________________
* * * * * * * * * * * * * * * * * * *વાનદાર * * * * * * * * * * * * * * * * * *
___ यदवग्रहादिरूपम्-अवगृहेहावायधारणात्मकं प्रत्युत्पन्नार्थग्राहकं-वर्तमानार्थग्राहकं, प्रायोवृत्तिमाश्रित्य चैवमुच्यते, यतः स्मृतिरतीतविषयैव भवतीति, इन्द्रियमनोनिमित्तं तत्-आभिनिबोधिकज्ञानं प्रागभिहितशब्दार्थ बुवते तीर्थकरगणधराः। अनेन स्वमनीषिकाव्युदासमाह । तत्रावग्रहो द्विधा, व्यंञ्जनावग्रहोऽर्थावग्रहश्च । तत्र व्यज्यतेऽर्थोऽनेन प्रदीपेनेव. घट इति व्यञ्जनम्-उपकरणेन्द्रियं तेन व्यञ्जनेनोपकरणेन्द्रियेणावग्रहः प्राप्तानां शब्दादिपरिणतद्रव्याणामव्यक्तं ज्ञानमात्रं व्यञ्जनावग्रहः, एष कालतोऽन्तर्मुहूर्तप्रमाणः । व्यञ्जनावग्रहचरमसमये शब्दाद्यर्थावग्रहलक्षणोऽर्थावग्रहः । एतच्च श्रोत्रघ्राणजिह्वास्पर्शनरूपेन्द्रियचतुष्टयमधिकृत्य वेदितव्यं, चक्षुर्मनोविषये तु प्रथमत एवार्थावग्रहः, स चानिर्देश्यसामान्यमात्रावगमनरूप एकसामयिकः । अवगृहीतशब्दाद्यर्थगत(तासद्भूत) सद्भूतविशेषपरित्यागा(दाना)भिमुखं प्रायो मधुरत्वादयः शाङ्घशब्दधा अत्र घटन्ते न खरकर्कशनिष्ठुरतादयः शार्ङ्गशब्दधाः इति ज्ञानमीहा । अवग्रहानन्तरमीहितस्यार्थस्यावगमो-निश्चयो यथा-'शाङ्घ एवायं शब्दो न. शार्ङ्ग इति' अवायः, अवग्रहादिक्रमेण निश्चितार्थविषये तदुपयोगादभ्रंशोऽविच्युतिः, तज्जनितः संस्कारविशेषो वासना, तत्सामर्थ्यादुत्तरकालं पूर्वोपलब्धार्थविषयमिदं तदित्यादि ज्ञानं स्मृतिः, अविच्युतिवासनास्मृतयश्च धरणलक्षणसामान्यान्वर्थयोगाद्धारणेति व्यपदिश्यते । वासनाव्यतिरेकेण चेहादयः सर्वेऽपि कालतोऽन्तर्मुहूर्त्तप्रमाणाः, वासना तु संख्येयवर्षायुषां संख्येयकालमसङ्ख्येयवर्षायुषामसङ्ख्येयकालमिति ॥८२३॥
ગાથાર્થ:- “આભિનિબોધિકજ્ઞાનનો શબ્દાર્થ પૂવે બતાવ્યો છે. જે જ્ઞાન (૧) અવગ્રહ, ઇહા, અપાય અને ધારણાત્મક છે, ૨)તથા વર્તમાનકાલીન અર્થનું ગ્રાહક છે (અર્થાત વર્તમાનકાલીનઅર્થને વિષય બનાવે છે.) તથા (૩) ઇન્દ્રિય અને મનને સાધન બનાવી પ્રવર્તે છે. તે જ્ઞાન આભિનિબોધિક છે એમ તીર્થંકર–ગણધરો કહે છે. વર્તમાનકાલીનઅર્થનું ગ્રાહક એવું જે કહ્યું તે પ્રાય:ભાવને =બહુલતાને આશ્રયી સમજવું, બાકી ધારણાઅન્તર્ગત જે સ્મૃતિજ્ઞાન છે, તે ભૂતકાલીનઅર્થવિષય જ હોય છે. “તીર્થકર ગણધરો કહે છે. એમ કહેવાથી “આ બધું આચાર્ય પોતાની બુદ્ધિથી કહે છે. એવી ૫ના સંભવતી નથી.
અવગ્રહાદિમાં અવગ્રહ બે પ્રકારે છે. (૧) વ્યંજનાવગ્રહ અને (૨) અર્થાવગ્રહ. જેમ પ્રદીપથી ઘડો અભિવ્યક્ત થાય છે. એમ જેનાથી અર્થ અભિવ્યક્ત થાય, તે વ્યંજન' વ્યંજન'પદની આવી સુત્પત્તિ હોવાથી વ્યંજનપદથી ઉપકરણઇન્દ્રિય વાચ્ય બને છે. (ઈન્દ્રિય બે પ્રકારે (૧) ભાવ અને (૨) દ્રવ્ય. તેમાં ભાવના બે ભેદ (૧) લબ્ધિન તે-તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનઅંગેનો કયોપશમ. અને (૨) ઉપયોગ એ લયોપશમનો વ્યાપાર- એ ક્ષયોપશમજન્ય બોધ. દ્રવ્યન્દ્રિય બે પ્રકારે (1) નિવૃત્તિ- એટલે તે તે ઇન્દ્રિયની પૌત્રલિકરચના અને (૨) ઉપકરણેન્દ્રિય:- તે તે નિવૃત્ત ઈન્દ્રિયની વિષયગ્રાહકશક્તિ.) આ વ્યંજનભૂત ઉપકરણઇન્દ્રિયથી અવગ્રહ અર્થાત પ્રાપ્ત થયેલા -સંપર્કમાં આવેલા–શબ્દાદિરૂપે પરિણત થયેલા દ્રવ્યોનો અવ્યક્તજ્ઞાનમાત્ર બોધ વ્યંજનાવગ્રહ. આ વ્યંજનાવગ્રહ- કાળથી અન્તર્મુહૂર્તપ્રમાણ છે. વ્યંજનાવગ્રહના ચરમસમયે શબ્દાદિઅર્થનો અવગ્રહ અર્થાવગ્રહ છે. આ પ્રમાણે કાન, નાક, જીભ અને સ્પર્શરૂપ ચાર ઇન્દ્રિયમાટે સમજવું. ચલ અને મનઅંગે તો પ્રથમથી જ અર્થાવગ્રહ સમજવો. આ અર્થાવગ્રહ અનિર્દેય (શબ્દથી અનભિધેય) સામાન્યમાત્રના અવગમનરૂપ છે, અને એક સમયના કાળવાળો છે.
- હવે “ઇહાનું સ્વરૂપ બતાવે છે. અવગ્રહથી અવગત કરાયેલા શબ્દાદિઅર્થોમાં રહેલા અદ્ભૂતવિશેષ ' (અવિમાનવિશેષપર્યાય)નો ત્યાગ અને સદ્ભતવિશેષ વિદ્યમાનવિશેષપર્યાય)નું ગ્રહણ આ બે તરફ પ્રવર્તતું જ્ઞાન ઇણ છે. જેમકે “અહીં સાંભળેલા (=અવગૃહીત કરેલા) શબ્દમાં શંખમાંથી ઉદ્ભવેલા શબ્દના મધુરતાઆદિ પર્યાયો ઘટે છે, જયારે શંગમાંથી ઉદભવેલા શબ્દના કર્કશ, કોર, નિષ્ફરતાવગેરે પર્યાયો ઘટતા નથી' આવું વિચારજ્ઞાન અહા છે.
અવગ્રહ પછી વિચારાયેલા (=ઈહિત) અર્થનો નિશ્ચય એ “અવાય છે. જેમકે “અહીં આ શંખનો જ શબ્દ છે, શૃંગનો
ની
- આમ અવગ્રહાદિના કમથી નિચય કરાયેલા અર્થના વિષયમાં તદર્થગતજ્ઞાનોપયોગથી ચલિત ન થવું અર્થાત એ જ જ્ઞાનોપયોગ ચાલુ રહે તે “અવિસ્મૃતિ છે. આ અવિસ્મૃતિથી ઉત્પન્ન થતો સંસ્કારવિશેષ “વાસના છે. આ વાસનાના સામર્થ્યથી ભવિષ્યમાં પૂર્વઅનુભૂતઅર્થવિષયક “આ જ તે એવા આકારવાળું થતું જ્ઞાન સ્મૃતિ છે. આ અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ ધારણા તરીકે ઓળખાય છે, કેમકે આ ત્રણેયમાં ધરણરૂપ સામાન્ય અન્વર્થનો યોગ સમાનતયા છે.
વાસનાને છોડી ઇહવગેરે બાકીના ઉપરોક્તજ્ઞાનો અનર્મુહૂર્તપ્રમાણવાળા છે. વાસના સંખ્યયવર્ષના આયુષ્યવાળાને સંખ્યાતકાળપ્રમાણ અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળાને અસંખ્યાતકાળની (અહીં કાળથી આવલિકાદિ પ્રમાણરૂપ કાળ લેવો, સમયરૂપ નહીં, કેમકે સંખ્યાત વર્ષની વાસનામાં પણ સમય અસંખ્ય હોય છે. આ માત્ર સામાન્યનિરૂપણ છે નિયમ નથી. કેમકે જાતિસ્મરણશાનવાળા સંખ્યાતવર્ષ આયુષ્યવાળાને પણ અસંખ્યવર્ષની વાસના સંભવે છે.) u૮૨૩ * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 126 * * * * * * * * * * * * * * *