________________
++ + + + + + + + + + + + + ++ ++ ला ++++++++++++++++++
जीवस्स कम्मजोगो इति एसो दंसिओ समासेणं ।
एत्तो पुव्वुद्दिटुं वोच्छामि अहक्कम धम्मं ॥७४८॥
(जीवस्य कर्मयोग इति एष दर्शितः समासेन । इतः पूर्वमुद्दिष्टं वक्ष्ये यथाक्रमं धर्मम् ॥ इतिः-एवमुपदर्शितेन प्रकारेण जीवस्य कर्मयोगो दर्शितः समासेन-संक्षेपेण न तु सकलोत्तरभेदस्वरूपादिप्रदर्शनेन। इतः- ऊर्ध्वं 'जीवाण भावधम्मो' इत्यादिना ग्रन्थेन पूर्वमुद्दिष्टं धर्म यथाक्रममहं वक्ष्यामि ॥७४८॥
ગાથાર્થ:- આમ ઉપરોક્ત પ્રકારે સંક્ષેપથી જીવનો કર્મયોગ બતાવ્યો. (બધા ઉત્તરભેદસ્વરૂપ બતાવ્યા નથી, તેથી સંક્ષેપથી કહ્યું) હવે, જીવોનો ભાવધર્મ....' ( ગા. ૩૩) ઈત્યાદિ પંક્તિથી પૂર્વે જે ધર્મનો નિર્દેશ કર્યો હતો. તે ધર્મનો હવે યથાક્રમ નિર્દેશ કરશું ૭૪૮ तत्र स्वरूपं तावत्तस्यैवोपदर्शयन्नाह - તેમાં સૌ પ્રથમ ધર્મનું જ સ્વરૂપે વર્ણવતા કહે છે.
सम्मत्तनाणचरणा मोक्खपहो वन्निओ जिणिंदेहिं ।
सो चेव भावधम्मो बुद्धिमता होति नायव्वो ॥७४९॥ ' (सम्यक्त्वज्ञानचरणानि मोक्षपथो वर्णितो जिनेन्द्रैः । स एव भावधर्मो बुद्धिमता भवति ज्ञातव्यः ॥) - . यतः सम्यक्त्वज्ञानचरणानि जिनेन्द्रैर्मोक्षपथो वर्णितस्ततः स एव बुद्धिमता भावधर्मो भवति ज्ञातव्यः । तस्यैव शिवगतिधारणादिलक्षणान्वर्थयुक्तत्वात् ॥७४९॥
ગાથાર્થ:- જિનેન્દ્રોએ સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રના સમુદાયને મોક્ષમાર્ગ તરીકે બતાવ્યો છે. તેથી તેને જ (એ સમુદાય) મોક્ષગતિમાં ધારી રાખવા(સ્થિર રાખવા) આદિરૂપ ધર્મ શબ્દના અન્વર્થથી યુક્ત હોઈ બુદ્ધિમાનોએ ધર્મરૂપ સમજવો. ૭૪લા
संपत्ती य इमस्सा कम्मखयोवसमभावजोगातो ।
जह जायइ जीवस्सा वुच्छामि तहा समासेणं ॥७५०॥
(संप्राप्तिश्चास्य कर्मक्षयोपशमभावयोगतः। यथा जायते जीवस्य वक्ष्यामि तथा समासेन ॥) संप्राप्तिश्चास्य-भावधर्मस्य यथा-येन प्रकारेण कर्मक्षयोपशमभावयोगतो जायते जीवस्य तथा अहं वक्ष्यामि समासेन-संक्षेपेण, संक्षिप्तसंचसत्त्वानुग्रहफलत्वादस्य प्रयासस्य ॥७५०॥
ગાથાર્થ:- આ ભાવધર્મની પ્રાપ્તિ જીવને કર્મના લયોપશમરૂપ ભાવના કારણે જે પ્રકારે થાય છે તે અમે સંક્ષેપથી કહીશું, કારણ કે અમારો આ પ્રયત્ન ખાસ કરીને સંક્ષિપ્તચિવાળા જીવોપર અનુગ્રહના ઉદ્દેશથી યુક્ત છે. u૭૫ના प्रतिज्ञातमेवाह - હવે આ પ્રતિજ્ઞાનો નિર્વાહ કરતા કહે છે.
वन्नियकम्मस्स जया घसणघोलणनिमित्ततो कहवि ।
खविता कोडाकोडी सव्वा एक्वं पमोत्तूणं ॥७५१॥ (वर्णितकर्मणो यदा घर्षणघूर्णननिमित्ततः कथमपि । क्षपिताः कोटीकोट्यः सर्वा एका प्रमुच्य ) वर्णितकर्मणः-प्रागभिहितस्थितिकस्य कर्मणः यदा घर्षणघूर्णननिमित्ततो नानायोनिषु विचित्रसुखदुःखानुभवनेनेतियावत् कथमपि-केनचिदनिर्देश्यस्वरूपेण प्रकारेण क्षपिताः-प्रलयं नीता भवन्ति कोटीकोटयः सर्वा अपि ज्ञानावरणीयादिसंबन्धिन्यः । किं सामस्त्येन? नेत्याह-एकां सागरोपमकोटीकोटी प्रमुच्य ॥७५१॥
ગાથાર્થ:- જીવ અનેકયોનિઓમાં ભમતાં ભમતા વિચિત્ર સુખ-દુ:ખના અનુભવદ્વારા ઉદયમાં આવેલા કર્મોને ખપાવે છે. આમ ઇચ્છા વિના પણ-અકામનિર્જરાથી ઘર્ષણધૂર્ણનન્યાયથી નદીમાં રહેલા પથ્થરોને ગોળ થવાનો કોઈ આશય નથી, છતાં પરસ્પર અથડાતા કૂટાતા સમય પસાર થયે સહજ ગોળાકારરૂપ ધારણ કરે છે. તથા લાકડામાં રહેલી ઉધઈ લાકડાને એવી રીતે કોરી ખાઈ કે જેથી તેમાં ઉધઈના કોઈ તેવા ઇરાદા વિના જ “અ” વગેરે વર્ણાક્ષરો ઉપસી આવે. આ બે દષ્ટાન્તને આશ્રયી ઘર્ષણવૃર્ણનન્યાય છે.) જીવ પૂર્વે બતાવેલી સ્થિતિવાળા જ્ઞાનાવરણીયાદિ કર્મની કોક અનિવાર્ચનીયસ્વરૂપે (કે અનિયત સ્વરૂપે) સ્થિતિદ્દાસ કરે છે, અને એક કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિને છોડી ઉપરની તમામ કોટાકોટી સાગરોપમ જેટલી સ્થિતિનો ક્ષય કરે છે. ૭૫૧ ++++++++++++++++ A-लास -93 +++++++++++++++