________________
अन्यदेशस्थेन कारणेनान्यदेशस्थकार्यस्याजननात् तेन प्रयोगकाले देशविशिष्टो वह्निर्विषयो निर्दिश्यते । यद्येवं तर्हि प्रयोगकाले न साध्यनिर्देशो युक्तः, सामर्थ्येनैवानन्तरोक्तेन तस्य गतार्थत्वात्, न, अनन्तरोक्तसामर्थ्य परामर्शशून्यतथाविधपरव्यामोहनिवृत्त्यर्थत्वेन तस्यापि सफलत्वात्, अन्यथा हि तन्निर्देशाभावे व्याप्तिवचनानन्तरं धर्मिणि पर्वतादौ धूमस्य सत्त्वे दर्शितेऽपि अनन्तरोक्तं सामर्थ्यमनुसर्तुमशक्तः सन् कश्चित् व्यामुह्येत् । अथ च परप्रतिपत्त्यर्थं परार्थानुमानप्रयोग इति युक्तस्तदपेक्षया प्रतिज्ञाप्रयोग इति कृतं प्रसङ्गेन प्रकृतमभिधीयते तत्र ननु मा भूत् प्रत्यक्षेण तन्निवृत्त्या वा आत्मप्रतिषेधः, अनुमानतो भविष्यतीति पराकूतमुद्घाटयन्नाह-अह अणुमाणेणं चिय पडिसेहो णो तयं तुह पमाणं । अप्पमाणम्मि य तम्मि का अत्था णाद (य) वादीणं ॥ १२४ "
१२३ ॥
..
( अथानुमानेनैव प्रतिषेधो नो तकत् तव प्रमाणम् । अप्रमाणे च तस्मिन् काऽऽस्था न्यायवादिनाम् )
अथ मन्येथाः - अनुमानेनैव चियशब्दः प्राकृते निपातोऽवधारणार्थः, प्रतिषेध आत्मन इति संबन्धः । अत्राह-'णो इत्यादि' ननु तकत् अनुमानं न 'तव' भवतः प्रमाणं "प्रत्यक्षमेवैकं प्रमाणमित्ति" वचनात् । अथोच्येत - यद्यपि न मे प्रमाणमनुमानं, तथापि तेनात्मनः प्रतिषेधः करिष्यते को दोषः ? इत्याह--' अप्पमाणम्मीत्यादि अप्रमाणे च तस्मिन्ननुमाने का 'आस्था' न्यस्तभरता न्यायवादिनां युक्तिवादिनां ?, नैवेयं युक्तेत्यभिप्रायः, अप्रमाणस्यायथार्थत्वेन प्रतिषेधकारित्वायोगात् । ननु यदि वयमनुमानतो निश्चिनुमहे ततः स्यादेष उपालम्भो यथा -- 'तस्मिन्नप्रमाणे का आस्था न्यायवादिनामिति यावता परप्रतिपादनायात्मप्रतिषेधप्रयासः, परश्चाश्रयत्येव स्वस्य प्रमाणत्वेनानुमानं ततस्तेनात्मप्रतिषेधं જાવંતે પતિ ન ષિોષઃ ॥ ૨૨૪ ॥
તલેવાહ-
अह परसिद्धेणं चिय परपडिवत्तीऍ णत्थि दोसोत्ति । परखग्गेण वि दिट्ठो विणिवादो किं न लोगम्मि ?
॥ १२५ ॥
( अथ परसिद्धेनैव परप्रतिपत्तौ नास्ति दोष इति । परखङ्गेनापि दृष्टो विनिपातः किं न लोके?) 'अथेदमाचक्षीथाः - परसिद्धेनानुमानेन परस्यात्मप्रतिषेधप्रतिपत्तौ क्रियमाणायां नास्ति कश्चिद्दोषः परस्य तेनात्मप्रतिषेधप्रतिपत्त्युत्पत्तेः । अमुमेवार्थं प्रतिवस्तूपमया भावयति-- 'परेत्यादि किं लोके त्वया परखङ्गेनापि परकीयेनाप्यसिना. परस्य विर्निपातः क्रियमाणो न दृष्टः ?, दृष्ट एवेति भावः सर्वेषामविगानेन तथाप्रसिद्धेः । इह विनिपाततुल्या
(=આવું વ્યાપ્તિજ્ઞાન કરાવવું જોઇએ) તેવાપ્રકારની વ્યાપ્તિના સમયે આ ધૂમાડો અગ્નિમાત્ર(=અવિશિષ્ટ અગ્નિ) વ્યાસ તરીકે સિદ્ધ થાય છે. તે પછી પર્વતવગેરે જે સ્થળે ધૂમાડો સ્વયં દેખાય છે, તે જ સ્થળે તે (-ધૂમાડો)અગ્નિનો બોધ કરાવે છે, નહિ કે સમુદ્રવગેરે સ્થળે. કેમકે એકસ્થળે રહેલું કારણ અન્ય દેશમાં રહેલા કાર્યને ઉત્પન્ન કરી શકે નહિ. (કાર્ય બે પ્રકારના હોય (૧) નિષ્પત્તિરૂપ અને (૨) જ્ઞપ્તિરૂપ જેમકે અગ્નિમાંથી ધૂમાડાની ઉત્પત્તિ નિષ્પત્તિરૂપ કાર્ય છે. અને ધૂમાડાના જ્ઞાનથી થતું અગ્નિની અનુમિતિરૂપ કાર્ય જ્ઞપ્તિરૂપ છે. પ્રથમસ્થળે કાર્યસ્થળ અને કારણ. સ્થળ એક હોવા જરૂરી છે. દ્વિતીયસ્થળે નૈયાયિક્વગેરેની માન્યતા મુજબ જ્ઞપ્તિરૂપ કાર્યમાં જ્ઞાનનો વિષય બનતો હેતુ (જેમકે ધૂમાડો) જે સ્થળે હોય, ત્યાં જ સાધ્ય (=અગ્નિ) હોવો આવશ્યક છે. અર્થાત હેતુ અને સાધ્ય વચ્ચે સામાનાધિકરણ્ય અભિમત છે.) તેથી અનુમાનપ્રયોગકાળે દેશવિશિષ્ટ (દેશવિશેષમાં રહેલો) અગ્નિ જ સાધ્ય તરીકે નિર્દેશ પામે છે.
શંકા :- જો આમ હોય, તો પ્રયોગકાલે સાધ્યનો(અગ્નિવગેરેનો) નિર્દેશ કરવો યોગ્ય નથી. કેમકે હમણા જ કહી ગયા તે સામર્થ્યથી(=વ્યાપ્તિના બળપર અને કાર્ય-કારણના એકાધિકરણ્યના બળપર) હેતુના નિર્દેશથી જ સાધ્યનો બોધ થઇ જાય છે. સમાધાન :- એમ નથી. જે વ્યક્તિ આ સામર્થ્યના પરામર્શથી શૂન્ય છે, અને તેવાપ્રકારના વ્યામોહને પામ્યો છે. તેના વ્યામોહને દૂર કરવાદ્વારા સાધ્યનો નિર્દેશ સફળતા પામે છે. નહિતર સાધ્યના નિર્દેશના અભાવમાં વ્યાપ્તિવચન દર્શાવ્યા બાદ અને પર્વતઆદિધર્મી(=આધાર)માં ધૂમાડાની હાજરી દર્શાવ્યા બાદ પણ જે વ્યક્તિ આ સામર્થ્યને અનુસરવા શક્તિ સંપન્ન નથી, તે વ્યામોહ પામી જાય કે એક બાજુ ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય, એવી વ્યાપ્તિ બતાવે છે. બીજીબાજુ પર્વત પર ધૂમાડો હોવા છતાં અગ્નિ દેખાતો નથી. તો શું આ વ્યાપ્તિ ખોટી છે ?”) તેથી ઉંધા માર્ગે દોરવાઇ જાય. બીજાને સમ્યઅર્થનો બોધ કરાવવા બીજામાટે અનુમાનપ્રયોગ થાય છે. તો આ અનુમાનથી બીજો સમ્યગ્ અર્થબોધ પામે” એવા હેતુથી કરાતો અનુમાનપ્રયોગ સાધ્યના નિર્દેશ વિના ઉન્માર્ગે લઈ જાય, તે કેમ ચાલે ? તેથી સાધ્યનો નિર્દેશ (-પ્રતિજ્ઞાપ્રયોગ) યોગ્ય જ છે. અસ્તુ ! અહીં પ્રસંગથી સર્યું. પ્રસ્તુતમાં આવીએ ૧૨૩ગા
નાસ્તિક :– ભલે ! પ્રત્યક્ષ કે પ્રત્યક્ષની નિવૃત્તિથી આત્માનો પ્રતિષધ કરવો શક્ય ન હોય, તો પણ અનુમાનથી તો તેમ કરી શકાશે જ.
(અનુમાન આત્માનું અનિષેધક) નાસ્તિક્ના આવા આશયને ઉઘાડો પાડતા કહે છે. ગાથાર્થ :
(નાસ્તિક) અનુમાનથી જ (આત્માનો) પ્રતિષેધ કરીશું (ઉત્તર) તમને અનુમાન પ્રમાણતરીકે · માન્ય નથી. અને તે અપ્રમાણભૂત હોય, તો ન્યાયવાદીને તેમાં (અનુમાનમાં) શ્રદ્ધા શી રીતે હોય ?
(‘ચિય’પદ જ કારઅર્થક પ્રાકૃતઅવ્યય છે.) ઉત્તરપક્ષ: તમે અનુમાનથી આત્માનો પ્રતિષેધ થશે” એવી ક્લ્પના કરો તે વ્યાજબી નથી. કેમકે એક પ્રત્યક્ષ જ પ્રમાણભૂત છે” એવા વચનથી તમારે મન અનુમાન પ્રમાણભૂત નથી. નાસ્તિક : અલબત્ત, અમે અનુમાનને પ્રમાણભૂત માનતા નથી જ. છતાં પણ, અનુમાનથી આત્માનો પ્રતિષેધ
કરવામાં વાંધો શો છે ?
ધર્મસંગ્રહણિ ભાગ-૧ . ૧૦૫