________________
* * * * * * * * * * * * * * * * * * શાનદાર જ * * * * * * * * * * * * * * * * *
(૩) ભેદો:- (કાન, નાક, જીભ અને સ્પર્શના) ચાર વ્યંજનાવગ્રહ,(મન અને આંખ મળીને) ૬ અર્થાવગ્રહ, છ ઇહા, છ અપાય, અને છ ધારણા મળીને મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ છે. જયારે શ્રુતજ્ઞાનના અંગકૃત, અંગબાહ્યશ્રત ઇત્યાદિ ૧૪ કે પર્યાય, પર્યાયસંધાતઆદિ ૨૦ ભેદ છે. આમ પેટાભેના ભેદથી પણ બન્નેમાં ભેદ છે..
. (૪) ઇન્દ્રિયકત વિભાગ:- શ્રોત્રેદ્રિયથી થતી ઉપલબ્ધિ (બોધ) શ્રુતજ્ઞાન છે. દ્રવ્યકૃત અને શેષઇન્દ્રિયોમાં પણ થતાં અક્ષરબોધને છોડી બાકીનું બધું મતિજ્ઞાન છે. આવા અર્થવાળી પૂર્વગત (૧૪ માંથી એક પૂર્વમાં રહેલી) ગાથા છે. તેનો અર્થ આવો છે – શ્રોત્રેન્દ્રિય (કાન) થી અથવા શ્રોત્રેન્દ્રિયની ઉપલબ્ધિ ને શોત્રેન્દ્રિયોપલબ્ધિ. આ શ્રુતજ્ઞાન છે. અહીં *ઈષ્ટવિષયમાં જ અવધારણ(=જકારમું વિધાન હોય' એવા ન્યાયથી એવું અવધારણ કરવાનું છે કે શ્રુતજ્ઞાન શોત્રેન્દ્રિયોપલબ્ધિરૂપ જ હેય. (અર્થાત અહીં શ્રતજ્ઞાનને શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધિરૂપે મર્યાદિત કરવાનું છે.)નીં કે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ શ્રત જ છે એવું અવધારણ. કેમકે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ =કાનથી થતો બોધ)ને માત્ર શ્રતરૂપ માનવામાં અતિપ્રસંગ છે. કારણ કે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિમાં પણ કેટલીક ઉપલબ્ધિઓ અવગ્રહ, ઈહા, અપાય અને ધારણારૂપે મતિજ્ઞાનરૂપ છે, જે શ્રતગ્રન્થાનુસારે ઉપલબ્ધિ છે તેજ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ ઋતતરીકે ઇષ્ટ છે. આમ “શ્રોત્રન્દ્રિયોપલબ્ધિ શ્રુત જ છે એવો જકાર કરવામાં મતિજ્ઞાનરૂપ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ પણ ધૃતરૂપ બનવાનો પ્રસંગ છે. કહ્યું જ છે કે “ોન્દ્રિયોપલબ્ધિ જ શ્રત છે, નહીં કે શ્રોસેન્દ્રિયોપલબ્ધિ શ્વત જ છે. કેમકે કેટલીક શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ પણ મતિજ્ઞાનરૂપ છે.”
હવે ‘વે ઈના' (બાકીનું મતિજ્ઞાન છે.) એ પંક્તિનો ભાવાર્થ બતાવે છે - શેષ-આખવગેરે ઇન્દ્રિયોની ઉપલબ્ધિરૂપ વિજ્ઞાન મતિજ્ઞાન થાય છે, એવો અહીં સંબંધ છે. “ત' પદ અકથિતના સમાવેશઅથે છે. તેથી “બાકીના જ્ઞાનની વાત તો જવા દો, શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ પણ અવગ્રહ ઇહા, અપાયઆદિરૂપ કેટલીક મતિજ્ઞાન છે.' એવો સમુચ્ચય કરવાનો છે. કહ્યું જ છે કે “ત' સમુચ્ચયવચન છે. તેથી કેટલીક શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ પણ મતિજ્ઞાન છે. તેથી શ્રોત્રેન્દ્રિયઅવગ્રહવગેરે વગેરેથી શ્રોત્રક્રિયાદિ સમાવેશ પામે છે.) મતિજ્ઞાનના ભેદ છે.' આમ બાકીની ઇન્દ્રિયોની બધી ઉપલબ્ધિઓ મતિજ્ઞાનરૂપે ઉત્સર્ગથી પ્રાપ્ત થઇ. તેથી હવે અપવાદ બતાવે છે. “મોત્તર્ણ દધ્વસુયં તિ' દ્રવ્યશ્રતને છોડી) પુસ્તક, પ્રતવગેરેમાં રહેલા અક્ષરરૂપ દ્રવ્યશ્રતવિષયક જે શબ્દાર્થવિચારણાત્મક શેન્દ્રિયોપલબ્ધિ છે, તે શ્રતજ્ઞાનસ્વભાવરૂપ હોવાથી મતિજ્ઞાનમાં સમાવેશ ન પામે. (શ્રુતગળ્યાનુસારી શબ્દાર્થપર્યાલોચન ભાવશ્રત છે. તેમાં કારણ બનતા પુસ્તકઆદિના અક્ષરો આંખથી વંચાતા હોવા છતાં શ્રતગ્રન્થના બોધરૂપ ભાવકૃતમાં કારણ હોવાથી દ્રવ્યશ્રત છે.) દ્રવ્યહૃતોપલબ્ધિને છોડી બીજો પણ જે શબ્દાર્થપર્યાલોચનરૂપ અક્ષરલાભ શેષઈન્દ્રિયોમાં થાય છે. તે પણ શ્રત કહેવાય છે. પણ અક્ષ૨લાભ શબ્દાર્થની પર્યાલોચનથી યુક્ત હોવો જરૂરી છે. એ વિના તો ઇહાઆદિપ મતિજ્ઞાનમાં પણ અનર્જલ્પાકાર આદિરૂપ અક્ષરલાભ છે. પણ તેની ગણત્રી મતિજ્ઞાનમાં થાય છે, શ્રુતજ્ઞાનમાં નહીં.
શંકા:- જો શેષઇન્દ્રિયનો અક્ષરલાભ પણ ગ્રુત કહેવાય, તો જે જકાર કર્યો કે શ્રુતજ્ઞાન શોત્રેન્દ્રિયોપલબ્ધિરૂપ જ હોય તે ઘટે નહીં. કેમકે શ્રતરૂપે સ્વીકારેલો શેન્દ્રિયઅક્ષરલાભ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિરૂપ નથી.
સમાધાન:- અહીં દોષ નથી. અહીં તે જ શેન્દ્રિયઅક્ષરલાભ લેવાય છે, કે જે શબ્દાર્થની પર્યાલોચનારૂપ હોય, અને શબ્દાર્થની પર્યાલોચનાને અનુસરતો અક્ષરલાભ શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિતવ્ય જ છે. તેથી દોષ નથી. (ટૂંકમાં શ્રતાનુસારી-શબ્દાર્થની પર્યાલોચનાત્મક બોધ-પછી તે કોઈ પણ ઇન્દ્રિયથી થયો હોય, બધો શ્રુતજ્ઞાનરૂપ છે. અને જે બોધ તેવો ન હોય, (પાંચેય ઈન્દ્રિયોથી થયેલો) તે બધો બોધ મતિજ્ઞાનરૂપ છે. આમ પૂર્વગત “સોઈદિયોવલી. ગાથાનું વિવરણ કર્યું)
વલ્ક- મતિજ્ઞાન વહક (Eઝાડની છાલ) સમાન છે, કેમ કે કારણરૂપ છે, અને શ્રુતજ્ઞાન શુમ્બ (દોરી) સમાન છે. કેમકે મતિજ્ઞાનના કાર્યરૂપ છે. કેમકે મતિથી સંચેતન (પરિચ્છેદ) કર્યા બાદ જ શ્રુતપરિપાટીનું અનુસરણ થાય છે. આમ વલ્કશુમ્બદષ્ટાન્તથી મતિ-ઋતવચ્ચે ભેદ છે.
૬) અક્ષર:- મતિજ્ઞાન સાક્ષર અને અનફર એમ બન્નરૂપે છે. તેમાં અવગ્રહજ્ઞાન અનિર્દેશ્ય સામાન્યમાત્રના પ્રતિભાસસ્વરૂપ હોવાથી નિર્વિકલ્પક છે. તેથી અનાર છે. (=અક્ષરથી ઉલ્લેખપાત્ર નથી.) જયારે ઈહાવગેરેજ્ઞાન પરામર્શઆદિરૂપ લેવાથી વર્ણાદિમય છે તેથી સાક્ષર છે. (=અક્ષરથી ઉલ્લેખપાત્ર છે.)
જયારે શ્રુતજ્ઞાન સાક્ષર જ છે. કેમકે અક્ષરના અભાવમાં (=અક્ષરરૂપતાના અભાવમાં) શબ્દાર્થની પર્યાલોચના સંભવે જ નહીં. આમ બન્ને વચ્ચે અક્ષર–અનારકુતભેદ છે.
- (૭) મૂક:- મતિજ્ઞાન સ્વનો જ પ્રત્યય કરાવતું હોવાથી મૂકમૂંગા) તલ્ય છે. (અથવા મતિજ્ઞાન ગુણી આત્માને જ પ્રત્યય-બોધ કરાવે છે. બીજા આત્માને નહીં તેથી મૂકે છે.) શ્રુતજ્ઞાન વાચાલતુલ્ય છે. કેમકે તે સ્ત્ર અને પરનો પ્રત્યય કરાવવા સમર્થ છે. આમ મૂક–અમૂક દેટાન્સથી ભેદ સિદ્ધ થાય છે. આ પ્રમાણે જ્ઞાનના પરિસ્થૂળનિમિત્તોના ભેદથી મતિજ્ઞાનાદિભેદ યુક્તિસંગત જ છે. તેમ નિશ્ચિત થાય છે. u૮૪ના •
* * * * * * ધર્મસંકણિ-ભાગ ૨ - 136 * * * * * * * * * * * *