________________
सुखदुःखे सातेतरकर्मोदयजे-सातासातवेदनीयकर्मोदयसमुद्भवे आत्मपरिणामरूपे, 'जिनै': सर्वज्ञैः प्रज्ञप्ते, न केवलं जिनैः प्रज्ञप्ते ऊहाविज्ञानगम्ये च दृष्टस्यान्यथानुपपत्त्या अदृष्टस्यानुस्मरणमूहा सा च तद्विज्ञानं च तेन गम्ये यथोक्तं प्राक् । तदेवं जिनैः प्रज्ञप्तत्वात् ऊहाविज्ञानगम्यत्वाच्च सुखादीनामात्मधर्म्मत्वम्, तथा च सति तेषां सुखादीनामन्यथानुपपत्तेरात्मनः परिणामित्वमिति स्थितम् ॥ २१७॥ सांप्रतमतिदेशेनान्येषामपि दूषणमभिधित्सुराह-
एवं अणुहवसिद्धो घडपडसंवेदणादिभेदोऽवि । एगतणिच्चपक्खे न संगतो बंधमोक्खो य ॥ २१८ ॥
( एवमनुभवसिद्धो घटपटसंवेदनादिभेदोऽपि । एकान्तनित्यपक्षे न संगतो बन्धमोक्षौ च )
'एवम् उपदर्शितप्रकारेण एकान्तनित्यपक्षे घटपटसंवेदनादिभेदोऽपि 'अनुभवसिद्ध:' प्रतिप्राणिस्वसंवेदनप्रमाणसिद्धो 'न संगतो' न युक्तः, तथाहि न ज्ञानमात्मनोऽर्थान्तरभूतं तथा सति स्वयमचेतनस्य सतः प्रतिप्राणिप्रसिद्धघटपटादिसंवित्त्यभावप्रसङ्गात्, न च ज्ञानमात्मनि समवेतमिति संवित्त्यभावप्रसङ्गो न युक्त इति वाच्यम्, समवायस्य निषेत्स्यमानत्वात् किंत्वात्मनोऽनर्थान्तरभूतम्, तथा च सति यद्येकान्तेनात्मा नित्य इष्यते ततः प्रतिप्राणिप्रसिद्धो घटपटसंवेदनादिविवर्त्तः सर्वथा नोपपद्यते, तस्याप्रच्युतानुत्पन्नैकस्थिरस्वभावत्वात्, किंत्वाकालमेकमेव घटाद्यन्यतमसंवेदनं भवेत्, आस्तामेष संवेदनभेदो न संगत, अपि तु बन्धमोक्षावपि तथाहि-- एकान्तनित्यस्य सतः सर्वदा बन्धो वा स्यात्केवलो मोक्षो वा, न पुनर्द्वयम् अनित्यत्वप्रसक्तेः पूर्वतनबन्धलक्षणस्वभावोपमर्द्दन मुक्तिलक्षणस्य स्वभावान्तरस्योत्पादात् तस्मात् घटादिसंवेदनान्यथानुपपत्त्या बन्धमोक्षान्यथानुपपत्त्या चात्मा नियमात्परिणामी प्रतिपत्तव्यः ॥ २९८ ॥ तत्र घटादिसंवेदनभेदासंगतत्वमेकान्तनित्यपक्षे बिभावयिषुर्ज्ञानज्ञानिनोरेकान्तभेदाभ्युपगमं निराकुर्वन्नाह-ण य णाणं णाणिस्सा एगंतेणेव जुज्जते अण्णं । पडिवत्तादी ण तओ तस्स हवेज्जा जहऽन्नस्स ॥ २१९ ॥
( न च ज्ञानं ज्ञानिन एकान्तेनैव युज्यतेऽन्यत् । प्रतिपत्त्यादि न ततस्तस्य भवेद् यथाऽन्यस्य)
સર્વજ્ઞના વચનથી “સુખવગેરે આત્માના જ ધર્મો છે" એવા કથનને દૃઢ કરે છે.
ગાથાર્થ :- સુખ અને દુ:ખ ક્રમશ: સાતા અને અસાતા કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે અને આત્માના પરિણામરૂપ છે. એમ જિનોએ ક્યું છે. તથા તર્કવિજ્ઞાનથી પણ ગમ્ય છે.
શાતાવેદનીયકર્મના ઉદયથી અને અશાતાવેદનીયકર્મના ઉદયથી ઉદ્ભવતા સુખ અને દુ:ખ આત્માના પરિણામરૂપ જ છે. એમ જિનોએ-સર્વજ્ઞોએ ક્યું છે. આમ આગમપ્રમાણથી સિદ્ધિ કરી. (પણ ક્દાચ બીજાઓ જિનને સર્વજ્ઞતરીકે ન સ્વીકારે, અને તેમના વચનોને માન્ય ન રાખે, તેથી તેઓ આગળ તર્ક(રૂપ/અને) વિજ્ઞાનથી સિદ્ધ કરવા હે છે.) સુખ-દુ:ખ આત્મપરિણામરૂપ છે, તે ઊહા(=તર્ક) વિજ્ઞાનથી પણ ગમ્ય છે. ઊહા=ર્દષ્ટની અન્યથા અનુપપત્તિદ્વારા અદૃષ્ટનો બોધ (=સ્મૃતિ) કરાવતું જ્ઞાન. તર્કથી સિદ્ધિ પૂર્વે બતાવી જ છે. તેથી જિનોએ ક્યું હોવાથી, અને ઊહાવિજ્ઞાનથી નિર્ણય થતો હોવાથી સુખવગેરે આત્માના ધર્મતરીકે જ સિદ્ધ છે. આત્માને પરિણામી ન સ્વીકારવામાં આ સુખવગેરે સુયોગ્ય ઠરતાં નથી. તેથી તેઓની અન્યથા અનુપપત્તિ દ્વારા આત્મા પરિણામી જ સિદ્ધ થાય છે. ા૨૧૭ના
(નિત્યપક્ષે અન્યદોષો)
હવે અતિંદેશથી નિત્યપક્ષે અન્ય સંબંધી દૂષણ પણ બતાવે છે.
ગાથાર્થ :- આ જ પ્રમાણે એકાન્તનિત્યપક્ષે અનુભવસિદ્ધ ઘટપટસંવેદનાદિ ભેદ પણ ઘટે નહિ, તેમજ બંધ-મોક્ષ પણ સંભવતા નથી.
ઉપર દર્શાવ્યું એ પ્રમાણે એકાન્તનિત્યપક્ષમાં બધા જીવોને સ્વસંવેદનપ્રત્યક્ષથી સિદ્ધ ઘટસંવેદન અને પટસંવેદન આદિનો ભેદ યુક્તિયુક્ત ન બને, કેમકે જ્ઞાનને આત્માથી ભિન્ન માનવામાં આત્મા સ્વયં જડ બની જાય.
- જ્ઞાન આત્માથી ભિન્ન હોવા છતાં સમવાયસંબંધથી આત્મામાં સમવેત (=રહેલું) છે. તેથી ઘડાવગેરેના સંવેદનના અભાવની આપત્તિ બરાબર નથી.
પૂર્વપક્ષ
ઉત્તરપક્ષ :- સમવાયઅંગેની તમારી ક્લ્પના કેટલી બોગસ છે ? તે આગળ બતાવવાના જ છીએ. તેથી તેની ક્લ્પનાના પાયાપર કરેલી સંવેદનની સિદ્ધિ ટકી શકે નહિ. તેથી જ્ઞાનને આત્માથી ભિન્ન નહિ, પરંતુ અભિન્ન જ સ્વીકારવું જોઇએ. હવે જો, આત્મા એકાન્તે નિત્ય ઇષ્ટ હોય, તો દરેક જીવ જે ઘટસંવેદન, પટસંવેદનવગેરે અનેક સંવેદનપરિણામોને અનુભવે છે, તે યુક્તિસંગત ઠરે નહિ. કારણકે જ્ઞાન અને આત્મા એકાન્ત નિત્ય હોવાથી હંમેશમાટે ઘટઆદિમાંથી કોઇક એકનું જ સંવેદન સંભવે ક્યારેય પટવગેરે અન્યનું સંવેદન થાય જ નહિ. આમ સંવેદનમાં ક્યારેય ભેદ ઉભો ન થાય. આ સંવેદનભેદની વાત જવા ઘે. પરંતુ બંધ અને મોક્ષતત્ત્વ પણ બેસી શક્તા નથી. એકાન્તનિત્ય આત્મા કાંતો હંમેશા બંધ અવસ્થામાં રહે, કાંતો હંમેશા મુક્ત અવસ્થામાં રહે. પણ ક્રમશ: આ બન્ને અવસ્થાને અનુભવી શકે નહિ. છતાં જો અનુભવી શકે તેમ હેશો, તો અનિત્યતાનો પ્રસંગ આવે, કારણકે, પૂર્વકાલીન બંધાત્મકસ્વભાવનો છેદ થયા વિના ઉત્તરકાલીન મોક્ષરૂપસ્વભાવ ઉત્પન્ન થઈ શકે નહિ. આમ ઘડાવગેરેના સંવેદનમાં પડતા ભેદની અન્યથાઅનુપપત્તિદ્વારા અને બંધ–મોક્ષની અન્યથાઅનુપપત્તિદ્વારા આત્માને અવશ્ય પરિણામી જ સ્વીકારવો રહ્યો. ારા
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૧૫૬