________________
++
+
+
++
+
++
+
+
+
+
+
+
+
+
+
+
न्य
श
*
*
**
*
*
*
*
*
*
**
*
*
*
*
*
*
*
શંકા:- સમ્યકત્વનો લાભ થવામાત્રથી જીવોનો અનન્તભાવથી ભાવિત સંસાર શીઘ નાશ શી રીતે પામે? કેમકે લાંબાકાળથી આત્મીયભાવને પામેલો એ સંસાર પ્રતિપક્ષ (=સમ્યકત્વ-મોક્ષ) ની ભાવનામાત્રથી જ મૂળથી ઉખડી જાય, તે અશક્ય છે. અનેક લાખ જવાળાઓથી વ્યાપ્ત પ્રબળ દાવાનળ પાણીના એક બુંદમાત્રથી શાંત પડી જાય તે અશક્ય છે. ૭૭૩ાા कथमित्याहઆ શંકાનો પરિવાર શી રીતે થાય? તે બતાવે છે.
ओहेण दीहकालो जम्हा पडिवक्खभावणाएवि ।
सम्मत्तं तीएँ फलं केवलमिव चरणकिरियाए ॥७७४॥ (ओघेन दीर्घकालो यस्मात् प्रतिपक्षभावनाया अपि । सम्यक्त्वं तस्याः फलं केवलमिव चरणक्रियायाः ॥) यस्मात्प्रतिपक्षभावनाया अपि, न केवलं संसारस्येत्यपिशब्दार्थः, ओघेन-सामान्येन दीर्घः कालो विद्यते भव्यानामपि हि प्रायोऽनन्तशो ग्रन्थिदेशसंप्राप्तिनं च सा प्रतिपक्षभावनामन्तरेणेति । यत्पुनः सम्यक्त्वं तत्तस्या एव दीर्घकालभाविन्याः प्रतिपक्षभावनायाः फलं, यथा-चरणक्रियाया दीर्घकालभाविन्याः फलं केवलं-केवलज्ञानम् । ततः केवलज्ञानलाभ इव सम्यक्त्वलाभेऽपि संसाराभावः शीघ्रमुपजायमानो न दोषाय भवति ॥७७४ ।। - ગાથાર્થ:- માત્ર સંસારભાવનાનો કાળ જ દીધું છે, એમ નથી. સામાન્યત: પ્રતિપક્ષભાવનાનો કાળ પણ દીધું છે. કારણ કે ભવ્યજીવો પણ અનન્સીવાર ગ્રન્થિદેશને પ્રાપ્ત કરે છે, અને ગ્રન્થિદેશની પ્રાપ્તિ પ્રતિપક્ષભાવના વિના સંભવે નહીં. આ દીર્ધકાલભાવી પ્રતિપક્ષભાવનાનું જ ફળ સમ્યકત્વ છે. જેમકે દીર્ધકાળભાવી ચારિત્રક્રિયાનું ફળ કેવળજ્ઞાન છે. તેથી કેવળજ્ઞાનલાભની જેમ સમ્યકત્વના લાભમાં પણ સંસારનો અભાવ શીઘ થાય, તેમાં દોષ નથી. ૭૭૪ સમ્યફ ત્વની પ્રકર્ષગુણરૂપતાની સિદ્ધિ एतदेव भावयति - આ જ અર્થનું ભાવન કરે છે
जह केवलम्मि पत्ते तेणेव भवेण वन्निओ मोक्खो ।
पगरिसगुणभावातो तह संमत्तेऽवि सो समओ ॥७७५॥ (यथा केवले प्राप्ते तेनैव भवेन वर्णितो मोक्षः । प्रकर्षगुणभावात् तथा सम्यक्त्वेऽपि स समकः । यथा केवले-केवलज्ञाने प्राप्ते सति तेनैव भवेन मोक्षः समये वर्णितः, प्रकर्षगुणभावात्-प्रकर्षगुणरूपत्वात्तस्य केवलज्ञानस्य, तथा सम्यक्त्वेऽपि प्राप्ते सति स-मोक्षः समकः-तुल्यः, तस्यापि प्रकर्षगुणरूपतया तत्प्राप्तौ शीघ्रमुपजायमानो मोक्षो न दुष्यतीत्यर्थः ॥७७५॥
ગાથાર્થ:- કેવળજ્ઞાન પ્રકર્ષણરૂપ છે, તેથી “કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે તે જ ભવમાં મોક્ષ થાય' એમ આગમમાં કહ્યું છે. તે જ પ્રમાણે સમ્યકત્વની પ્રાપ્તિમાં પણ મોક્ષ તત્યરૂપે છે. કારણ કે સમ્યકત્વ પણ પ્રકર્ષગુણરૂપ છે. તેથી સમ્યકત્વની પ્રાપ્તિમાં શીઘ મોક્ષની પ્રાપ્તિ થવી દોષરૂપે નથી. ૭૭પા अथ कथमिदं सम्यक्त्वं प्रकर्षगुणरूपमित्यत आह - શંકા- “આ સમ્યકત્વ પણ પ્રકર્ષણરૂપ છે. તે કેવી રીતે કહો છો? અહીં આચાર્યવર સમાધાન બતાવે છે. -
पगरिसगुणो य एसो जम्हा समएऽवि सव्वजीवाणं ।
गेवेज्जगोववातो भणितो तेलोक्कदंसीहिं ॥७७६॥ (प्रकर्षगुणश्च एष यस्मात् समयेऽपि सर्वजीवानाम् । ग्रैवेयकोपपातो भणितस्त्रैलोक्यदर्शिभिः ॥) प्रकर्षगुणरूपश्च 'एष' इदं सम्यक्त्वं, गुणलिङ्गग्रहणादेष इति पुंस्त्वेन निर्देशो न विरुध्यते, यस्मात्त्रैलोक्यदर्शिभिः सर्वज्ञैः समये-प्रवचने, अपिशब्दो भिन्नक्रमः, स चैवं-सर्वजीवानामपि ग्रैवेयकोपपातो भणितः ॥७७६॥
ગાથાર્થ:-સમાધાન:-આ સમ્યકત્વ પ્રકર્ષગુણરૂપ છે. (અહીં “સમ્યકત્વપદ નપુંલિંગવાળું હોવા છતાં “ગુણ'પદ પુલિંગ છે. અને તેને આશ્રયી મૂળમાં પુલિંગ નિદેશ છે. તેથી વિરોધ નથી.) કેમકે વૈલોક્યદર્શી (=સર્વજ્ઞ) ભગવાને આગમમાં બધા જીવોને પણ રૈવેયકદેવલોકની પ્રાપ્તિ દર્શાવી છે. (મૂળમાં અપિ (પણ) શબ્દનો અન્વય “સર્વજીવોના પદસાથે છે.) ૭૭૬
***********
*****
लि-ला२ - 103 ****
*
*
*
*
*
*
*
*
*
*
*