________________
बुद्धौ यतस्ता भवन्मतेन विद्यमाना अपि सत्यो न प्रकाशन्ते, तासामत्यन्तपरोक्षत्वेनाभ्युपगमात्। एते च प्रकाशमाना अनुभूयन्ते, न च बुद्धितज्ज्ञेयव्यतिरेकेणान्यः कश्चिदनुभवप्रक्रमेऽनुषङ्गो विद्यते । तत एषामवग्रहादीनामित्यं प्रकाशमानानामभाव एव प्रसक्तः । स च दुरुपपादो, मा भूत्सर्वस्यापि निषेधप्रसङ्गः । तस्मात् बुद्धय एवैते ताश्च प्रत्यक्षा इति स्थितम् । अपि च स्वसंवेदनप्रत्यक्षेण बुद्धिमेनामवग्रहादिरूपामवेदयमानः कथमात्मनि निश्चिनुयात् ? यथा बुद्धिर्ममोत्पन्नेति । आत्माधिकरणतया च तस्या अनिश्चये मया ज्ञातमिदं वस्त्विति आत्मानुभवितृकं वस्तु न ज्ञातं भवेत् । तथा च सति प्रतीतिविरोधः । अथोच्येत यावदर्थो न ज्ञातो भवति न तावत् बुद्धिर्निश्चीयते, तेन सर्वोऽपि बुद्धिनिश्चयोऽर्थज्ञाननिबन्धनः, ततो योग्यदेशावस्थितार्थज्ञानाद् बुद्धिरात्मन्यस्तीत्यनुमीयते, तन्निमित्तत्वादर्थज्ञानस्येति, तदेतन्निबिडजडिमाऽवष्टब्धान्तःकरणताविलसितम् । न हि नामार्थज्ञानमन्यदन्या
તેથી અનુભવાતી આ સ્મૃતિ અન્યથાઅનુપપન્ન થવાદ્વારા અવગ્રહવગેરેની અનુભૂતિને સિદ્ધ કરે છે. અને અવગ્રહ વગેરેનો અનુભવ તો સ્વસવેદનદ્વારા જ સંભવે છે. અર્થાત્ અવગ્રહવગેરેનું સંવેદન અન્ય જ્ઞાનદ્વારા સંભવતું નથી. (મીમાંસકમત ખંડન)
અહીં મીમાંસક કહે છે કે આપણી બુદ્ધિ (=અવગ્રહાદિજ્ઞાન) અપ્રત્યક્ષ-પરોક્ષ છે. અને બાહ્યઅર્થ પ્રત્યક્ષ છે.’ આમ મીમાંસકમતે જ્ઞાનનું સ્વવેદન નથી. જ્ઞાનને સ્વવિદિત ક્લેવાથી આ મતનો પ્રતિક્ષેપ થાય છે. તે આ પ્રમાણે આ અવગ્રહવગેરે સ્વસંવિતિસ્વરૂપવાળા જ ઉદય પામતા અને વિલય પામતા દેખાય છે. આમ સંદિત થતા અવગ્રહ વગેરેનો કેમાં સમાવેશ થશે ? બાહ્યાર્થમાં કે બુદ્ધિમાં ? બાહ્યાર્થમાં તો સમાવેશ પામતા જ નથી. કેમકે આ અવગ્રહવગેરે આત્મામાં જ ઉત્પત્તિ અને વિલયરૂપ પરિસ્પન્દન કરે છે. બાહ્યાર્થનો આ પ્રમાણે પરિસ્પન્દ સંભવતો નથી. આ જ પ્રમાણે અવગ્રહઆદિનો બુદ્ધિમાં પણ સમાવેશ થતો નથી. કેમકે તમારા મતે વિદ્યમાન એવી પણ બુદ્ધિ ક્યારેય પણ પ્રકાશતી નથી=બુદ્ધિનું ક્યારેય સ્વસંવેદન થતું નથી. કેમકે તમે બુદ્ધિઓને અત્યન્ત પરોક્ષ સ્વીકારી છે. જ્યારે અવગ્રહવગેરે તો સ્વસવેદનરૂપે પ્રકાશતા અનુભવાય છે. તેથી તેઓનો બુદ્ધિમાં પણ સમાવેશ થતો નથી. તમારા મતે આમ તેઓનો અર્થ કે બુદ્ધિ બેમાંથી એકેમાં સમાવેશ થતો નથી. અને અનુભવની બાબતમાં બુદ્ધિ અને બુદ્ધિથી જ્ઞેય અર્થને છોડી ત્રીજા કોઇ પ્રકારની વસ્તુ સંભવતી નથી. તેથી આ પ્રમાણે પ્રકાશતા અવગ્રહવગેરેનો અભાવ માનવાનો જ પ્રસંગ આવશે. અને અનુભૂત વસ્તુનો નિષેધ કરવો કે અભાવ માનવો અસંગત છે. કેમકે બધી જ અનુભવાતી · વસ્તુઓના નિષેધનો પ્રસંગ આવશે. તેથી આ અવગ્રહવગેરે બુદ્ધિરૂપ જ છે, અને આ બુદ્ધિ પ્રત્યક્ષ જ છે. તેમ અનિચ્છાએ પણ સ્વીકારવું જ રહ્યું કેમકે અર્થમાં તો અવગ્રહવગેરેનો સમાવેશ સંભવતો જ નથી. કારણ કે અર્થથી તેઓ અત્યન્ત ભિન્ન છે.) વળી, જો સ્વસંવેદન પ્રત્યક્ષદ્વારા આ અવગ્રહારૂિપ બુદ્ધિનું પોતે સવેદન ન કરે, તો આત્મામાં શી રીતે નિશ્ચય કરે કે “મને આ પ્રમાણે બુદ્ધિ ઉત્પન્ન થઇ” અને જ્યાં સુધી આત્મામાં આ બુદ્ધિનો નિશ્ચય થતો નથી ત્યાં સુધી મેં આ વસ્તુનું જ્ઞાન કર્યું. એ પ્રમાણે વસ્તુનું આત્માનુભવિજ્ઞાન =આત્મા જેમાં અનુભવીતરીકે ભાસે તેવું જ્ઞાન) ન થાય. તેથી પ્રતીતિવિરોધ છે. કેમકે વસ્તુની તેવા પ્રકારની પ્રતીતિ થતી દેખાય છે.
પૂર્વપક્ષ : :- જ્યાં સુધી અર્થનું જ્ઞાન થતું નથી. ત્યાં સુધી બુદ્ધિનો નિશ્ચય થતો નથી. આમ બધા જ બુદ્ધિનિશ્ર્ચયમાં અર્થનું જ્ઞાન કારણ છે. તેથી યોગ્યદેશમાં રહેલા અર્થના જ્ઞાનથી બુદ્ધિ આત્મામાં છે” તેવું અનુમાન થાય છે. કેમકે અર્થનું જ્ઞાન બુદ્ધિ વિના સંભવે નહિ. આમ પરોક્ષ બુદ્ધિનો અર્થજ્ઞાનદ્વારા અનુમાનથી નિર્ણય થાય છે. માટે બુદ્ધિને પ્રત્યક્ષ કે સ્વવિદિત માનવાની આવશ્યક્તા નથી.
ઉત્તરપક્ષ :- અત્યંત જડતાથી યુક્ત હૃદયનો આ વિલાસ છે. અર્થાત્ તમારી આ દલીલ અજ્ઞાનથી ઉદભવી છે. તમે અર્થજ્ઞાનથી બુદ્ધિના અનુમાનની વાત કરી અને તે વાત તો જ સુયોગ્ય બને, જો અર્થજ્ઞાન અને બુદ્ધિ પરસ્પર ભિન્ન હોય પરંતુ અર્થજ્ઞાન અને બુદ્ધિ વચ્ચે ભેદ નથી. કેમકે જે અર્થજ્ઞાન છે તે જ બુદ્ધિ છે. તેથી આ બે વચ્ચે અનુમાન અનુમેયભાવ માનવો યોગ્ય નથી. (અર્થજ્ઞાન-અનુમાન-અનુમાન કરવાનું સાધન અને બુદ્ધિ અનુમેય–અનુમાન કરવાયોગ્ય એવો અનુમાન અનુમેયભાવ યોગ્ય નથી.) કેમકે આ ભાવ બે ભિન્ન વસ્તુ વચ્ચે જ ઘટી શકે છે.
પૂર્વપક્ષ :– બુદ્ધિનું લિંગ અર્થજ્ઞાન નથી. પરંતુ ઇન્દ્રિય અને પદાર્થ છે. તે આ પ્રમાણે-ઇન્દ્રિય અને વિષયભૂત પદાર્થ ઉપલબ્ધ થાય છે તેથી ચોક્ક્સ ઇન્દ્રિયને આશ્રય કરનારી અને અર્થવિષયક બુદ્ધિ હોવી જોઇએ. (મકે ઈન્દ્રિય પોતે જડ સાધન હોઇ વિષયનું સવેદન કરાવી ન શકે અને વિષયમાં તો સ્વનું સવેદન કરાવવાનું સામર્થ્ય જ નથી. અને આ બેની હાજરીમાં વિષયનું સંવેદન થતું દેખાય છે. તેથી આ બેથી ભિન્ન એવી બુદ્ધિ જ સંવેદન કરાવનાર તરીકે સિદ્ધ થાય છે.)
ઉત્તરપક્ષ ઃ આ વાત પણ આદેય નથી. કેમકે બુદ્ધિના લિંગતરીકે ઈન્દ્રિય અને અર્થ બન્ને વ્યભિચારી છે. જે વસ્તુ જેને વ્યભિચારી ન હોય તે વસ્તુ તેનું લિંગ બને, જેમકે ધૂમાડો અગ્નિને વ્યભિચારી નથી તેથી ધૂમાડો અગ્નિનું લિંગ બને છે. ઇન્દ્રિય તો જ્ઞાનને વ્યભિચારી છે. કેમકે તે તે ઇન્દ્રિયની હાજરીમાં પણ તે તે ઇન્દ્રિયસંબંધી જ્ઞાનની પ્રવૃત્તિ થતી નથી. નહિતર તો મનુષ્યને પાંચ ઈન્દ્રિય હોવાથી હંમેશા એકીસાથે પાંચે ન્દ્રિયના જ્ઞાનોનો ઉદય માનવાનો પ્રસંગ આવશે. પણ આ દૃષ્ટ કે ઇષ્ટ નથી. કેમકે જ્યારે એક ઈન્દ્રિયના પણ ભિન્નભિન્ન જ્ઞાનોપયોગ સમાનકાળે માન્યા નથી ત્યારે પાંચ ભિન્ન ઈન્દ્રિયોના પાંચ જ્ઞાનોનો ઉપયોગ એક કાળે શી રીતે સંભવી શકે ? વળી નિદ્રા વગેરે કાળે ઈન્દ્રિયો હાજર હોવા છતાં તે
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪૦