________________
શન્વિટેશનન
स्वहेतुभ्यस्तथास्वभावमुत्पन्नं येन तदवश्यं जीवस्य बाध्यं भवति, उक्तं च- "उभयोस्तत्स्वभावत्वे, तत्तत्कालाद्यपेक्षया । बाध्यबाधकभावः स्यात् सम्यग्न्यायाविरोधतः ॥१ ॥” इति । ततः साधूक्तं कर्म्मभिरनेकधा जितपूर्वोऽपि जीवः कदाचित् स्वभावत एवोत्थितेन निजवीर्येण बलवदपि कर्म्म जयतीति ॥७८३ ॥
ગાથાર્થ:- ‘તથાભવ્યત્વ'ના પરિપાકથી ઉદ્ભવેલા પોતાના જ વીર્ય–પરાક્રમથી ક્યારેક (=આસનમોક્ષકાળે) આ જીવ બળવાન એવા પણ દર્શનમોહનીયાદિ કર્મોને અવશ્ય જીતે છે-પછાડે છે. (મોક્ષગામી જીવોનું ભવ્યત્વ સમાનતયા હોવા છતા તેઓ બધા ઍકકાળે મોક્ષમા જવાના બદલે અલગઅલગ કાળે મોક્ષમા જાય છે, તેમા તે દરેક જીવનું અલગઅલગ તથાભવ્યત્વ કારણ છે. અર્થાત્ બધાનું ભવ્યત્વ પાકવાનો–સીઝવાનો સમય અલગ અલગ છે. ભવ્યત્વપરિપાકની કાલિકયોગ્યતા ભિન્નભિન્ન છે. જેમકે દરેક કેરીમા પાકવાની યોગ્યતા સમાન હોવા છતાં તે દરેકની અંગત યોગ્યતા એવી હોય છે કે કોક જલ્દી પાકે કો'ક મોડી, તેથી અહીં તથાભવ્યત્વનો ઉલ્લેખ કર્યો) અહીં દૃષ્ટાન્ત બતાવે છે– (કોક ને શંકા થાય કે અનંતકાળથી જીવને દબાવનાર–પછાડનાર–કચડી નાખનાર કર્મને જીવ શી રીતે પછાડી શકે? તો એના સમાધાનમાં આ દૃષ્ટાન્ત છે-) કો'ક મલ્લ બીજા મલ્લથી પૂર્વે ઘણીવાર હારી ચૂક્યો હોય, છતા કચારેક પોતાના વીર્યાન્તરાયના ક્ષયોપશમના સામર્થ્યથી સ્વભાવથી જ ઉદ્ભવેલા પોતાના વીર્યથી કુસ્તીના મેદાનમા એ બીજા મલ્લને ધોબીપછાડ ખવડાવી વિજયી થાય એમ બને છે. (પૃથ્વીરાજ ચૈહાણથી સત્તરવાર હારેલા શાહબુદ્દીને અઢારમી વાર પૃથ્વીરાજને ભૂંડો પરાજય આપેલો એમ ઇતિહાસ કહે છે.) આ જ પ્રમાણે આ જીવ પણ પૂર્વ કર્મથી અનેકવાર અનેકરીતે પરાજિત થયો છે. છતા પણ કચારેક સ્વભાવથી જ પ્રગટેલા પોતાના પ્રચંડ વીર્યબળથી એ કર્મોને કચડવા સમર્થ બને છે. અહીં કહેવાનો ભાવ આ છે→ જો કે પૂર્વવત્ હમણા પણ આ જીવ દર્શનમોહનીયવગેરે કર્મોથી કલુષિત છે, છતાં પણ તેનો (=જીવનો) જ એક એવા પ્રકારનો અનાદિપારિણામિકસ્વભાવ રહેલો છે (-તથાભવ્યત્વ) કે જેથી અમુકકાળ સુધી એ (=જીવ) કર્મોથી પીડિત થાય, ત્યારબાદ તો તે જ (=જીવ જ)એ કર્મોને પીડનારો થાય. કહ્યું જ છે કે→‘ત્યારબાદ (ગ્રંથિભેદ પછી)દૈવ (-ભાગ્ય-કર્મ) બાધિત થાય છે અને આ (=પુરુષકાર) ઉછળે છે. (યોગબિંદુ ગા. ૩૩૯) પહેલા બંધાયેલા દર્શનમોહનીયવગેરે કર્યો પોતાના હેતુઓમાંથી એવા ઉદ્દ્ભવેલા કે જેથી તેઓ જીવને સમ્યક્ત્વાદિ ગુણસમુદાયની પ્રાપ્તિમા બાધક બને. જયારે વિક્ષિતકાળ ` એ જ કર્યો પોતાના હેતુઓથી એવી રીતે ઉદ્દભવે કે જેથી પોતાના સ્વભાવથી જ તે અવશ્ય જીવથી બાધિત થાય. (જીવે જયારે એ કર્મોને બાંધ્યા ત્યારે તેવો તીવ્ર અશુભઅધ્યવસાય ન હતો કે જેથી નિકાચિતરૂપને પામે અથવા તીવ્રસાનુબંધવાળા બને અથવા તીવ્ર અશુભરસથી યુક્ત બને... તેથી જયારે જીવ તેવા શુભઅધ્યવવ્યસાયમા રહે છે, ત્યારે તે કર્મો કાં તો સ્વઅશુભ ફળ બતાવ્યા વિના જ વિરામ પામે છે (-પ્રદેશોદય) અથવા નવા અશુભકર્મોનુ નિમિત્ત બન્યા વિના જ ભોગવાઇ જાય છે. અથવા પોતાનુ મંદફળ બતાવી ખપી જાય છે, જેથી જીવ ઍ કર્મપર પોતાનું આધિપત્ય સ્થાપી શકે.) કહ્યું જ છે કે→ બન્નેનો (=કર્મ-પુરુષકારનો) તે-તે સ્વભાવ (પરસ્પર બાધ્ય–બાધકસ્વભાવ) હોવાથી તે—તે કાળાદિની અપેક્ષાએ ન્યાયને (સયુક્તિને) વિરોધ ન આવે તેમ પરસ્પરનો ધ્યબાધકભાવ થાય છે. ઘા" (યોબિંદુ ગા. ૩૨૯) તેથી કર્મથી પૂર્વે અનેકવાર જીતાયેલો પણ જીવ કચારેક સ્વભાવથી જ ઉદ્ભવેલા સ્વવીર્યથી બળવાન એવા પણ કર્મને ચકચૂર કરે છે” એવું કથન યોગ્ય જ છે. (તાત્પર્ય:- જીવનો કર્મને દબાવતો ગુણપ્રાપકસ્વભાવ (-તથાભવ્યત્વ) અનાદિસિદ્ધ જ છે. આવ-જા કરતો નથી. તેથી પૂર્વે પણ હતો જ. પણ તે વખતે કાળાદિ અનુકુળ ન હોવાથી કર્મથી તે સ્વભાવ અને જીવ દબાયેલા હતા. પછી કાળાદિ અનુકૂળ થવાથી, કર્મની તીવ્રતા પણ કાંક મંદ પડવાથી અને ચતુ:શરણસ્વીકારાદિ બાહ્ય સામગ્રી પામવાથી આ સ્વભાવ અને તેથી જીવવીર્ય પ્રબળ થવાથી કર્મ બાધિત થાય અને ગુણ પ્રાપ્ત થાય.) ૫૭૮ા
બાઢ
एतच्चिय निद्दिट्ठा तुल्लबला दिव्वपुरिसगारावि । समयन्नूहि अन्नह पावइ दिट्ठेट्ठबाहा उ ॥७८४॥
(अत एव निर्दिष्टौ तुल्यबलौ दैवपुरुषकारावपि । समयज्ञैरन्यथा प्राप्नोति दृष्टेष्टबाधा तु ॥)
यत एवेत्थं स्वस्वभावनियमादनियतः कर्म्मात्मनोर्बाध्यबाधकभावः अत एव हेतोर्दैवपुरुषकारावपि तुल्यबलौ समयज्ञैःप्रवचनार्थतत्त्वज्ञैर्निर्दिष्टौ । दैवमिति हि शुभाशुभं कर्माभिधीयते, पुरुषकारस्त्वात्मव्यापारः, उक्तं च-“दैवं नामेह तत्त्वेन, कर्मैव हि शुभाशुभम् । तथा पुरुषकारस्तु, स्वव्यापारो हि सिद्धिदः ॥ १ ॥” इति । कर्माऽऽत्मनोश्च बाध्यबाधकभावे तुल्यबलता प्रागभिहितैव । इत्थं चैतदङ्गीकर्त्तव्यमन्यथोदितदैवपुरुषकारस्वरूपानभ्युपगमे तयोस्तुल्यबलताऽभ्युपगमेऽपि તૂટેટવાધા પ્રપ્રોતિ I૭૮૪
ગાથાર્થ:- આમ સ્વસ્વભાવનિયમના કારણે કર્મ અને આત્માનો બાધ્યબાધકભાવ અનિયત છે. (પૂર્વે કર્મ બાધક, આત્મા બાધ્ય, પછી આત્મા બાધક, કર્મ બાધ્ય. આ અનિયતભાવ અહીં ઇષ્ટ છે.) તેથી જ પ્રવચન (જિનાગમ) ના અર્થના તત્ત્વને (=હાર્દને) સમજેલા પ્રાજ્ઞપુરૂષોએ દેવ (=ભાગ્ય) અને પુરુષાર્થને સમાન બળવાન કહ્યા છે. દૈવથી શુભાશુભ કર્મનું અભિધાન થાય છે.
- ધર્મસગ્રહણિ-ભાગ ૨ - 107