________________
+++
મા બાાર્યસિદ્ધિ મ
કારણ કે ઉત્પાદ વિના સ્થિતિ સંભવે નહિ. બે પરમાણુઓ જયારે સર્વથા સંબંધ પામે છે, ત્યારે તેવા પ્રકારનું એકીભૂત થયેલ બાદરમૂર્ત્તત્વરૂપ ધારણ કરે છે. અને આમ ઉપચય થવાથી અણુરૂપતાને છોડે છે.
શંકા:- આવો તાત્પર્યબોધ શી રીતે થઇ શકે?
સમાધાન:- અહીં એક નિયમ સમજી રાખો. → જે સત્ વસ્તુ છે, તેનો કચારેય સર્વથા નાશ થતો નથી. અને જે અત્યન્ત અસત્ છે તે કયારેય ઉત્પન્ન થાય નહિ” કહ્યું જ છે કે “અસત્નો કયારેય ભાવ (=વિર્ધમાનતા) થતો નથી. અને સત્નો કયારેય (સર્વથા) અભાવ થતો નથી.” હવે જો પરમાણુનો બીજા પરમાણુસાથે સર્વથા સંબંધ થાય ત્યારે પણ અણુમાત્ર જ રહે, તો એનો અર્થ એ થાય કે બીજા પરમાણુનો અભાવ સ્વીકારવો પડે, પણ તે યોગ્ય નથી. કેમકે ઉપરોક્ત નિયમમુજબ સત્ વસ્તુનો કયારેય સર્વથા વિનાશ થતો નથી. તેથી બીજા પરમાણુની પણ સત્તા સ્વીકારવી જ રહી. અને તેની સત્તા રહી તેથી જ અનુમાન થઇ શકે છે કે → સર્વથા સંયોગમા પણ અણુમાત્રતા રહેતી નથી, પરંતુ ઉપચયવિશેષ (=પરિણામવિશેષ) થાય જ છે. તેથી આ પક્ષે પણ કોઇ દોષ નથી. ૫૭૧૭ગા
અવયવી દ્રવ્યની સિદ્ધિ
अवयविपक्षे निर्दोषतामुद्भावयन्नाह
હવે અવયવી દ્રવ્યના સ્વીકારપક્ષમા નિર્દોષતાનુ ઉભાવન કરે છે.
णय अवयवी विभिन्नो एगतेणऽवयवाण जइणेहिं ।
इच्छिज्जइति दोसा तदणुगता तेण णो जुत्ता ॥७१८॥
(न चावयवी विभिन्न एकान्तेनावयवेभ्यो जैनैः । इष्यते इति दोषास्तदनुगतास्तेन न युक्ताः ॥ )
न चावयवी जैनैरेकान्तेन स्वावयवेभ्यो विभिन्न इष्यते, किंतु तेभ्यः कथंचिदनन्यः - तदेकत्वपरिणामलक्षणस्तेन कारणेन ये दोषास्तदनुगता - अवयविपक्षानुगताः प्रागभिहितास्ते सर्वेऽपि न युक्ताः, परपरिकल्पितादवयविनोऽस्य सर्वथा जात्यन्तरत्वात् । तथाहि - नात्र देशकार्यवृत्त्याऽयोगलक्षणदूषणमुपढौकते, तस्यावयवेभ्योऽर्थान्तरभूते एवावयविनि संभवात् । यदप्युक्तम्- 'जइ तावऽभिन्नदेसो भिन्ना दुपएसिए न अणू' इत्यादि, तदपि न नो बाधायै, तयोरेव परमाण्वोस्तथारूपविचित्रस्वभावतया तथाविधैकत्वपरिणामभावाभ्युपगमेन कथंचित्सप्रदेशत्वादेरपीष्टत्वात् । यच्च 'सिय अवयवी अमुत्तो' इत्याद्यभिहितं तदपि यथोक्तेऽवयविनि सर्वथाऽनवकाशमेव । यदप्युक्तम्- 'न च स्वारम्भकावयवेभ्यो ऽस्य जन्मोपपद्यते इत्यादि, तदप्यपरेषामेव दोषाय, नास्माकं, परमाणूनामपि तथारूपचित्रस्वभावतया तथातथापरिणामित्वाभ्युपगमात्, तथाविधैकत्वपरिणामस्य चावयवित्वेनाभ्युपगमात् । न चैवं तुलानतिविशेषाग्रहणमपि दोषकृत्, द्रव्यान्तरभूतस्यावयविनोऽनभ्युपगमात् । योऽपि स्वरूपविकारज्ञानविषयत्वार्थान्तरसंसर्गयुगपद्विधिप्रतिषेधविषयश्चतुर्द्धा विरुद्धधर्म्मसंसर्गः कम्पाकम्पादिरुक्तः सोऽपि न नो बाधायै, यतः परमाणूनां तथा चित्रस्वभावतया यः कथंचिदेकत्वपरिणामः सोऽवयवी, एकत्वपरिणामश्च नाम समानपरिणामो नचासावेकान्तेन तेषामभेदे भवति तत्कथं विरुद्धधर्मसंसर्गे दोषाय ? एकस्य हि स विरुध्यते नानेकेषाम्, तन्न पूर्वोक्तदोषाणामिह मनागप्यवकाशः ॥७१८॥
ગાથાર્થ:- જૈનો અવયવીને પોતાના અવયવોથી અત્યન્ત ભિન્નરૂપે સ્વીકારતા નથી. જૈનમતે તે(=અવયવી) પોતાના અવયવોથી કાક અભિન્ન છે. તેઓના (=અવયવોના)એકત્વપરિણામરૂપ અભેદને પામે છે. તેથી જ્ઞાનવાદીએ (ગા. ૬૫૪ થી ૬૬૨) પૂર્વ અવયવિપક્ષે જે દોષો બતાવ્યા તે બધા દોષો પણ યોગ્ય નથી, કારણ કે બીજાઓએ કલ્પેલા અવયવીદ્રવ્ય કરતાં આ અવયવીદ્રવ્ય સર્વથા અલગ જાતિરૂપ છે, તે આ પ્રમાણે→ પૂર્વે જે દોષ બતાવ્યો કે અવયવી સ્વઅવયવોમા દેશથી કે સર્વથા રહી શકે નહીં” (ગા. ૬૫૫) તે દોષ હવે નથી આવતો, કેમકે જો અવયવી પોતાના અવયવોથી સર્વથા ભિન્ન હોય, તો જ એ દ્વેષ લાગુ પડે પણ અમે તો કથંચિદ્ અભેદ સ્વીકાર્યો છે. તેથી એ દોષને અવકાશ નથી. (કારણ કે અહીં અભેદમાં દેશથી કે સર્વથા જેવા વિકલ્પો સંભવતા નથી. કારણ કે અપૃથભાવરૂપ અભેદ ઇષ્ટ છે) વળી બૌદ્ધોએ જે કહ્યુ કે જઇ તાવ ભિન્ન દેસો.... (જો અભિન્નદેશ હોય, તો... ઇત્યાદિ–ગા.૬૫૭)એ પણ અમને બાધા પમાડે તેમ નથી. કેમકે તે બે પરમાણુઓનો જ તેવો વિચિત્ર સ્વભાવ હોવાના કારણે તે બન્ને પરમાણુઓ તેવા પ્રકારના એકત્વપરિણામને પામે છે” એવો અમારો સિદ્ધાંત છે, (આમ *અભિન્નદેશતામાં પરમાણુય ભિન્ન નહીં રહે” એ આપત્તિ પરમાણુદ્રયમાં કથંચિદ્ એકત્વપરિણામ સ્વીકારતા અમારામાટે દોષરૂપ નથી. ) તેથી કચિત્ સપ્રદેશનાવગેરે ધર્મો પણ સંભવે છે. (તેથી અનિત્યતા અને સપ્રદેશતાની આપત્તિ બાધારૂપ નથી.) તથા તેઓએ
* * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 81 * * *