________________
* * *
* * *
* * * * * *
* * * * * સમ્યકત્વ * * * * * * * * * * * *
* *
*
* * *
(આમ સિદ્ધાંત મતે (૧) જીવ ગ્રંથિભેદ કરે છે (૨) પ્રથમ સમ્યકત્વતરીકે લાયોપથમિક અથવા ઔપથમિકસમ્યકત્વ પામી શકે છે અને (૩) પથમિક સમ્યકત્વ પ્રથમવાર પામેલો પછી (અંતર્મુહૂર્ત રહીને) અવશ્ય મિથ્યાત્વે જાય કેમકે (૪) ને અતિત્રિપુંજ છે. તથા (૫) સમ્યકત્વ પામતાં પહેલા અમુક જીવો જ (બધા નહીં) અપૂર્વકરણવખતે ત્રિપુંજ કરે.
આ સામે કર્મગ્રન્થમતે (૧) જીવના ગ્રંથિભેદની પ્રક્રિયા દેખાતી નથી. (૨) જીવ પ્રથમ સમ્યકત્વતરીકે અવશ્ય ઔપથમિકસમ્યકત્વ જ પામે. (૩) ઔપથમિકસમ્યકત્વનો વધુમાં વધુ છ આવલિકા અને ઓછામાં ઓછો એકસમય બાકી રહે ત્યારે અનંતાનુબંધી કષાયનો ઉદય થાય, તો તેટલો કાળ બીજે સાસ્વાદન ગુણસ્થાને રહી મિથ્યાત્વે જાય. અન્યથા સમ્યકત્વપુંજ ઉદયમાં આવે, તો લાયોપથમિક સમ્યકત્વ પામે. મિશ્રપુંજ ઉદયમાં આવે, તો ત્રીજે ગુણસ્થાનકે જાય, મિથ્યાત્વપુંજ ઉદયમાં આવે, તો પ્રથમ ગુણસ્થાને જાય. કેમકે (૪) આ પથમિકસમ્યકત્વ પામ્યા પછી બધા જ જીવો કૃત્રિપુંજ હોય, કારણ કે (૫) આ સમ્યકત્વ પામવાના પ્રથમ સમયથી નહીં કે અપૂર્વકરણકાળ)મિથ્યાત્વના ત્રણ પુંજ બનાવવાની પ્રક્રિયા શરુ કરે.)
પ્રશ્ન:- પથમિકસમ્યકત્વ અને ક્ષાયોપથમિકસમ્યકત્વ આ બન્ને સ્થળે સમાનતયા ઉદિત મિથ્યાત્વનો ક્ષય અને અનુદિત મિથ્યાત્વને ઉપશાને બતાવ્યું. તો પછી આ બન્ને સમ્યકત્વમાં શો ભેદ-વિશેષતફાવત છે?
ઉત્તર:- અહીં વિશેષ આ છે – ક્ષાયોપથમિકસમ્યકત્વમાં મિથ્યાત્વના દલિકોનો પ્રદેશોદય હોય છે (મિથ્યાત્વદલિકો ઉદયમાં આવે છે પણ શુદ્ધરૂપ પામ્યા હોવાથી મિથ્યાત્વરૂપ ફળનો અનુભવ કરાવતા નથી.) જયારે ઔપશમિકસમ્યકત્વમાં મિથ્યાત્વનો પ્રદેશોદય પણ નથી. અહીં બીજાઓ આમ વ્યાખ્યા કરે છે-ઉપશમશ્રેણિમાં રહેલા ઓપશમિકસમ્યકત્વમાં જ મિથ્યાત્વનો પ્રદેશોદય નથી, બીજા (અકૃત્રિપુંજ) ઔપથમિકસમ્યકત્વસ્થળે તો મિથ્યાત્વનો પ્રદેશોદય છે જ. તો પણ ત્યાં સમ્યકત્વ પામેલા કર્માણુઓનો અનુભવ નથી, બસ એ જ વિશેષ છે. (પ્રથમમતે મિથ્યાત્વઅણુઓ શુદ્ધ-સમ્યકત્વરૂપે ઉદયમાં આવે એ જ મિથ્યાત્વનો પ્રદેશોદય છે, જયારે બીજા મતે મિથ્યાત્વનો પ્રદેશોદય અને સમ્યકત્વરૂપે ઉદય એ બે ભિન્ન વસ્તુ છે.) ૮૦ના સાયિકાદિસમ્યકત્વનું સ્વરૂપ इदानीं क्रमप्राप्तं क्षायिकसम्यक्त्वमाह - હવે ક્રમ પ્રાપ્ત ક્ષાયિકસમ્યકત્વ બતાવે છે.”
खीणे दंसणमोहे तिविहम्मिवि भवणिदाणभूयम्मि ।
निप्पच्चवातमतुलं सम्मत्तं खाइगं होति ॥८०१॥ (क्षीणे दर्शनमोहे त्रिविधेऽपि भवनिदानभूते । निष्प्रत्यापायमतुलं सम्यक्त्वं क्षायिकं भवति ॥ क्षीणे-क्षपकश्रेणिमनुप्रविष्टस्य सत एकान्तेनैव प्रलयमुपगते दर्शनमोहनीये त्रिविधेऽपि मिथ्यात्वसम्यग्मिथ्यात्वसम्यक्त्वभेदभिन्ने, किंविशिष्टे इत्याह- 'भवनिदानभूते' भवः-संसारस्तत्कारणभूते, निष्प्रत्यपायम्-अतीचाररूपापायरहितम् अतुलम्अनन्यसदृशमासन्नतया मोक्षहेतुत्वात् यत् सम्यक्त्वं भवति तत् क्षायिकमित्युच्यते। मिथ्यात्वादिक्षयेण निर्वृत्तं क्षायिकम्।।८०१॥
ગાથાર્થ:- જયારે ક્ષપકશ્રેણિમાં પ્રવેશેલા જીવના સંસારમાં કારણભૂત મિથ્યાત્વ, સમ્યશ્મિથ્યાત્વ (મિશ્ર) અને સમ્યકત્વરૂ૫ દર્શનમોહનીયની ત્રણેય પ્રકૃતિઓ નિર્મળ નાશ પામે છે ત્યારે અતિચારરૂપ અપાય(હાનિ) થી રહિત, અને મોક્ષમાટે અત્યંત નજીકનું કારણ છેવાથી અનન્યસંદેશ (=અસામાન્ય) એવું જે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે સાયિક સમ્યકત્વ કહેવાય છે. મિથ્યાત્વાદિના ક્ષયથી ઉત્પન્ન થયેલું તે ક્ષાયિક એવી વ્યુત્પત્તિ છે. ૮૦ના सांप्रतमवसरप्राप्तं कारकादिसम्यक्त्वमभिधित्सुराह - હવે અવસર પ્રાપ્ત કારકાસિમ્યકત્વનું નિરૂપણ કરતાં કહે છે.
__ जं जह भणियं तं तह करेइ सति जम्मि कारगं तं तु ।
रोयगसंमत्तं पुण स्इमेत्तकरं मुणेयव्वं ॥८०२॥ (यद् यथा भणितं तत्तथा करोति यस्मिन् कारकं तत्तु । रोचकसम्यक्त्वं पुनः संचमात्रकरं ज्ञातव्यम् ॥) यदनुष्ठानं यथा सूत्रे भणितं तद् यस्मिन् सम्यक्त्वं परमविशुद्धिरूपे सति तथा करोति तत्कारकमित्युच्यते, कारयतीति कारकमिति । रोचकसम्यक्त्वं पुनः रुचिमात्रकरं ज्ञातव्यं, रोचयति-चिं कारयति तथाविधविशुद्धिभावाद्विहितानुष्ठान રૂતિ રોવમ્ l૮૦૨ ||
ગાથાર્થ:- સૂત્રમાં જે અનુષ્ઠાન જેવું બતાવ્યું હોય, તે અનુષ્ઠાન તે જ રૂપે જે પરમવિશુદ્ધિરૂપ સમ્યકત્વની હાજરીમાં કરે તે સમ્યકત્વ “કારક એમ કહેવાય છે. અહીં કરાવે તે કારક’ એવી વ્યસ્પત્તિ છે. રોચકસમ્યકત્વ માત્ર રુચિ જ કરાવે
* * *
* * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 116 * * * * * * * * * * * * * * *