________________
બાઘાર્થસિદ્ધિ જૈ
+++++++
જો અવયવી અમૂર્ત હોય.. (ગા. ૬૫૯) ઇત્યાદિ જે કહ્યું તે પણ અમે સ્વીકારેલા અવયવીને આશ્રયી સર્વથા નિરવકાશ છે. તથા *પોતાના જનક અવયવોમાથી આની (અવયવીની) ઉત્પત્તિ થવી વગેરે વાત બરાબર નથી (ગા. ૬૬૨) ઇત્યાદિ જે બીજાઓ (=બૌદ્ધો) એ કહ્યુ તે પણ અન્યોને દોષરૂપ બની શકે છે, અમને નહીં.કારણ કે પરમાણુઓ પણ તેવા પ્રકારના વિચિત્રસ્વભાવવાળા હોવાથી તેવા તેવા રૂપે પરિણામ પામે છે (=પરિણામી છે.) તેવુ અમે સ્વીકાર્યું છે. અને તે પરમાણુઓનો જ તેવા પ્રકારનો જે એકત્વપરિણામ છે, તે જ અવયવીતરીકે માન્ય છે. આમ હોવાથી જ ‘તુલાના નમવામા વિશેષનું ગ્રહણ ન થવું' એ પણ દોષરૂપ નથી. અર્થાત કેવલ અવયવોના પ્રત્યેકઅવસ્થાના વજનમા અને અવયવીના હાજરીવખતના વજનમા તફાવત નજરે ન ચડવો એ દોષરૂપ નથી, કેમકે અમે અહીં અવયવીને કંઇ અવયવોથી ભિન્ન-અલગ દ્રવ્યરૂપ માનતા નથી. તેથી અવયવોની પ્રત્યેકઅવસ્થામા જે વજન હોય, તે જ વજન અવયવીની હજીની અવસ્થામા હોય, તે દોષરૂપ નથી, બલ્કે અમે જે અવયવોના તથાપરિણામરૂપ અવયવીને સ્વીકારીએ છીએ, તેને જ પુષ્ટ કરતું હોવાથી ગુણરૂપ છે.
તથા, જ્ઞાનવાદીએ (૧) સ્વરૂપમાં વિકાર (૨)જ્ઞાનના વિષય (૩)અર્થાન્તરનો સંસર્ગ અને (૪)એકસાથે વિધિ (=વિધાન) અને પ્રતિષેધના વિષય થવું આમ ચારપ્રકારે કમ્પ (=ચલન) અકમ્પ (સ્થિરતા) આદિરૂપ વિરુદ્ધધર્મનો સંસર્ગ જે કહ્યો છે તે પણ અમને બાધારૂપ નથી કારણ કે પરમાણુઓનો જ તેવો વિચિત્રસ્વભાવ હોવાથી તેઓનો જે કથંચિત એકત્વપરિણામ છે તે અવયવી છે, અહીં એકત્વપરિણામ એટલે સમાનપરિણામ સમજવું. આ સમાનપરિણામ પરમાણુઓના એકાન્તા ભેદમાં સંભવે નહીં, અર્થાત તેઓમા (પરમાણુઓમા ) એકાન્તઅભેદ ઉદ્ભવતો નથી, પરંતુ કથંચભેદભાવ ઊભો રહે છે. તેથી જ અલગ અલગ પરમાણુઓને આશ્રયી વિરુદ્ધધર્મનો સંસર્ગ દોષરૂપ નથી, કેમ કે એકમાં જ વિરુદ્ધધર્મનો સંસર્ગ વિરુદ્ધરૂપ છે, નહીં કે અનેકમાં. તેથી પૂર્વે કહેલા દોષોનો અહીં થોડો પણ અવકાશ નથી. ૫૭૧૮ા
તથા પાઘ -
તેથી જ આચાર્ય કહે છે →
रु एगाणेगसस्वं वत्थु च्चिय दव्वपज्जवसहावं ।
जह चेव फलनिमित्तं तह भणियं जिणवरिंदेहिं ॥७१९ ॥
(एकानेकस्वरूपं वस्तु एव द्रव्यपर्यायस्वभावम् । यथैव फलनिमित्तं तथा भणितं जिनवरेन्द्रैः ॥)
'चियेति' निपातोऽवधारणार्थः, स च भिन्नक्रमः । वस्तु द्रव्यपर्यायस्वभावम् - अनुगमव्यावृत्तिस्वभावम् एकानेकस्वरूपमेव- साधारणासाधारणस्वरूपमेव सत् यथैव फलनिमित्तं भवति - विशिष्ट परिदृश्यमानवत्तदर्थक्रियासमूहकारि भवति तथैव भणितं जिनवरेन्द्रैः- क्षीणसकलरागादिदोषजालैस्तीर्थकरैः, तत्कथमिहानन्तरोक्ततुच्छशठोक्तीनामवकाशः ?, तस्मात् घटत एव बाह्योऽर्थ इति स्थितम् ॥७१९ ॥
ગાથાર્થ:- (મૂળમાં ‘ચિય’પદ જકારઅર્થમાં નિપાત છે, અને તેનો અન્વય એકાનેકસ્વરૂપની સાથે કરવાનો છે) દરેક વસ્તુ (૧) દ્રવ્ય અનુગમ અને પર્યાય-વ્યાવૃત્તિ સ્વભાવવાળી છે. તેથી જ (૨) એક-સાધારણ અને અનેક= અસાધારણ સ્વરૂપવાળી છે. આવી વસ્તુ (૩) નિમિત્ત=જેવી રીતે દેખાતી વિશિષ્ટ તે તે અર્થક્રિયાઓના સમુદાયને કરનારી છે. તેવા જ પ્રકારે સકળરાગાદિદોષોના સમુદાયથી રહિત એવા જિનવરેન્દ્રો-તીર્થંકરોએ પ્રરૂપણા કરી છે. અર્થાત્ ભગવાને વસ્તુને દ્રવ્ય-પર્યાયઉભયાત્મક એકાનેક સ્વરૂપવાળી કહી છે. અને ઉભયને અનુગત અર્થક્રિયાઓથી યુક્ત બતાવી છે, અને હકીકતમાં વસ્તુ એ જ પ્રમાણે દેખાય છે. આમ તીર્થંકરપ્રણીત વસ્તુતત્વ એકદમ વ્યવસ્થિત છે. તેથી અહીં જ્ઞાનવાદીઓના તુચ્છ ઠગનારા વચનોને બિલ્કુલ અવકાશ નથી. આમ બાહ્ય અર્થ ઘટી શકે છે. એવો નિર્ણય થાય છે. ૫૭૧૮૫
મા સર્પજ્ઞાનાદિ ભ્રાન્તિ જ્ઞાનવાદીમતે અસિદ્ધ
रज्जुम्मि सप्पणाणं एमादि जमुत्तमेयमवि मोहो ।
बज्झत्थाभावे रज्जूसपो कुतो एयं ? ॥७२० ॥
(रज्जौ सर्पज्ञानमेवमादि यदुक्तमेतदपि मोहः । बाह्याथीभावे यद् रज्जुः सर्पः कुत एतद् ? II)
यदपि प्रागुपसंहरता 'रज्जुम्मि सप्पनाण' मित्याद्युक्तमेतदपि विचार्यमाणं परेषां मोह एव - मोहसूचकमेव । कुत इत्याह- 'बज्झत्थेत्यादि' यत् - यस्माद्वाह्यार्थाभावे सति 'रज्जुरियमयं सप्र्प इत्येतदपि कुतो ? नैव कुतश्चिदित्यर्थः । ततो बाह्यार्थानभ्युपगमे यदेतदुच्यते तत्केवलं मोह इति ॥ ७२० ॥
* * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 82 * * * *