________________
* * * * * * * * * * * * * * * * * બાલાર્થસિદ્ધિ જ * * * * * * * * * * * * *
થાય નહીં એમ નક્કી થાય છે. અને જો અમૂર્તઅવયવીના બોધમાં તેના ઉપાદાનકારણભૂત અવયવોના સ્વરૂપનો અનુગમ ઇષ્ટ હોય, સંભવિત હોય, તો દ્વિપ્રદેશી ( બે પ્રદેશવાળા) અવયવી અને તેના અવયવભૂત બે પરમાણુઓનો પરસ્પર એકાન્તભેદ કેવી રીતે સંભવી શકે? અર્થાત ન જ સંભવે. તેથી અભેદ સ્વીકારવો જ રહ્યો. અને અભેદ સ્વીકારશો એટલે પૂર્વે કહેલા અનિત્યત્વવગેરે દોષોનો ગા.૬૫૮) પ્રસંગ અડચણ વિના ઊભો જ રહેશે, તેથી અર્થવાદીનો તર્ક કસ વિનાનો છે. પરમાણુસ્વભાવતર્કથી “અવયવી અવયવજન્ય' એ વાત ખોટી
વળી, “તે અવયવી પોતાના જનકઅવયવોમાંથી ઉદ્દભવે છે. એ વાત પણ યુક્તિસંગત નથી. તે આ પ્રમાણે – “પરમાણ સૂક્ષ્મ અને નિત્ય છે. આવું વચન છે. તેથી પરમાણુઓ હંમેશા નાશ નહીં પામનારા, ઉત્પન્ન નીં થનારા અને સ્થિર એક સ્વભાવવાળા નિશ્ચિત થાય છે. તેથી જે પરમાણુઓ શરુઆતમાં ચણકવગેરેના જનક ન હોય તો શરૂઆતનો આ અજનકસ્વભાવ કાયમ રહેવાથી પછી પણ તેઓ ચણકઆદિના જનક બની શકે નહીં, નહીંતર તો જ પરમાણઓ પાછળથી ચણકવગેરેના જનક બનતા હોય, તો તેઓ પૂર્વે પણ ચણકવગેરેના જનક બનવા જ જોઈએ. અવયવીનું ભિન વજન અસિદ્ધ - તથા જો અવયવી પોતાના જનકઅવયવોથી ભિન્ન જ ઉત્પન્ન થતો હોય, તો પાંચ પળ (ભારવિશેષ) જેટલા વજનવાળા સુતરના પિંડવગેરેમાંથી ઉત્પન્ન થયેલા કપડાઆદિરૂપ ભિન્ન અવયવી પોતે પણ મહત્પરિમાણવાળા તરીકે ઈષ્ટ છે. તેથી એ કપડા વગેરેનું વજન કરીએ, ત્યારે માત્ર સૂતરના વજનવખતે ત્રાજવું જેટલું નમેલું એના કરતા વધુ નમવું જોઈએ. કારણ કે સૂતરના વજનમાં નવા આવેલા અવયવીભૂત કપડાનું વજન પણ ઉમેરાશે.) પણ ત્રાજવું વધુ નમેલું દેખાતું નથી. તેથી વિજ્ઞ પુરૂષોને ભિન્ન અવયવી ઉત્પન્ન થયો એ બાબતમાં શ્રદ્ધા કેવી રીતે બેસે? અર્થાત ન જ બેસે.
પૂર્વપક્ષ:- પાણીમાં પોતાનાથી ભિન્ન એવા માછલાં કે લાકડામાં પોતાનાથી ભિન્ન એવા ઘણા (=ઉધઈ) ઉત્પન્ન થાય છે. છતાં પાણી કે લાકડાનું વજન કરવામાં આવે, તો કોઈ ફેર દેખાતો નથી. કારણ કે પાણી વગેરેદ્વારા માછલી વગેરેની ગુસ્તા પ્રતિબંધ પામે છે. (અર્થાત પાણીનું વજન પોતાનામાં રહેલી અન્ય વસ્તુના વજનના બોધમાં પ્રતિબંધક બને છે.)આ જ વાત તન્ત-પટઅંગે પણ લાગુ પડે છે. સૂતરના પિંડવગેરેદ્વારા પટઆદિ અવયવીઓની ગુરુતા પ્રતિબંધ પામે છે. તેથી કપડાને તોલવામાં ત્રાજવું વિશેષ નમતું નથી.
જ્ઞાનવાદી:- તમારી વાત બરાબર નથી. કારણ કે દેટાન્ન અને દાર્ટોન્સિક વચ્ચે સમાનતા નથી. માછલી વગેરે કંઈ પાણીને સંપૂર્ણતયા વ્યાપીને રહેતા નથી, કિન્ત પાણી વગેરેમાં એકદેશ=એકભાગને વ્યાપીને રહ્યા હોય છે. તેથી માછલીથી અવ્યાખદેશરૂપ જે અપાત્તરાલ જળભાગ છે. તેનાથી માછલીની ગુરુતા જ્ઞય થવામાં સ્કૂલના પહોંચે છે. તેથી માછલીની ગુરુતામાં પ્રતિબન્ધનો સંભવ હોવાથી ત્રાજવાના નમનમાં ફરક પડતો નથી. પરંતુ આ અવયવી દ્રવ્ય તો પોતાના બધા અવયવોમાં સંપૂર્ણતયા વ્યાપીને રહ્યું છે. આમ તે (અવયવી) પોતાના અવયવોથી અપાત્તરાલે સ્કૂલના પામે તેમ બનતું નથી. તેથી જ એવયવીના તે અવયવો તે અવયવીની ગુરુતાના પ્રતિબન્ધક બની શકે નહીં. તેથી એકલા સૂતરના પિંડના વજનવખતે ત્રાજવું જેટલું નમે, કપડારૂપ અવયવીના વજનવખતે તેથી વધુ નમવું જ જોઈએ. પણ વધુ નમતું દેખાતું નથી. તેથી અવયવી પોતાના અવયવોથી કોઈ અન્ય સ્વતંત્રરૂપે ઉત્પન્ન થતો નથી તેમ સિદ્ધ થાય છે. એકાદ અવયવના ચલનમાં અવયવિનાશાપતિ
વળી, તમે પટઆદિપ અવયવને ઘણા અવયવોમાં રહેતા એકઅવયવી તરીકે સ્વીકાર્યો છે. તેથી જયારે એ કપડાઆદિ અવયવીનો એકભાગ ચલાયમાન થાય છે, ત્યારે આખા કપડાઆદિ અવયવી ચલાયમાન થવાનો પ્રસંગ છે. કારણ કે તે (કપડો) એક સ્વરૂપ છે. (અર્થાત જો કપડાના એક ભાગમાં પણ ચલનસ્વભાવ ઊભો થાય, તો તે સ્વભાવ આખા કપડાનો છે, કેમકે કપડો એકરૂપ છે. તેથી આખા કપડામાં ચલનક્રિયા થવી જોઈએ. પણ ઘણીવખત તેમ દેખાતું નથી.) જો કપડાનો એકભાગ ચલન (ફરકવું આદિ) ક્રિયા કરતો હોય, ત્યારે બીજોભાગ ચલનક્રિયા ન કરે તો કપડાના એક દેશમાં ચલધર્મ અને બીજા દેશમાં અચલધર્મ એમ બે વિરદ્ધધર્મોના સંસર્ગના કારણે ભેદ આવવાનો પ્રસંગ છે.
પૂર્વપક્ષ:- આ સ્થળે ચલનક્રિયાવાન અવયવ છે, અવયવી નથી. તાત્પર્ય:- ચલ–અચલ એમ બે વિરુદ્ધધર્મોનો સંસર્ગ બે અલગ અલગ અવયવોને છે, અવયવીને નથી. તેથી ઉપરોક્ત દોષને અવકાશ નથી.
જ્ઞાનવાદી:- આમ સ્વીકારવામાં અવયવીના વિનાશનો પ્રસંગ છે. તથાતિ- ચલનક્રિયાવાળા અવયવોમાં પરસ્પર વિભાગ ઉત્પન્ન થાય છે. આ વિભાગથી અવયવીભૂત પટના અસમાયિકારણ બનેલા અવયવસંયોગની નિવૃત્તિ થાય છે. આમ અવયવસંયોગ નિવૃત્ત થવાથી અવયવીના વિનાશનો પ્રસંગ ઊભો થાય છે. કેમકે તમારા મતે તન્વાય(વણકર)
* * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 55 * * * * * * * * * * * * * * *