________________
++++++++++
ક્ષય કર્યો નથી એવો પુરૂષ જે સમ્યક્ત્વ પામે તે ઔપશષિક સમ્યક્ત્વ છે. અહીં કો'ક જીવ તેવા પ્રકારનો તીવ્ર પરિણામ પામી અપૂર્વકરણ પામે છે ત્યારે મિથ્યાત્વના દલિકોના ત્રણ પુજ કરે છે. અહીં અપૂર્વકરણથી કોદરાની ઉપમાથી મિથ્યાત્વના ત્રણ પુંજ કરે’ એવું વચન છે. આ વ્યક્તિ અનિવર્તિકરણના સામર્થ્યથી સમ્યક્ત્વ પામતીવખતે ક્ષાયોપમિક સમ્યક્ત્વ જ પામે. કેમકે મિશ્રીભાવરૂપ (પૂર્વોક્તક્ષય-ઉપશમભાવરૂપ) પરિણત થયેલા તે દલિકો જ વિપાકથી અનુભૂત થાય છે. અને જે તેવા પ્રકારના મન્દપરિણામના કારણે અપૂર્વકરણ પામવા છતા મિથ્યાત્વના ત્રણપુંજ કરવા સમર્થ બનતો નથી, તે જીવ અનિવત્તિકરણના સામર્થ્યથી ઉદયમાં આવેલા મિથ્યાત્વના ક્ષય અને ઉદયમા નહીં આવેલા મિથ્યાત્વનો સર્વથા ઉદય રોકવાથી ઉખર ભૂમિતુલ્ય બનેલા મિથ્યાત્વના આ વિવર (ગાબડું-છિદ્ર) ને પામી ઔશમિક સમ્યક્ત્વ પામે છે. આ આગમરહસ્ય છે તેથી અહીં‘જો વા અકયતિપુજ' ઇત્યાદિ કહ્યુ. ૫૭૯૮u
अमुमेवार्थं स्पष्टयन्नाह -
આ જ વાત સ્પષ્ટ કરતા કહે છે. →
खीणम्मि उदिन्नम्म उ अणुदिज्जंते य सेसमिच्छत्ते ।
अंतोमुहुत्तमेत्तं उवसमसम्मं लभइ जीवो ॥ ७९९॥
(क्षीणे उदीर्णे तु अनुदीर्यमाणे च शेषमिथ्यात्वे । अन्तर्मुहूतमात्रं औपशमिकसम्यक्त्वं लभते जीवः ॥ )
क्षीण एवोदीर्णे - उदयप्राप्ते अनुदीर्यमाणे च मन्दपरिणामोपपन्नरूपतया उदयमगच्छति च शेषमिथ्यात्वेअक्षीणमिथ्यात्वे किम्?- औपशमिकं सम्यक्त्वं लभते जीवः । कियन्तं कालं यावदित्याह अन्तर्मुहूर्त्तमात्रं, तत ऊर्द्धवमवश्यमवस्थानान्तराभावान्मिथ्यात्वमेव शरणीकरोति, तदुक्तम्- "आलंबणमलहंती जह सट्ठाणं न मुंचए इलिया एवं अकयतिपुंजो मिच्छं चिय उवसमी एइ ॥ १ ॥ त्ति (छा. आलम्बनमलभमाना यथा स्वस्थानं न मुञ्चतीलिका । एवमकृतत्रिपुञ्जो मिथ्यात्वमेवोपशमी एतीति) ॥७९९ ॥
ગાથાર્થ:- ઉદય પામેલા મિથ્યાત્વદલિકો ક્ષય પામે અને મંદપરિણામયુક્તસ્વરૂપ હોવાથી બાકીના મિથ્યાત્વદલિકો (અક્ષીણ મિથ્યાત્વ દલિકો) ઉદય ન પામે એવી અવસ્થાવખતે જીવ ઔપશમિકસમ્યક્ત્વ પામે છે. આ સમ્યક્ત્વ અંતર્મુહૂર્ત ટકે છે, પછી અવશ્યમેવ અન્ય અવસ્થાન ન હોવાથી મિથ્યાત્વનું જ શરણ લે છે. કહ્યું જ છે→ જેમ અન્ય આલંબન ન પામતી ઇયળ પોતાનુ સ્થાન છોડતી નથી. તેમ જેને ત્રણપુ જ કર્યા નથી તેવો ઔપમિકસમ્યક્ત્વી જીવ ફરીથી મિથ્યાત્વે આવે છે. ૫૭૯૯૫
एतदेव सम्यक्त्वं दृष्टान्तेन स्पष्टतरमभिधित्सुराह
-
આ જ સમ્યક્ત્વને દૃષ્ટાન્તદ્વારા વધુ સ્પષ્ટ કરે છે. →
ऊसरदेसं दड्डिल्लयं च विज्झाइ वणदवो पप्प ।
इय मिच्छस्स अणुदए उवसमसम्मं लभइ जीवो ॥८०० ॥
(ऊषरदेशं दग्धं च विध्यायति वणदवः प्राप्य । इति मिथ्यात्वस्य अनुदये औपशमिकं लभते जीवः ॥)
ऊषरं नाम यत्र तृणादेरसंभवस्तद्रूपं देशं, दग्धं वा पूर्वमेवाग्निना प्राप्य वनदवो यथा विध्यायति तत्र दाह्याभावात्, इतिः–एवं तथाविधपरिणामवशान्मिथ्यात्वस्यानुदये सत्योपशमिकं सम्यक्त्वं लभते जीव इति । अत्र वनदवकल्पं मिथ्यात्वं ऊषरादिदेशस्थानीयं तथाविधपरिणामकण्डकमिति । नन्वौपशमिकसम्यक्त्वस्य क्षायोपशमिकसम्यक्त्वात्को विशेषः ? उभयत्रापि ह्यविशेषेणोदितं मिथ्यात्वं क्षीणमनुदितं चोपशान्तमिति, उच्यते-अस्ति विशेषः, क्षायोपशमिके हि सम्यक्त्वे मिथ्यात्वस्य प्रदेशानुभवोऽस्ति नत्वौपशमिके सम्यक्त्वे इति । अन्ये तु व्याचक्षते - श्रेणिमध्यवर्त्तिन्येवौपशमिके सम्यक्त्वे प्रदेशानुभवो नास्ति न तु द्वितीये, तथापि तत्र सम्यक्त्वाण्वनुभवाभाव एव विशेष इति ॥ ८०० ॥
ગાથાર્થ:-જયા ધાસવગેરે ઉગવા અસંભવ હોય એવું સ્થાન ઉખરભૂમિ. અથવા પૂર્વે અગ્નિથી દુગ્ધ(=બળેલો) દેશ ઉખરભૂમિ કહેવાય. આ સ્થાનને પામી દાવાનલ બૂઝાઇ જાય છે, કેમકે ત્યા દાહ્ય ધણનો અભાવ હોય છે. તેમ તેવા પ્રકારના પરિણામના કારણે મિથ્યાત્વનો અનુદય થાય છે, ત્યારે જીવ ઔપમિકસમ્યક્ત્વ પામે છે. અહીં દાવાનળતુલ્ય મિથ્યાત્વ છે. અને ઉખરભૂમિઆદિતુલ્ય તેવાપ્રકારના પરિણામકણ્ડક છે. (કણ્ડક-અધ્યવસાય-પરિણામસ્થાનોના અમુક સમુદાયનું પારિભાષિક નામ છે.)
* * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 115 * *