________________
* * * * * * * * * * * * * * * * * * બાઘાર્થસિવિ * * * * * * * * * * * * * * * * * *
अथ सः-बाह्योऽर्थः परस्य-अर्थवादिन एवम्-उपलब्धिलक्षणप्राप्तोऽभिमतस्तत्कथं तस्यादर्शनादभावनिश्चयो न भवतीति ? अत्राह-'तदभावो' इत्यादि, यदि परस्योपलब्धिलक्षणप्राप्तोऽर्थोऽभिमतस्ततस्तस्यैव-परस्य तदभावो बाह्यार्थाभावः साध्यः स्यात्, तव पुनरात्मनिश्चयो-बाह्यार्थाभावविषयः कथमुपजायते? पर आह- 'अजुत्तिउत्ति' अयुक्तेःयुक्त्यभावात्। यद्यपि हि नोपलब्धिलक्षणप्राप्तोऽर्थस्तथापि नासौ युक्त्या युज्यत इति तदभावनिश्चयः कर्तुं शक्यत एवेति । अत्राह-'सा समा णाणे' सा-अयुक्तिर्ज्ञानेऽपि समा-तुल्या यथाऽभिहितं प्राक्, ततो नायुक्तेरप्यर्थाभावनिश्चयः ॥६९१ ॥
ગાથાર્થ:- જ્ઞાનવાદી:- આ બાધાર્થ અર્થવાદીને ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તતરીકે અભિમત છે. તેથી તેના અદર્શનથી અભાવનો નિશ્ચય કેમ નહીં થાય? અર્થાત થશે જ.
ઉત્તરપક્ષ:- જો બાહ્યર્થ અર્થવાદીને ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તતરીકે અભિમત છે, તો તેને (અર્થવાદને) જ બાહ્યર્થનો અભાવ સાધ્ય બનશે, તમને કેવી રીતે બાહ્યર્થના અભાવઅંગે આત્મીયનિચય થશે? (જે વસ્તુ જે વ્યક્તિને દેખાવાયોગ્ય (=ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત) હોય, તે જ વ્યક્તિ કે વસ્તુના અદર્શનથી તેના અભાવનો નિશ્ચય કરી શકે, અન્ય નહીં. જેમકે અતીન્દ્રિયવસ્તુ યોગીઓને પ્રત્યક્ષયોગ્ય છે. તેથી તેના અપ્રત્યક્ષથી અભાવનો નિર્ણય યોગી જ કરી શકે, આપણા જેવા નહીં. એ જ પ્રમાણે અહીં પણ બાધાર્થ પ્રત્યક્ષ યોગ્ય છે એમ અર્ધવાદી માને છે, તેથી તેના અદર્શનથી તેના અભાવનો નિર્ણય પણ અર્થવાદી કરે તે યોગ્ય ગણાય. પ્રત્યયોગ્ય એકને હોય અને અદર્શનથી અભાવનો નિર્ણય અન્ય કરે તે બરાબર નથી.)
જ્ઞાનવાદી:- અમે બાહ્યર્થના હોવામાં યુક્તિ ન હોવાથી તેના અભાવનો નિર્ણય કરીએ છીએ. તેથી જો કે અમારા મતે અર્થ ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત નથી, છતાં અર્થ યુક્તિસંગત નથી, તેથી જ તેના અભાવનો નિશ્ચય કરી શકાય છે.
ઉત્તરપક્ષ:- આ યકૃત્યભાવ તો જ્ઞાનપક્ષે સમાન છે. તે પૂર્વે કહ્યું જ છે. તેથી અયુક્તિથી પણ અર્થના અભાવનો નિશ્ચય કરવો યોગ્ય નથી. ૬૯૧ વિ - વળી
न य णाणाण विरोहो सिद्धो अस्थस्स जणयतब्भावे ।
गम्मति इहराभावो सिद्धीए य कह तओ नत्थि ? ॥६९२॥ . (न च ज्ञानानां विरोधः सिद्धोऽर्थस्य जनकतद्भावे । गम्यते इतरथाभावः सिद्धौ च कथं सकः नास्ति ॥) न च ज्ञानानां विषये अर्थस्य यो जनकतद्भाव:- स चासौ भावश्च तद्भावो जनकश्चासौ तद्भावश्च जनकतद्भावो, जनकस्वभावत्वमितियावत् तस्मिन् कश्चिद्विरोधः सिद्धः, तत्साधकप्रमाणाभावात्, अपितु (तथा)तथाविचित्राकारोपेतज्ञानप्रबन्धदर्शनाद् गम्यते अर्थस्य जनकतद्भावः इतरथा-एवमनभ्युपगमे ज्ञानस्याभावः प्राप्नोति, आकाराधानसमर्थस्य कारणान्तरस्याभावात् । सिद्धौ च-भावे च ज्ञानस्य तत्तत्तथाविधविचित्राकारोपेतस्य कथं 'तउत्ति' सकः-अर्थो नास्तीत्युच्यते इति । स्यादेतत्, यद्यर्थो भवेत् ततस्तद्ग्राहकं प्रमाणमपि प्रवर्तेत, न च प्रवर्तते, तस्मात्स नास्त्येवेति ॥६९२॥ અર્થમાં જનક્ત ભાવ
ગાથાર્થ-જ્ઞાનના વિષયઅંગે અર્થનો જે જનHદ્ભાવ છે. (જનકતભાવ જનક એવો તભાવ અર્થાત જનકસ્વભાવ) તે અંગે કોઈ વિરોધ સિદ્ધ નથી. કેમકે વિરોધસાધક પ્રમાણનો અભાવ છે. ઉલ્યું તેવા તેવા અનેક વિચિત્રકારોથી યુક્ત જ્ઞાનપ્રવાહના દર્શનથી અર્થમાં જ્ઞાનજનકસ્વભાવનું જ અનુમાન થાય છે. કારણ કે અર્થને છોડી અન્ય કોઈ જ્ઞાનમાં આકારનું આધાન કરવા સમર્થ નથી. અર્થાત જ્ઞાનમાં આકારનું આધાન કરી શકે તેવા કારણોત્તરનો અભાવ છે. અને જ્ઞાન ને તે તેવા પ્રકારના વિચિત્રકારોથી યુક્તરૂપે સિદ્ધ છે. તેથી “અર્થ નથી' તેવું કથન કેવી રીતે યુક્તિસંગત બને? અર્થાત ન જ બને.
જ્ઞાનવાદી:- જે બાધાર્થ સત શ્રેય તો બાલાર્થગ્રાહક પ્રમાણ પણ પ્રવર્તવું જોઈએ. પણ પ્રવર્તતું નથી. તેથી બાહ્યાર્થ નથી, તેમ સિદ્ધ થાય છે. છેલ્લા મત શાહ – અહીં ઉત્તર આપે છે
गाहगपमाणविरहो एवं साधारणो उ नाणेवि ।
अस्थि य तं अत्थस्सवि सत्ता तह चेव अणिसेज्झा ॥६९३॥
(ग्राहकप्रमाणविरह एवं साधारणस्तु ज्ञानेऽपि । अस्ति च तदर्थस्यापि सत्ता तथैवानिषेध्या |) * * * * * * * * * * * * * * * * ધર્મસંરહણિ-ભાગ ૨ - 68 * * * * * * * * * * * * * *