________________
'यत्' यस्मात्कारणानुरूपं कार्यं भवत् दृष्टं यथा मृत्पिण्डस्य घटः, चैतन्यं च भूतानामननुरूपं, एत'च्चाननुरूपत्वं प्रागेव' बोहसहावममुत्तमित्यादिना भणितं, तस्मान्न चैतन्यं भूतानां कार्यम्। स्यादेतत्, शृङ्गशराभ्यामिह व्यभिचारः, तथाहि-- शृङ्गस्य कार्यं शरो भवति, न च स तदनुरूप इति, अपि च- सुप्तप्रबुद्धस्य दृश्यते तावच्चैतन्यं, न च तत्तदन्यचैतन्यपूर्वकं सुषुप्ता(प्तय)वस्थायां चैतन्यस्याभावात् उपलभ्यस्य सतस्तदानीमनुपलम्भात्, तथापि चेत्तदा तत्कल्पना, तर्ह्यतिप्रसङ्गः, न चाहेतुकं तत् सदाभावादिप्रसङ्गात्, नाप्यन्यनिमित्तं, तस्याप्रतीयमानत्वात्, किन्तु कायनिमित्तम् । न चेदमपि वक्तुं युक्तं भूतानां चैतन्यापेक्षया अत्यन्तवैलक्षण्यात्कथं तेभ्यस्तदुत्पत्तिरिति, लोके भिन्नजातीयादपि कारणाद्भिन्नजातीयकार्योत्पत्तिदर्शनात्, तथाहि-- सूक्ष्माप्रदेशपरमाणुभ्यः स्थूरसप्रदेशघटादिकार्यभावो दृश्यत एवेति, नापि प्रत्येकावस्थायामेकान्तेनासतश्चैतन्यस्य समुदितावस्थायां कथं तेभ्य उत्पादोऽन्यथा पञ्चमभूतस्याप्युत्पत्तिर्भवेदित्यभिधातव्यं, पर्यायेण व्यभिचारात्, स हि प्रागवस्थायामसन्नपि प्रादुर्भवदृष्टो, न चासत्त्वाविशेषेण तत्रान्यभावप्रसङ्गः, कारणशक्तिनियमात् तद्वदत्रापि भविष्यतीति भूतकार्यता चैतन्यस्येति ॥ ६३ ॥ अत्रोच्यते - तत्र यत्तावदुक्तं शृङ्गशराभ्यां व्यभिचार' इति, तत्राह-
ચૈતન્ય તેની તેની પૂર્વના ચૈતન્યપૂર્વક જ હોય છે” તેવું નહિ ક્લેવું કેમકે ઘીને ઉઠેલાની પૂર્વાવસ્થા ઉંઘની છે, અને આ ઉંઘની અવસ્થા વખતે ચૈતન્યનો અભાવ છે. કેમકે તે ઉપલબ્ધ થવા યોગ્ય હોવા છતાં ઉપલબ્ધ થતું નથી.
શંકા :- ઘઅવસ્થામાં ચૈતન્યની સ્પષ્ટ ઉપલબ્ધિ નથી. છતાં, અસ્પષ્ટરૂપે તો ચૈતન્ય રહેલું જ હોય છે. નાસ્તિક : આ ખોટો દાગ્રહ છે. સ્પષ્ટ ન દેખાવા છતાં આવી ક્લ્પના કરીને ઉઘવખતે ચૈતન્યની હાજરી માનવામાં અતિપ્રસંગ છે. કેમકે આમ તો તેવખતે ખપુષ્પવગેરે ઘણી વસ્તુની અસ્પષ્ટ હાજરી માની શકાય. તેથી સુષુપ્તિકાળે ચૈતન્ય નથી, કેમકે ઉપલભને યોગ્ય હોવા છતાં ઉપલબ્ધ થતું નથી. આ અનુમાનન્દ્વારા ચૈતન્યનો અભાવ જ સિદ્ધ થાય છે. -
શંકા: સુષુપ્તિઉત્તરકાળે ચૈતન્ય અહેતુક ઉત્પન્ન થાય છે.
નાસ્તિક :– આગળ જ તમે બતાવી ગયેલા ન્યાયથી એ વાત સિદ્ધ છે કે જે અહેતુક હોય, તે કાંતો આકાશની જેમ નિત્યસત્ હોય, કાંતો ખપુષ્પની જેમ નિત્ય અસત્ હોય. તેથી અહેતુક ચૈતન્યને નિત્ય વિદ્યમાન માનવું વગેરે ઘેષો છે.
શંકા :- સુષુપ્તિઉત્તરકાળે ચૈતન્ય આત્મારૂપ અન્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે.
નાસ્તિક :- તે આત્મારૂપ અન્ય પ્રતીત થતો નથી. તેથી તેને ચૈતન્યમાં નિમિત્ત માની શકાય નહિ. તેથી પારિશેષ ન્યાયથી આ ચૈતન્યના નિમિત્ત=ઉત્પાદક્તરીકે કાયા જ સિદ્ધ થાય છે.
શંકા :–અમે તમને પૂર્વે ક્યું તો ખરું, કે ભૂતો ચૈતન્યની અપેક્ષાએ અત્યંત વિલક્ષણસ્વભાવવાળા છે. આવા વિલક્ષણસ્વભાવવાળા ભૂતોમાંથી ચૈતન્ય શી રીતે ઉત્પન્ન થઇ શકે ?
નાસ્તિક :– એવો જડ નિયમ નથી, કે કાર્ય અને કારણ સમાનજાતીય (=અવિલક્ષણ) જ જોઇએ લોકમાં ભિન્નજાતીય કારણમાંથી ભિન્નજાતીય કાર્ય ઉત્પન્ન થતું દેખાય જ છે. જૂઓ અત્યંતસૂક્ષ્મ અને પ્રદેશવિનાના (=અપ્રદેશી ) પરમાણુઓમાંથી ઉત્પન્ન થતા ઘવગેરે કાર્યો સ્થૂળ, અને પ્રદેશવાળા હોય છે.
શંકા : પણ ભૂતોની પ્રત્યેકઅવસ્થામાં અત્યન્ત અસત્ ચૈતન્ય સમુદિતઅવસ્થામાં તે ભૂતોથી શી રીતે ઉત્પન્ન થઈ શકે ? અત્યન્ત અસની પણ જો ઉત્પત્તિ થતી હોય, તો પાંચમા ભૂતની કેમ ઉત્પત્તિ થતી નથી ?
નાસ્તિક :– આ પણ તમારે પૂર્વે જે અત્યન્તઅસત્ હોય તેની ઉત્પત્તિ થાય જ નહિ” એવો જડ નિયમ વ્યભિચારઘેષગ્રસ્ત છે. કેમકે તે તે પર્યાયો પોતાની ઉત્પત્તિના પૂર્વકાળે અત્યંત અસત્ હોવા છતાં ઉત્પન્ન થતા દેખાય જ છે. તેથી પૂર્વની પ્રત્યેક અવસ્થામાં અસત્ ચૈતન્ય ઉત્તરની સમુક્તિઅવસ્થામાં ઉત્પન્ન થઈ શકે છે. પૂર્વકાળે ચૈતન્ય અને પંચમભૂત વગેરે સમાનરૂપે અસત્ છે. તેથી જો ઉત્તરકાળે તે સમુદિતઅવસ્થામાં ચૈતન્યનો પ્રાદુર્ભાવ થઈ શક્તો હોય, તો પાંચમા ભૂત વગેરેનો પણ પ્રાદુર્ભાવ થવો જોઇએ, કેમકે અહીં તુલ્યરૂપે અસત્ વસ્તુમાં એકને જ ઉત્પન્ન કરવામાં નિયામક તરીકે કોઇ હાજર નથી.
શંકા :
નાસ્તિક : પૂર્વકાળે સમાન અસત્ એવા પર્યાયોમાંથી તે તે કાળે તે તે નિયત જ પર્યાયો ઉત્પન્ન થાય છે. અને બીજા નથી થતા તેમાં નિયામક કોણ છે ?
શંકા :- અસરૂપે સમાન પર્યાયોમાં પણ નિયત પર્યાયોની ઉત્પત્તિમાં કારણગત શક્તિવિશેષ જ નિયામક છે. તેથી પર્યાયોમાં નિયત પર્યાયો જ ઉદ્ભવ પામે છે અને બીજાની હાજરી રહેતી નથી.
નાસ્તિક : બસ, એજ વાત પ્રસ્તુતમાં પણ લાગુ પડે છે. ભૂતસમુદાયરૂપ કારણમાં જ એવી શક્તિ છે કે જેથી પંચમભૂત, ચૈતન્યવગેરે અનેક અસત્ વસ્તુઓમાંથી ચૈતન્ય જ પ્રાદુર્ભાવ પામે. આમ ચૈતન્ય ભૂતોના કાર્યતરીકે સિદ્ધ થાય છે. નાગા
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ઃ ૧૫