________________
- ઉતરપલ અને બળથી નહિ.
परस्यात्मप्रतिषेधप्रतिपत्तिः खङ्गकल्पं चानुमानमिति । तदेतदयुक्तम्, दृष्टान्तदाष्टान्तिकयोवैषम्यात्, सचाहि--खड्गस्य स्वपरविनिपातकरणे शक्तिरप्रतिहता, ततस्तेन परकीयेनापि परस्य विनिपातो युज्यते, त्वया पुनरनुमानमप्रमाणमिष्यते, ततस्तत्परस्यापि नात्मप्रतिषेधप्रतिपत्तिमाधातुमलम्, अप्रमाणस्य यथावस्थितार्थप्रतिपत्तिनिबन्धनत्वायोगात्, अन्यथा प्रमाणपर्येषणानर्थक्यप्रसङ्गात् ॥ १२५ ॥ एतदेवाह--
विणिवायकरणसत्ती-सब्भावे जुज्जई तओ णियमा ।
૩૨ પરિવત્તિનિમિત્ત ૨ હો હમપ્પા તં?, ૧૨૬ છે (विनिपातकरणशक्तिसद्भावे युज्यते सको नियमात् । इति प्रतिपत्तिनिमित्तं च भवति कथमप्रमाणं तत्) विनिपातकरणशक्तिसद्भावे सति खङ्गस्य सको-विनिपातस्तेन परस्य क्रियमाणो नियमादवश्यतया युज्यते, न पुनरनुमानादात्मप्रतिषेधप्रतिपत्तिः, तस्याप्रमाणत्वे तत्करणशक्तिविकलत्वात् । अथ तस्यात्मप्रतिषेधप्रतिपादनशक्तिरिष्यते तर्हि प्रामाण्यप्रसङ्गः, तथा चाह-'इय इत्यादि 'इति': एवं खड्गदृष्टान्तानुसारेण तथाविधशक्तिसद्भावाभ्युपगमेन यद्यनुमानमात्मप्रतिषेधप्रतिपत्तिनिमित्तमिष्यते, चशब्दो यद्यर्थः स च भावित एव, ततः कथं तदनुमानमप्रमाणं भवति?, नैव भवतीति भावः । यथावस्थितवस्तुविषयतया. बलात्तस्य प्रामाण्योपपत्तेः । अत्रापरः पावस्थः प्रश्नयति ननु च -------------------
ઉત્તરપલ :- જો અનુમાન પોતે પ્રમાણભૂત જ ન હોય તો અર્થની સિદ્ધિ માટે તેના પર શ્રદ્ધા જ શી રીતે રાખી શકાય ? અર્થાત્ અપ્રમાણભૂત અનુમાનના બળપર કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકે નહિ. કેમકે જે અપ્રમાણ હોય, તે અયથાર્થ જ હોય. તેથી આત્મપ્રતિષેધ પણ અનુમાનથી થઈ શકે નહિ.
નાસ્તિક :- જો અમે અનુમાનથી નિશ્ચય કરતા હોઈએ, તો આવો ઠપકો વ્યાજબી છે કે “અનુમાન અપ્રમાણ હોય, તો ન્યાયવાદીને તેમાં(અનુમાનમાં)શ્રદ્ધા ક્વી ?" પરંતુ બીજા આગળ પ્રતિપાદન કરવા જ આત્માના પ્રતિષેધનો પ્રયાસ કરીએ છીએ. (અર્થાત અમને તો આત્માનો પ્રતિષધ નિશ્ચિત જ છે. એમા અનુમાનની જરૂર નથી.) અને બીજાઓ તો અનુમાનને પ્રમાણતરીક સ્વીકારે જ છે. તેથી તેમની પાસે તેમના માન્ય અનુમાનપ્રમાણથી આત્માનો પ્રતિષેધ કરાવવામાં કોઈ દોષ નથી. ૧૨૪ આજ વાત કરતા કહે છે. - ગાથાર્થ :- (નાસ્તિક) બીજાને સિદ્ધ (એવા અનુમાન) પ્રમાણથી જ બીજા પાસે સ્વીકાર કરાવવામાં દેષ નથી. લોકોમાં બીજાની જ તલવારથી બીજાનો ઘાત થતો દેખાય જ છે.
નાસ્તિક :- બીજાઓને પ્રમાણતરીક સિદ્ધ એવા અનુમાનથી બીજા પાસે આત્માના પ્રતિષેધનો સ્વીકાર કરાવવામાં કોઇ દોષ નથી. કેમકે અનુમાનથી બીજાઓ આત્માના પ્રતિષેધનો સ્વીકાર કરે તેમ છે. આ મુદ્દાને પ્રતિવસ્તુ ઉપમાથી દર્શાવે છે. તમે શું લોકોમાં રાત્રુના જ શસ્ત્રથી રાત્રુનો વધ થતો જોતા નથી ? આ વાત રાવણઆદિના દષ્ટાન્તથી બધાને જ વિરોધ વિના અનુભવસિદ્ધ છે. પ્રસ્તુતમાં બીજાઓ આત્મપ્રતિષેધનો સ્વીકાર કરે, એ વિનિપાતતુલ્ય છે. કેમકે બીજાઓનું વાદી તરીકે મોત થાય છે.) અને અનુમાન તલવાર સમાન છે. કેમકે બીજાઓ પાસે રહેલું છે, અને બીજાઓના વાદિપણાનું વિનાશક છે.)
ઉત્તરપક્ષ :- તમારો તર્ક પત્તાના મહેલ જેવો છે. કેમકે દષ્ટાન્ન અને દાર્જીન્તિક વચ્ચે આસમાન જમીનનું આંતરું છે. તલવાર પોતાની છે કે બીજાની એ વાત બીજા નંબરે છે. પ્રથમ વાત તેનામાં સ્વપરનો નાશ કરવાની અપ્રતિહત શક્તિ છે. ઘાત કરનાર આ ક્તિને સ્વીકારતો હોવાથી જ બીજા પાસેથી ખુંચવી બીજાનો નાશ કરવા પ્રવૃત થાય છે તે યોગ્ય કરે છે.) બીજા પાસે રહેલી તલવાર જો બુકી જ હોય, તો કંઇ તલવાર ઝૂંટવી બીજાનો ઘાત કરવા કોઈ ઉદ્યમ કરતું નથી. જ્યારે અહીં તમે અનુમાનને પ્રમાણતરીકે સ્વીકારતા જ નથી. તેથી અપ્રમાણભૂત અનુમાન બીજાને પણ આત્મપ્રતિષેધ કરાવવા સમર્થ ન બની શકે. કેમકે જે પ્રમાણભૂત ન હોય, તે યથાવસ્થિત અર્થબોધમાં કારણ બની શકે નહિ. નહિતર તો જે તે વચનથી જ અર્થબોધ કરાવી શકાય, અને પ્રમાણ શોધવાની મહેનત માથે જ પડે પાવરપા
આ જ તકને પુષ્ટ કરતા કહે છે. '
ગાથાર્થ :- વિનિપાત કરવાની શક્તિની હાજરીમાં તે(=વિનિપાત) અવશ્ય યોગ્ય છે. આજ પ્રમાણે જો તે (અનુમાન) પ્રતિપત્તિનું કારણ હોય, તો શી રીતે અપ્રમાણ બને?
તલવારમાં ઘા કરવાની શક્તિ હોવાથી તેનાથી (તલવારથી) કરાતો બીજાનો વિનિપાત અવશ્ય યોગ્ય ઠરે છે. પણ અનુમાનથી આત્માના પ્રતિષેધની પ્રતિપત્તિ યોગ્ય ઠરતી નથી, કેમકે તે અપ્રમાણભૂત હોવાથી, તેમાં(અનુમાનમાં) આવી પ્રતિપત્તિ કરાવવાની શક્તિ જ નથી. અને જો તમે અનુમાનમાં આત્માનો પ્રતિષેધ દર્શાવવાની શક્તિ માન્ય રાખશો, તો વાસ્તવમાં અનુમાનને પ્રમાણભૂત માનવાની જ આપત્તિ છે. આમ જો(ચ'પદ જો અર્થક છે.) તલવારના દ્રષ્ટાંતથી અનુમાનમાં તેવી શક્તિ સ્વીકારશો, અને તેથી આત્માના પ્રતિષેધની પ્રતિપત્તિમાટે, તેને કારણતરીકે સ્વીકારશો, તો અનુમાન અપ્રમાણભૂત શી રીતે બનશે ? અર્થાત્ અપ્રમાણ નહિ જ બને. કેમકે યથાવસ્થિત વસ્તુવિષયક બનવાથી તેમાં(અનુમાનમાં) પ્રામાણ્ય ઉપપન્ન થાય છે. (તમારે મન આત્માનો પ્રતિષેધ યથાવસ્થિત વસ્તુરૂપ છે. અને અનુમાન પ્રમાણ તેને વિષય બનાવે છે.)
અહીં પાસે રહેલો કોઇક કહે છે. તમે આમ કેમ કહો છે કે જો તે અનુમાન પ્રતિપત્તિનું કારણ બનતું હોય, તો અપ્રમાણ શી રીતે બને?” અર્થાત “અનુમાન પ્રતિપત્તિનું નિમિત્ત છે એમ કહેવામાત્રથી કંઈ તે પ્રમાણભૂત બનતું નથી. કેમકે માત્ર પ્રતિપત્તિનિમિત્તતા જ છે પ્રામાણ્યનું લક્ષણ નથી.' અર્થાત્ જે પ્રતિપત્તિનું નિમિત્ત બને તે પ્રમાણભૂત હોય, તેવો નિયમ નથી. કેમકે તેમાં અનેકાંતિક દોષ છે. કેમકે પ્રતિપત્તિ (જ્ઞાન)ના નિમિત્ત તરીકે રૂપ, આલોક (=પ્રકાશ) આંખ વગેરે પણ સંમત છે. પણ તે બધા પ્રમાણ તરીકે માન્ય નથી. વરદા
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ધી ૧૦૬