૯૬ા
कथमेष निजनिन्दाकारणं स न दोषाय भवतीत्यत आह
શંકા:- આ પોતાની નિંદાનુ કારણ બને તો મૃષાવાદ હોવા છતા દોષમાટે શામાટે ન બને?
અહીં સમાધાનમાં કહે છે→
दोसाणमब्भुवगमे अक्कोसाणं च विसहणे सम्मं ।
होति जितोऽजितपुव्वो भवतस्हेतू अहंकारो ॥८९७॥
(दोषाणामभ्युपगमे आक्रोशानां च विसहने सम्यग् । भवति जितोऽजितपूर्वो भवतहेतुरहंकारः ॥)
यतो दोषाणामविद्यमानानामप्यभ्युपगमे दोषांश्च ज्ञात्वा ये परैराक्रोशा वितीर्यन्ते यथा - " महापापीयान् एष ब्रह्मघातकः' इत्यादि तेषां च सम्यग्विषहने भवति जितोऽजितपूर्वो भवतस्हेतुरहंकारः ॥८९७॥
ગાથાર્થ:-અવિધમાન એવા પણ દોષો સ્વીકારવાથી તથા એ દ્વેષો જાણી બીજાઓએ કરેલા આક્રોશને સહવાથી સંસારવૃક્ષના મૂળકારણભૂત અને પૂર્વે કયારેય નહીં જિતાયેલ અહંકાર જિતાય છે. અહંકાર તૂટે છે. સહજ છે કે આપણે સ્વયં આપણી જાતને બ્રાહ્મણધાતકતરીકે ખુલ્લી કરીએ એટલે બીજાઓ તરફથી ‘આ બ્રાહ્મણધાતક મહાપાપી છે' ઇત્યાદિ જાતજાતના આક્રોશ સહેવાના આવે. તે બધા સમ્યગ (=કશા પ્રતિકાર વિના કે દુર્ભાવ વિના)સહન કરવાથી અહંકાર પરાભૂત
થાય. ૫૮૯૭ના
* * ધર્મસગ્રહણિ-ભાગ ૨ -159 * *