________________
* * * * * * * * * * * * * * * * * * બાઘાર્થસિદ્ધિ
જ
*
* *
*
* *
ગાથાર્થ:- વળી “આ રૂ૫વગેરે ગુણો અમૂર્ત જ છે એમ પણ નથી, કારણ કે જો અમૂર્ત જ હોય, તો જોઇ શકાય નહીં. આમ અદર્શનનો પ્રસંગ છે.
શંકા - આ ગુણો મૂર્તિમાન (મૂર્ત) દ્રવ્યસાથે અનુવેધ ધરાવે છે. તેથી દ્રવ્યના દર્શનની સાથે સાથે તેઓનું પણ દર્શન થશે જ. તેથી અદર્શનનો પ્રસંગ કેવી રીતે આવશે ? અર્થાત નહીં આવે.
સમાધાન:- મૂર્ત દ્રવ્ય સાથે અનુવેધ ન હોય, ત્યારે તો આકાશનું દર્શન થતું જ નથી. પણ આટલું “અપિ =પણ શબ્દનું તાત્પર્ય છે.) મૂર્ત દ્રવ્યસાથે અનુવેધ હોય, ત્યારે પણ આકાશનું દર્શન થતું નથી. આકાશનો રૂપવગેરેની જેમ મૂર્ત દ્રવ્ય સાથે અનુવેધ તો છે જ, કેમકે તે ( આકાશ) સર્વવ્યાપી છે. છતાં દ્રવ્યના પ્રત્યક્ષવખતે આકાશ પ્રત્યક્ષ થતું નથી, કેમકે તે (આકાશ) સ્વયં અમૂર્ત છે. આ જ પ્રમાણે રૂપવગેરે પણ જો અમૂર્ત હોય, તો તેઓના અદર્શનનો અનુપલબ્ધિનો પ્રસંગ ઊભો જ છે.
શંકા-રૂપવગેરેનો મૂર્તિમાનદ્રવ્યસાથે પરસ્પરના સ્વરૂપમાં પ્રવેશાત્મક અનુવેધ છે. તેથી તેઓ (=રૂપવગેરે)અમૂર્ત હોય, તો પણ દ્રવ્યના દર્શનવખતે તેઓના (=રૂપવગેરે ગુણોના) દર્શનમાં વાંધો નથી આવતો, પણ આકાશનો મૂર્ત દ્રવ્યસાથે આવો પરસ્પરસ્વરૂપ પ્રવેશાત્મક અનુવેધ નથી, કિન્તુ તદભિન્નદેશતામાત્રરૂપ જ સંબંધ છે. અર્થાત આકાશ અને તે વસ્તુ અભિન્નદેશમાં રહેલી છે. બન્ને સમાનસ્થાને છે. બસ આટલો જ એ બેવચ્ચે સંબંધ છે. તેથી મૂર્ત દ્રવ્યના દર્શનવખતે તેના (આકાશના) દર્શનનો પ્રસંગ નથી.
સમાધાન - તમારી આ શંકા ટાળવા જ આચાર્યવયે “મુત્તામુક્કભાવો વા' ઇત્યાદિ કહ્યું છે. મૂળમાં “વા પદ પક્ષાજરનું સૂચક છે.) જો રૂપવગેરેનો મૂર્ત દ્રવ્યસાથે ઇતરેતરપ્રવેશાત્મક અનુવેધ ઈષ્ટ હોય, તો મૂર્તદ્રવ્ય અને અમૂર્ત રૂપે પરસ્પર એકતા પામવાનો પ્રસંગ છે, કારણ કે રૂપવગેરે ગુણો દ્રવ્યથી દ્રવ્યના સ્વરૂપની જેમ અભિન્ન છે. તેથી કાં તો એકલું દ્રવ્ય જ રહેશે, રૂપવગેરે નહિ, અને કાંતો રૂ૫વગેરે જ રહેશે, દ્રવ્ય નહિ. અને તેમ થાય, તો પ્રતીતિવિરોધવગેરે દોષ આવશે. (કારણ કે પ્રતીતિ તો દ્રવ્ય-ગુણ ઉભયની જ થાય છે, નહીં કે માત્ર બેમાંથી એકની) તેથી રૂપવગેરે ગુણોનો દ્રવ્યસાથે કાંક ઇતરેતર સ્વરૂ૫પ્રવેશરૂપ અનુવેધ સ્વીકારવો જ યોગ્ય છે, સર્વથા નહિ. તેથી રૂપવગેરે ગુણો સર્વથા અમૂર્ત નહીં, પણ કાંક અમૂર્ત જ સિદ્ધ થાય છે. તેથી જ ગુણો કથંચિત મૂર્ત પણ સિદ્ધ થાય છે. ૭૧૬ પરમાણુઓનો સર્વથા સંબંધ અદુષ્ટ तदेवं देशसंबन्धपक्षे दोषाभावमभिधाय सांप्रतं कात्य॑पक्षेऽपि तं भावयन्नाहઆમ, પરમાણુઓના પરસ્પર દેશથી સંબંધપક્ષમાં દોષનો અભાવ બતાવ્યો. હવે કુસ્ન (=સર્વતયા) સંબંધમાં પણ દોષનો અભાવ બતાવે છે.
णय अणुमेत्तं जुत्तं सत्ताओ सव्वहावि संजोगे ।
बादरमुत्तत्ताणासभावतो उवचयविसेसा ॥७१७॥
(न च अणुमात्रं युक्तं सत्त्वात् सर्वथापि संयोगे । बादरमूर्तत्वानाशभावाद् उपचयविशेषात्॥) न च सर्वथापि-सर्वात्मनापि संयोगेऽभ्युपगम्यमाने अणुमात्रं युक्तम्। कुतइत्याह-उपचयविशेषात्-' उपचयविशेषभावात् । सोऽपि कथमितिचेत् ? अत आह-'बायरमुत्तत्ताणासभावओ' अनाश इत्युत्पादोऽभिधीयते न स्थितिः, तदभावे तस्या एवाभावात्, बादरमूर्तत्वेन स्थूरमूर्तत्वेन अनाशात् - उत्पादात् तावणू सूक्ष्ममूर्त्तत्वमपहाय तथास्पचित्रस्वभावतया तथाविधैकबादरमूर्त्तत्वेनाभूतामितियावत् । कुत एतदित्थमवगम्यत इति चेत् । आह- ‘सत्ताउत्ति' सत्त्वात्, इह हि न सतः सर्वथा विनाशो नाप्यत्यन्तासत उत्पादः । यदाह- "नासतो विद्यते भावो, नाभावो विद्यते सत इति" । तद्यदि परमाणोः परमाण्वन्तरेण सह सर्वात्मना संयोगे सति अणुमात्रता भवेत्तर्हि तस्य- परमाण्वन्तरस्याभाव एवाभ्युपगतः स्यात, न च सतः सर्वथा विनाशो भवति, तस्मात्सत्त्वादनुमीयते न सर्वात्मनापि संयोगे सत्यणुमात्रता भवति, किंतूपचयविशेष इति न कश्चिद्दोषः ॥७१७॥
ગાથાર્થ:- (ગા. ૬૫૧ માં જ્ઞાનવાદીએ સર્વથા સંયોગમાં “પરમાણુ બીજા પરમાણમાં સર્વરૂપે પ્રવેશ પામતો હોવાથી અણુમાત્ર જ રહેશે આવી આપત્તિ આપેલી. અને તેના આધારે ગમે તેટલા પરમાણુ ભેગા થાય અણુમાત્રતા જ રહેતી હોવાથી બેપરમાણુઆદિના યોગથી પરમાણસમુદાય થવાની સંભાવનાને અસંગત ઠેરવેલી, તેનો અહીં જવાબ છે.) પરમાણુઓના સર્વથા સંયોગના સ્વીકારમાં પણ અણમાત્રની કલ્પના યોગ્ય નથી. કેમકે પરમાણુઓના એ સંબંધથી ઉપચય પુષ્ટિવિશેષ થાય છે. કેમકે તેઓ બાદરમૂર્તરૂપે ઉત્પન્ન થાય છે. અહીં મૂળમાં “અનાશ' પદનો જે પ્રયોગ છે, તેનો અર્થ સ્થિતિ ન કરતાં •ઉત્પાદકઉત્પત્તિ' એવો કરવો.
* * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 80 * * * * * * * * * * * * * *