________________
+ + ++++++++++++++++બાલાર્થસિદ્ધિ++++++++++++++++++ एव । यदपि 'कह दीसइत्ति वच्च' मित्याद्यभिहितं तदप्येकान्तेनापेशलमेव, विषयग्रहणपरिणामलक्षणस्यैव प्रतिप्राणि प्रसिद्धस्याकारस्य ज्ञानेऽभ्युपगमात्, न चैतदभ्युपगममात्रं किंतु वस्तुतत्त्वमेव, यदाहुः श्रीमल्लवादिनः- “न विषयग्रहणपरिणामादृतेऽपरः संवेदने विषयप्रतिभासो युक्तो युक्त्ययोगादिति” । ततो नार्थस्यानाकारभावो नापि ज्ञानार्थयोरैक्यं, न चार्थस्याग्रहणं येन 'तग्गहणाभावाओ तुल्लत्तं गम्मई किह णु' इत्यादिदोषप्रसक्तिर्भवेत् । न च तन्निराकारमभ्युपगम्यते येन तत्पक्षभावी प्रतिकर्मव्यवस्थानुपपत्तिलक्षणो दोषः स्यात्, विषयग्रहणपरिणामलक्षणस्याकारस्याभ्युपगमादिति सर्वं सुस्थमेव। एतच्च प्रस्तावानुरोधादिहोक्तमन्यथा पुनरेतदाचार्यः स्वयमेव 'ता विसयगहणपरिणामओ य सागारया हवइ तस्से त्यादिना प्रपञ्चतोऽभिधास्यतीति ॥१२॥ પરમાણુઓ પ્રત્યક્ષ-અનુમાનસિક
ગાથાર્થ:- વળી, પરમાણુઓની આ પરસ્પર પ્રયાસત્તિ (=સંબંધ) જે થાય છે, તે માત્ર પોતાના જ સ્વરૂપમાં રહેલા પરમાણુઓની નથી પરંતુ ઇન્દ્રિયગ્રાહ્યતા (ઇન્દ્રિયના વિષય થવાપણું) રૂપ સ્વભાવાન્તરના અનુવેધથી થાય છે. આમ કથિત ધર્માન્તરના અનુવેધના કારણે ભેગા થયેલા એ પરમાણુઓ બધા લોકો અનુભવી શકે (ઇન્દ્રિયપ્રત્યક્ષ કરી શકે તેવી રીતે જ્ઞાનના વિષય બને છે. કહ્યું જ છે કે “પરમાણુઓનો જ એવો સ્વભાવ છે કે, જેથી તે તે કાળવગેરેની અપેક્ષાએ તે તે દેશમાં તે તે બીજા પરમાણઓસાથે પરસ્પર નિરંતરરૂપે ઘડાવગેરરૂપ આકારવાળા થઈને રહે અને બાદર (સ્થૂળ) થાય છે. અહીં ‘બાદરપણું એટલે ભેગા થયેલા પરમાણુઓનો ઈદ્રિયગ્રાહ્યસ્વભાવ' એમ સમજવું. આમ કહેવાથી હવે પૂર્વપક્ષે જે ‘પરમાણુઓ ઈન્દ્રિયગમ્ય નથી એવું કહેલું તેનો પ્રતિકાર થાય છે. કારણ કે તેવા વિશિષ્ટપરિણામથી યુક્ત સમુદિત થયેલા પરમાણુઓ આંખથી દર્શનીય બને છે, તેમ અહીં કહ્યું. યોગિન્નાન બાઘાર્થવિષયક પ્રમાણસિહ
વળી યોગિજ્ઞાનમાં વિવાદ હોવાથી યોગિજ્ઞાન પણ પરમાણની સિદ્ધિમાં યુક્તિસંગત નથી” (ગા. ૬૩૮)આ મુદ્દાને છેડતાં બૌદ્ધોએ કહ્યું કે યોગીઓ પરમાણુ જૂએ છે કે શૂન્યતા એવા વિવાદમાં એક પક્ષનું સાધક નિર્ણાયક પ્રમાણ નથી. તેથી એ વિવાદ ઊભો હોવાથી યોગિજ્ઞાનને પરમાણુની સિદ્ધિમાં પ્રમાણ બનાવી શકાય નહીં. બૌદ્ધોની આ દલીલ વજૂદ વિનાની છે. તે આ પ્રમાણે યોગિજ્ઞાન પણ જ્ઞાનરૂપ છે. અને જ્ઞાનરૂપ હોવાથી જ સદ્દભૂત(વિદ્યમાન) વસ્તુને જ વિષય બનાવે. (આમ જ્ઞાનની નિર્વિષયતા અને એકાંતતુચ્છઅભાવરૂપ વિષયની ગ્રાહકતાનો નિષેધ કર્યો. તેથી યોગિશાન શૂન્યતાને વિષય બનાવે એવી સંભાવના રહેતી નથી. તેથી જ વિવાદમાં ‘શૂન્યતાદર્શન મુદો ખોટો ઠરે છે.) પરમાણુરૂપ કે તેનાથી બનતી સ્થૂળ વસ્તુઓરૂપ બાહ્યાર્થ સદભૂતવડુતરીકે સિદ્ધ જ છે. તેથી તેઓ યોગિજ્ઞાનના વિષય બની શકે છે. (આમ યોગીઓ પરમાણુઆદિરૂપ બાવાર્થ એ કે શૂન્યતા? એવા વિવાદમાં જ્ઞાન સદ્દભૂતવસ્તુવિષયક જ હોય, એવા પ્રયોજકતર્કના આધારેક શૂન્યતા સદ્દભૂતવસ્તુ ન લેવાથી અને બાલાર્થ સદ્ભૂતવસ્તુ હોવાથી ભોગીઓ બાલાર્થને જ જૂએ છે, શૂન્યતાને નહીં' એવો નિર્ણય નિર્વિવાદ સિદ્ધ થાય છે.) શંકા:- બાહ્યર્થ સદ્ભાવસ્તૃરૂપ છે તેવો નિર્ણય કેવી રીતે થયો? સમાધાન:- બૌદ્ધોને પણ એ માન્ય છે કે જ્ઞાનાકારો એકરૂપ નથી પણ નીલ-પીતાદિ અનેક વિચિત્ર આકારોરૂપ છે. આકારોની આ વિચિત્રતા તેના વિષય બનતા વિભિન્ન બાહ્યાર્થી વિના અનુપન્ન છે. કેમ કે અન્ય કોઈ હેતુ નથી.) એટલે કે અહીં આ વિચિત્રતાની અન્યથાઅનુપપત્તિરૂપ હેતુ બાહ્યાર્થસાધક છે. આ વાત પૂર્વે કરી જ છે. તેમ જ “હવે બાધકાભાવનું ઉપદર્શન કરાવાઇ રહ્યું છે' ઇત્યાદિ વચનથી હવે પછી આ સિદ્ધિમાં કોઈ બાધક નથી તે પણ બતાવાશે. આમ બાધકના અભાવથી અને પ્રમાણની હાજરીથી બાધાર્થ સદ્ભુતવસ્તતરીકે સિદ્ધ થાય છે, અને યોગીઓ એ બાધાર્થને જ જુએ છે, શુન્યતાને નહીં તે નિર્વિવાદ સિદ્ધ થાય છે. જ્ઞાનને અર્થાકાર માનવામાં બતાવેલા દોષોનો નિષેધ
તથા ‘તે ચેવ કજજગમ્મા (ગા.૬૪૦)' ઇત્યાદિ ગાથાથી જ્ઞાનવાદીએ અર્થવાદીતરફથી જે આશંકા ઊઠાવી તે પણ બરાબર નથી. કેમકે અમે પરમાણુઓને પોતાના કાર્યથી એકાંતે ભિન્ન માનતા નથી. અમારા મતે કોઇપણ કાર્ય પૂર્વપરિણામવાળા કારણ વિના ઉત્પન્ન થતાં નથી. કેમકે તેવા ભાવને પામવાવાળા હેતુ વિના કશું ઉત્પન્ન થતું નથી એવું વચન છે. જો હેતુમાં તેવા તેવા ભાવને પામવાનો સ્વભાવ ન હોય, તો તેમાંથી ગધેડાના શિંગડા પણ ઉત્પન્ન થઈ શકેઇત્યાદિ વાત પૂર્વે અનેકવાર કરી છે. તેથી પરમાણુઓ જ તેવા વિશિષ્ટસંસ્થાનથી યુક્ત બને તેવા પરિણામને પામે) અને નિરન્તરતાને (=અખ્ખલિતરૂપતા-અખંડિતરૂપતા અથવા અંતરહીનતાને) પામે ત્યારે ઘટાદિ કાર્ય બને અને તે ઘટાદિકાર્યો દેખાય જ છે. તેથી ધટાદિકાર્યોના દર્શનથી તેઓના પરિણામી કારણભૂત પરમાણુઓ પ્રત્યેકઅવસ્થામાં પણ અનુમાનના વિષય બની શકે છે. * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 76 * * * * * * * * * * * * * * *