________________
सातादेर्भोक्ता कश्चित् भूतचतुष्टयव्यतिरिक्तः परलोकगामी परिष्यते स एव नास्तीति बूमः, न पुनरेषोऽपिपरलोकगामिजीवनिषेधकोऽपि नास्तीति ॥३९॥ कोऽन्यः पुनरेतस्य प्रतिषेद्धेत्यत आह
. अत्थि पडिसेहगो इह चेतण्णविसिट्ठकायमेत्तो तु ।
दाणादिफलाभावो सो(तो) अस्थि ण संगतमिदंपि ॥ ४० ॥ (अस्ति प्रतिवेधक इह चैतन्यविशिष्टकायमात्रस्तु । दानादिफलाभावः स (ततः)अस्ति न संगतमिदमपि)
अस्ति प्रतिषेधकः 'इह' जीवविचारप्रक्रमे चैतन्यविशिष्टकायमात्र एव। तुरवधारणे। न तु भूतचतुष्टयव्यतिरिक्तः परिकल्पितो जीवः, तत्साधकप्रमाणाभावात्। पुनरप्यत्र पराभिप्रायमाशङ्कमान आह-'दाणेत्यादि अयं च प्रसज्यमानो हेतुः यदि जीवो नास्तीत्यभ्युपगम्यते तर्हि दानादीनामादिशब्दात् यमादीनां च फलाभावः प्राप्नोति। ततो दानादीनां फलाभावप्रसङ्गात् अस्त्येव जीवः परलोकगामीति प्रतिपद्यतामिति, एतहूषयति-'न स,गतमिदमपी'ति ॥४०॥ तदेवासंगतत्वं भावयति
पुट्ठो केणइ भोतो देवो णस्थित्ति केइ सो आह ।
किं धम्मिओ गतो ता वाडीए अणेण जं तुल्लं ॥ ४१ ॥ (पृष्टः केनापि भौतो देवो नास्तीति केचित् स आह । किं पार्मिको गतस्ततो वाट्यामनेन यत् तुल्यम्)
'भौतो' भस्मावगुण्ठितवपुः केनापि प्रमाणमारीवदा पृष्टो यथा-केचिदाचक्षते वादिनो-देवो नास्ति, तत्साधकप्रमाणाभावात्, तत्र किमुत्तरमिति। स एवं पृष्टः सन्नाह-यदि नास्ति देवस्तर्हि किमिति धार्मिको देवाननिमित्तं पुष्पानयनाय वाटयां गत इति, ततश्च यथेदं वचनं प्रश्नाननुरूपत्वादसंगतं, तथा पूर्वोक्तमपि। 'यत् यस्मात्तदपि तत्त्वतोऽनेन भौतवचनेन तुल्यं, तत्साधकप्रमाणानभिधानात्। दानादिव्यवहारस्य च लोभमिथ्याज्ञानादितः कैश्चित् प्रवर्त्तितत्वादिति ॥४१॥ पुनरप्यन्यथा परमा(आोशङ्कते--
सिय जातीसरणातो थणाहिलासातों चेव अत्थित्ति ।
जातिस्सरणमसिद्धं भूयसहावातों इतरंपि ॥ ४२ ॥ ___ (स्याद, जातिस्मरणात्, स्तनाभिलाषादेव चास्तीति । जातिस्मरणमसिद्धं भूतस्वभावादितरदपि) स्यादेतत्-पूर्वभवसंबद्धजातिस्मरणदर्शनादस्त्येव परलोकगाम्यात्मेति प्रतीयते, स्मरणं हि अनुभूतविषय, अननुभूतविषयत्वेऽतिप्रसङ्गात्, अनुभूतश्च तेन पूर्वो भवस्ततः सिद्धो नः परलोकगाम्यात्मेति। तथा स्तनाभिलाष
- - - - - - - - - - - - - - - -- - - --------- પરલોગામી જીવનો નિષેધક વળી બીજો કોણ છે ? આવી આશંકાના સમાધાનમાં કહે છે–
ગાથાથે :- અહીં જીવતત્વના વિચારમાં પરલોકગામી જીવના પ્રતિષેધક તરીકે માત્ર ચૈતન્યથી યુક્ત શરીર જ ઇષ્ટ છે. નહિ કે ચાભૂતથી ભિન્ન પરિના કરાયેલો જીવ. કેમકે તેવા જીવનું સાધક કોઇ પ્રમાણ નથી. ફરીથી અહીં બીજાના અભિપ્રાયની આશંકા કરતા “દાણાદિ ઇયાદિ કહે છે
શકા :- જો, ભૂતોથી વ્યતિરિક્ત જીવતત્વ જ ન હોય, તો દાન, યમવગેરેના ફળના અભાવનો પ્રસંગ છે. (“દાનાદિના ફળનો અભાવ આ જીવની સિદ્ધિમાં હેતુ છે.આ હેતુ જીવતત્વના અભાવમાં અનિષ્ટની આપત્તિ દર્શાવતો હોવાથી પ્રસજયમાન તેનું કહેવાય) આમ દાનવગરેનાં ફળના અભાવનો પ્રસંગ હોવાથી “પરલોકગામીજીવ છે જતેમ સ્વીકારવું જ રહ્યાં
સમાધાન :- આ કથન પણ સંગત નથી. ૪૦ના શંકાકારના વચનની અસંગતતાનું ભાવન કરે છે.--
ગાથાર્થ :- કોઇક પ્રમાણમાર્ગના જાણકારે ભૌત (આખા શરીરે ભસ્મ લગાબા તાપસ) ને પૂછ્યું કે કેટલાક છે છે કે દેવ નથી, કેમકે દેવસાધક પ્રમાણ નથી. અહીં તમારો શું જવાબ છે ?” આ પ્રમાણે પૂછાયેલા ભીતે $ “જો દેવ ન હોય, તો ધાર્મિક વ્યક્તિ શા માટે દેવની પૂજાનિમિત્તે પુષ્પો લેવા વાડીમાં જાય ?” (અર્થાત જે દેવતત્વ ન હોય, તો ધાર્મિની વાડીમાં પુષ્પ લેવા જવાની ક્ષિા નકામી છે. તેથી જો આ ક્લિાને સફળ માનવી હોય, તો દેવતત્વનું અસ્તિત્વ સ્વીકારવું જોઇએ.) ખરેખર ભૌતનું આ વચન પ્રશ્નને અનુરૂપ નથી. કેમકે ધાર્મિકની પરિકલ્પિત દેવની પૂજા માટે પુષ્પ લેવા જવાની ક્રિયાને દેવના અસ્તિત્વ સાથે કોઈ સંબંધ નથી.) તેજ પ્રમાણે આરાંક કારનું પૂર્વોક્ત વચન પણ અસંગત છે કેમકે તે વચન પણ પરમાર્થથી તો ભૌતના વચનને તુલ્ય જ છે. કેમકે એ વચનમાં જીવતત્વસાધક કોઈ પ્રમાણ તો બતાવ્યું જ નથી. કેમકે દાનવગેરે વ્યવહાર તો કેટલાકે લોભ, મિથ્યાજ્ઞાનવગેરેને વશ થઈ પ્રવર્તાવ્યો છે. તેથી દાનાદિના ફળના અભાવના પ્રસંગમાત્રથી જીવતત્વની સિદ્ધિ થતી નથી. ૪૧ "
અન્ય વ્યક્તિ ફરીથી બીજા પ્રકારે આશંકા કરે છે.
ગાથાર્થ :- ક્રાચ કોઈ એમ કહે કે જાતિસ્મરણના દર્શન અને સ્તનાભિલાષના દર્શનથી જીવના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. તો તે બરાબર નથી. કેમકે જાતિસ્મરણ અસિદ્ધ છે. અને સ્તનાભિલાષ પણ ભૂતના સ્વભાવથી જ છે.
શંકા :- અનુભવેલી વસ્તુઅંગે જ સ્મરણ થાય. કેમકે નહિ અનુભવેલી વસ્તુઅંગે પણ સ્મરણ માનવામાં તો ભૂતકાલીન સર્વ વસ્તુઓના સ્મરણની આપત્તિ આવે. અને પૂર્વભવને સંબદ્ધ વસ્તુઓનું જાતિસ્મરણ થતું દેખાય છે.
ધર્મસંગ્રહણિ ભાગ-૪૦,