________________
* * * * * * * * * * * * * * * * * *વાનાર કે જે
જે જે જે * * * * * * * * * * * * *
ગાથાર્થ:- અર્થને અભિમુખ જે બોધ તે અભિનિબોધ (વ્યાકરણમાં વિનયાદિગણમાં આ શબ્દ હોવાથી “વિનયાદિભ્ય ઇકણ આ સૂત્રથી સ્વાર્થમાં –સ્વઅર્થમાં જ) •ઈક" પ્રત્યય લાગવાથી અભિનિબોધ જ આભિનિબોધિક. જેમકે વિનય જ વનયિક. અને “સ્વાર્થમાં પ્રત્યયવાળા શો પ્રકૃતિ, લિંગ અને વચનને ઓળંગી જાય છે. આ વચનથી આભિનિબોધિકશબ્દ નપુંસકલિંગમાં છે. અથવા “આનાદ્વારા, આનાથી અથવા આ હોતે છતે અભિનિબોધ થવો તે અભિનિબોધ' એવી વ્યુત્પત્તિ લઇએ તો અભિનિબોધનો અર્થ થાય અભિનિબોધજ્ઞાનના આવારક કર્મનો જયોપશમ. (કારણ કે એવા કયોપશમથી કે એવો લયોપશમ હોય, તો જ અભિનિબોધ થાય.) આ ક્ષયોપશમથી ઉદ્ભવતું જ્ઞાન આભિનિબોધિક છે. આમ, આભિનિબોલિક એવું જ્ઞાન-અભિનિબોધિકજ્ઞાન એમ વિશેષણવિશે...કર્મધારય સમાસ થયો.
જે સંભળાય તે શ્વત' આ વ્યુત્પત્તિથી શ્રતનો અર્થ થાય શબ્દ. (કેમકે શબ્દ સંભળાય છે.) અથવા “આનાદ્વારા, આનાથી કે આ હોતે છને સંભળાવું તે શ્રત' આવી વ્યુત્પત્તિ લઇએ તો શ્રતજ્ઞાનવારક કર્મનો ક્ષયોપશમ “શ્રત’ શબ્દથી અભિધેય બને. આ ક્ષયોપશમના કારણે (કે તે શબ્દના શ્રવણથી) થતું જ્ઞાન પણ ઉપચારથી “શ્રત' કહેવાય. પછી પૂર્વવત ગૃત એવું જ્ઞાન-શ્રુતજ્ઞાન' એમ વિશેષણ-વિશે...કર્મધારય સમાસ થયો.
મૂળમાં “ચ'પદ આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાનવચ્ચે સ્વામીઆદિઅપેક્ષાએ તુલ્યરૂપતા દર્શાવવા છે. સ્વામીઆદિ અપેક્ષાએ આ સમાનતાનો નિર્દેશ જ્ઞાનના કમઅંગેના પ્રયોજન દર્શાવતી વેળા આચાર્યભગવંત સ્વયં બતાવશે. “એવકાર જાકારઅર્થકે છે, જે આ બે જ્ઞાનનું પરોક્ષજ્ઞાનતરીકે નિયમન કરે છે. અર્થાત “આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ બે જ્ઞાન જ પરોક્ષ છે. (અન્ય નહીં)
અવ-નીચે નીચે વિસ્તાર પામતાં રૂપમયવસ્તસમુદાય બીયતે– જેનાદ્વારા, જેનાથી કે જે હોતે છતે જ્ઞાત થાય તે અવધિ. પૂર્વવત અવધિ એવું જ્ઞાન અવધિજ્ઞાન એમ વિશેષણવિશેષ્યકર્મધારય સમાસ થયો. ચ'પદ આગળ બતાવશે એમ પૂર્વોક્ત બે જ્ઞાન સાથે કાળમર્યાદાની સમાનતાદિ અપેક્ષાએ સમાનતા દર્શાવવાઅંગે છે.
મનપર્યવજ્ઞાન અહીં પર્યવ પરિ+અવ. પરિ “સર્વબાજુએથી' એવા અર્થમાં ઉપસર્ગ છે. “અવ' અવનમ અવ. અત્ ધાતને “તદાદિલ્મો ન કવો' એવા અધિકારમાં કિન એવો ઔણાદિક (ઉણાદિગણસંબંધી)"અ" પ્રત્યય લાગી “અવ' શબ્દ બન્યો. અવ-અવન ગમન-વેદનના પર્યાયવાચીરૂપે છે. તેથી સર્વબાજુએથી ગમન.. કે વેદન.. એવો અર્થ “પર્યવનો થાય. “પર્યય' એવો પાઠ પણ મળે છે. ત્યાં પર્યયણ–પર્યય' અહીં પરિ+ઇ (અય) ધાતુને ભાવઅર્થમાં અત (લ) પ્રત્યય લાગી પર્યયશબ્દ બન્યો. મનમાં કે મનના પર્યવ કે પર્યય મન:પર્યવ મન:પર્યય. સારાંશ- સર્વતયા મનનો બોધ. અથવા મનના પર્યાયો મન:પર્યાય. પયાર્ય એટલે ભેદ કહે, ધર્મ કહે કે બાહ્યવસ્તુ વિચારવાના પ્રકાર કહો એક જ અર્થ છે. તેથી મનના ભેદ, ધર્મ કે વિચારવાના પ્રકારઅંગે જે જ્ઞાન છે, તે મન:પર્યાયજ્ઞાન. મૂળમાં તથા' શબ્દ આગળ બતાવશે તેમ છદ્મસ્થસ્વામી વગેરે. અપેક્ષાએ આ જ્ઞાનનું અવધિજ્ઞાન સાથે સાધર્મ દર્શાવવાઅંગે છે.
કેવળજ્ઞાન કેવલ-અસહાય. આ જ્ઞાન મતિજ્ઞાનાદિજ્ઞાનોથી નિરપેક્ષ લેવાથી અસહાય- કેવળ છે. કેવળ શુદ્ધ. આ જ્ઞાન સર્વથા આવરણરૂપ મળકલંકથી રહિત હોવાથી કેવળ શુદ્ધ છે. કેવળ સકળ. બધા આવરણો નાશ પામ્યા હોવાથી આ જ્ઞાન ઉત્પત્તિના પ્રથમક્ષણથીજ સકળસંપૂર્ણરૂપે જ ઉત્પન્ન થાય છે. કેવળ અસાધારણ:- બીજા ચાર જ્ઞાનોથી તદ્દન વિલક્ષણ અને અતુલ હોવાથી આ જ્ઞાન કેવળ છે. કેવળ અનંત, આ જ્ઞાનના વિષયભૂત શેયપદાર્થો અનંત લેવાથી આ જ્ઞાન અનંત-કેવળ છે. કેવળ લ) એવું જ્ઞાન કેવળલસાન. ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન સઘળાય ભાવ-સ્વભાવનું યર્થાથબોધ કરાવનારું જ્ઞાન કેવળજ્ઞાન. મૂળમાં “ચ'પદ આગળ બતાડનારા અપ્રમત્તસાધવગેરે સ્વામી સાધર્મઆદિ અપેક્ષાએ આ જ્ઞાનનું મન:પર્યજ્ઞાન સાથે સાધર્મ દર્શાવવા છે. u૮૧૬ यदुक्तं- 'पञ्चविधावरणक्षयोपशमादिनिबन्धनत्वात् ज्ञानं पञ्चविधमिति', तत्र क इव किंरूपो जीवः, किमिव वा तस्य ज्ञानं, कथमिव वा तस्य ज्ञानस्यावरणमिति, एतत् दृष्टान्तेन भावयति - “પાંચ પ્રકારના આવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું હોવાથી જ્ઞાન પાંચ પ્રકારે છે એવું જે કહ્યું ત્યાં કોની જેમ કેવા સ્વરૂ૫વાળો જીવ છે? તેનું જ્ઞાન કોના જેવું છે? એ જ્ઞાનનું આવરણ કોના જેવું છે? આ વાત દેષ્ટાન્તથી સમજાવે છે
चंदोव्व होइ जीवो पयतीए चंदिमव्व विन्नाणं ।
घणघणजालनिहं पुण आवरणं तस्स निद्दिढें ॥८१७॥ (चन्द्र इव भवति जीवः प्रकृत्या चन्द्रिकेव विज्ञानम् । घनघनजालनिभं पुनरावरणं तस्य निर्दिष्टम् ॥
*
* * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 123 * * * * * * * * * * * * * * *