________________
* * * * * * * * * * * * * * * * * * બાલાર્થસિદ્ધિ * * * * * * * * * * * * * * * * * *
વગેરે નિમિત્તકારણોની નિવૃત્તિમાં પટઆદિ અવયવીભૂત કાર્યોનો નાશ નથી થતો. પરંતુ સંયોગરૂપ અસમાયિકારણ અને તત્તવગેરે સમાયિકારણો નિવૃત્ત થાય ( નાશ પામે) ત્યારે પોતાના કાર્યભૂત અવયવીનો વિનાશ કરે છે. આમ અવયવીનાશનો પ્રસંગ છે. (ગુણાત્મક અને ક્રિયાત્મક કાર્યોમાં પણ સમવાયી-અસમવાયીકારણના નાશમાં જ કાર્ય નાશ પામે. ન્યાયમતે. અવયવિદ્રવ્ય, ગુણ અને ક્રિયા આમ ત્રણ જ કાર્યાત્મકભાવ છે.) અવયવદર્શનથી અવયવિદર્શન સિદ્ધાન્તમાં આપત્તિ
વળી, એક અવયવના આવરણમાં (=ઢંકાવામાં) સંપૂર્ણ અવયવીના બધા જ અવયવોના આવરણનો પ્રસંગ છે. કારણ કે ઢંકાયેલા અવયવમાં રહેલા અવયવિરૂપથી બીજા અવયવમાં રહેલું અવયવિરૂપ અભિન્ન છે.
પૂર્વપક્ષ:- અહીં વાસ્તવમાં નહીં ઢંકાયેલા અવયવમાં રહેલા અવયવીનું રૂપ જાણે કે અનાવૃત્ત ન હોય તેમ ભાસે છે.
જ્ઞાનવાદી:- આ તમારી ઉભેલા બરાબર નથી. કેમકે દેખાતા અવયવિરૂપથી ઢંકાયેલા અવયવમાં રહેલા અવયવીનું રૂપ અભિન્ન છે. તેથી એ રૂપ દેખાવાનો પણ પ્રસંગ છે. નહીંતર તે બન્નેમાં (દષ્ટઅવયવી અદષ્ટઅવયવીમાં અથવા દષ્ટઅવયવરૂપ અને અષ્ટઅવયવિરૂપમાં) પરસ્પર ભેદનો પ્રસંગ છે.
પૂર્વપક્ષ:- હકીકતમાં આવરણ અવયવોનું છે, નહીં કે અવયવીનું. તેથી અવયવીનું રૂપ દેખાઈ શકે છે, તેથી ઉપરોક્ત દોષને અવકાશ નથી.
જ્ઞાનવાદી:- તો-તો ઘણા અવયવો ઢંકાઇ જાય, તો પણ અવયવી તો અનાવૃત્ત જ (=ઉઘા) જ રહે છે. તેથી અનાવૃત્ત અવસ્થાની જેમ તેનું (=અવયવીનું) સંપૂર્ણતયા દર્શન થવાનો પ્રસંગ આવશે.
પૂર્વપક:- અવયવદ્વારા અવયવીનું દર્શન થાય છે. તેથી અદેટઅવયવાળા અવયવીનો બોધ નહીં થાય. (તાત્પર્ય - અવયવીનું સીધું જ આખથી દર્શન નથી થતું. આંખ તો અવયવોનું જ દર્શન કરે છે. એ અવયવોના દર્શનથી અવયવીનું જ્ઞાન થાય છે. જે અવયવો સ્વયં આવૃત્ત હેય, તો તેઓનું દર્શન ન થવાથી અવયવીનું પણ જ્ઞાન થતું નથી.)
જ્ઞાનવાદી:- આ વાતમાં પણ દમ નથી. કારણ કે સમગ્ર અવયવોને વ્યાપીને એક અવયવી સ્વીકૃત છે. તેથી ઢંકાયેલા અવયવમાં રહેલા અવયવીના રૂપ અને અનાવૃત્ત અવયવોમાં રહેલા અવયવીના રૂ૫ વચ્ચે અભેદ છે. તેથી અનાવૃત્તઅવયવો દ્વારા માત્ર ત્યાં રહેલા અવયવીના રૂપનો બોધ નહીં, પણ અવયવીના રૂપનો સમગ્રતયા જ બોધ થવાનો પ્રસંગ ટાળી શકાય એમ નથી.
વળી, એવું તો બનતું જ નથી કે આગળ રહેલા અને પાછળ રહેલા બધા અવયવોનું એકસાથે દર્શન થઈ શકે. એટલે કે અમુક અવયવોના દર્શન વખતે બીજ અવયવોનું દર્શન થતું નથી. આમ બધા અવયવો એકસાથે દર્શનપાત્ર બનત્ય નથી. તેથી “અવયવોન દર્શનદ્વારા અવયવીન દર્શન' આવો સિદ્ધાન્ત સ્વીકારશો, તો ક્યારેય અવયવીના દર્શન નહીં થવાથી આપત્તિ છે. અવયવરૂપથી અવયવીના રૂપમાં આપત્તિ
વળી, એક અવયવમાં રહેલું અવયવિરૂપ બીજા અવયવમાં રહેલા અવયવિરૂપથી અભિન્નતયા રહેતું હેવાથી એક અવયવ રંગાય (અથવા લાલ થાય) ત્યારે બધા જ અવયવોમાં રહેલું અવયવિરૂપ રંગાવું (અથવા લાલ થવું) જોઇએ. અથવા એક અવયવના રૂપથી અન્યઅવયવગત અવયવિરૂપમાં ફેરફાર નહીં થાય, કેમકે બીજા અવયવમાં રહેલું અન્યરૂપ ત્યાં પ્રતિબંધક બને છે. આમ અન્યઅવયવગત અવયવિરૂપમાં રક્તતા નહીં આવે એવું કહેશો એ બરાબર નથી, કેમકે તો તો ક્યાંય (રક્તઅવયવમાં રહેલા અવયવિરૂપમાં પણ) રક્તતા નીં થવાનો પ્રસંગ છે. કારણ કે એક અખંડ અવયવીમાં રહેલું રૂપ સર્વત્ર અભિન્ન-અખંડિત છે. તેથી કાંતો એક ભાગમાં થતો ફેરફાર સર્વવ્યાપી બનશે, અને કાંતો કશે (તે ભાગમાં પણ) નીં થાય.
પૂર્વપક્ષ:- જયારે એકાદ અવયવમાં રક્તતા જોય છે, ત્યારે તે માત્ર અવયવપૂરતી જ મર્યાદિત હોય છે, એટલે કે માત્ર તે રકત્તતા અવયવમાં જ આવશે. અવયવીમાં નહીં.
જ્ઞાનવાદી:- આનો અર્થ એ થયો કે અવયવરૂ૫ રક્ત છે અને અવયવીરૂપ અરક્ત છે. આમ ત્યાં રક્તતા અને અરાતા ઉભયનું દર્શન થવું જોઈએ. પણ થતું નથી. તેથી આ વાત બાલીશ છે. વિદ્ધ ધર્મોની આપત્તિથી અવયવી અસંગત
વળી, એક ચોરસ અવયવી દ્રવ્ય છે. એનો અમુક ભાગ પૂર્વભાગઆગળોભાગ (પ્રાગ્દશ) છે. જયારે એ પૂર્વભાગ દેખાય છે, પ્રત્યક્ષ થાય છે. ત્યારે (i) એ પૂર્વભાગનો અભાવ દેખાતો નથી. (એટલે કે “પૂર્વભાગ નથી દેખાતો' એવો બોધ થતો નથી. કેમ
* * * * * * * * * * * * * * * * ધર્મસંહણિ-ભાગ ૨ - 56 * * * * * * * * * * * * * *