________________
पादानं सुतचैतन्यम्, अन्यथा तेषु मातुरभावेन चैतन्यस्याभावः प्रसज्येत । किंच, 'अन्नत्थनिमित्तत्ते' इत्यादि, अन्यस्मिन् मातृलक्षणे धम्मिणि स्थितं चैतन्यमन्यस्थं तन्निमित्तमुपादानं यस्य तदन्यस्थनिमित्तं तद्भावोऽन्यस्थनिमित्तत्वं तस्मिन् सुतचैतन्यस्येष्यमाणे न प्रमाणम्, न ह्येवंविधार्थसाधकं किंचित्प्रत्यक्षादिकं प्रमाणमुपलभामहे, न चापश्यन्त आत्मानं विप्रलभेमहि इति । अन्यच्च-एवं परिकल्पयतो भवतो लोकबाधाप्यापद्यते, न ह्येवं लोके प्रतीतिरस्ति यत्सुतचैतन्यं માતૃતોપલામિતિ દિંતિ છે ૨૨૭ છે तदेवं चैतन्यस्य धर्मादित्वान्यथानुपपत्त्या आत्मनोऽस्तित्वं प्रसाध्य सांप्रतं तत्प्रतिषेधायोगतः प्रतिपादयन्नाह--
किंच पडिसेहगं किं पमाणमेयस्स? अह तु पच्चक्खं ।
लोगम्मि विज्जमाणत्थमाहगत्तेण तं सिद्धं ॥ ११८ ॥ (किञ्च प्रतिषेधकं किं प्रमाणमेतस्य? अथ तु प्रत्यक्षम् । लोके विद्यमानार्थग्राहकत्वेन तत् सिद्धम्) किंचेति. दूषणान्तरसमुच्चयद्योतने । एतस्यात्मनः प्रतिषेधकं प्रमाणं किं?-प्रत्यक्षमनुमानं वा?, न खलु प्रमाणमन्तरेण कस्यापि प्रतिषेधः कर्तुं शक्यते, मा भूत् भूतानामपि प्रतिषेधप्रसङ्गः। अथ ब्रूयात्-किमन्येन प्रमाणेन?, प्रत्यक्षमेवात्र प्रमाणं भविष्यतीति, तदयुक्तम्, यस्मात् 'तत् प्रत्यक्षं लोके विद्यमानार्थग्राहकत्वेन "सिद्धं व्यवस्थितम्, तद्विषयसन्निपातविशेषाभिव्यक्तक्षयोपशमविशेषसामर्थ्यादुपजायमानमव्यवहितविद्यमानार्थग्रहण एव प्रवर्तते, न पुनः पदार्थान्तरप्रतिषेधे इति ॥११८॥ स्यादेतत्, यद्यपि प्रत्यक्षं पदार्थान्तरप्रतिषेधे न प्रवर्तते तथापि तं व्यवहारयितुमीशमित्याशङ्कामपनेतुमाह--
तस्सेव णिवित्तीए अह गम्मइ एत्थ वत्थुऽभावोऽवि । सा तं चिय तुच्छा वा हवेज्ज जति तं चिय विरोहो ॥ ११९ ॥
(तस्यैव निवृत्तेरथ गम्यतेऽत्र वस्त्वभावोऽपि । सा तदेव तुच्छा वा भवेद् यदि तदेव विरोधः) अथेति परप्रश्नाभिव्यक्तौ 'तस्यैव' प्रत्यक्षस्य 'निवृत्तेः' निवृत्तत्वादिह जगति गम्यते वस्तु(स्त्व) भावोऽपि. — — — — — — — — — — — — — — — — — —
- - - - - -- - - -- ગાથાર્થ :- સંમૂચ્છિમમાં હોવાથી તથા મૃતદેહમાં અનેકનો સંભવ હોવાથી (માતૃચૈતન્ય પુત્રચૈતન્યનું ઉપાદાન નથી.) અન્યમાં રહેલા ચૈતન્યને ઉપાદાન માનવામાં પ્રમાણ નથી અને લોબાધ છે.
જૂવગેરે સમ્મચ્છિમ જીવોમાં તથા મૃતદેહમાં ઉત્પન્ન થતા અનેક કડાઓમાં ચૈતન્ય સ્પષ્ટ ઉપલબ્ધ છે. તેથી પુત્રચૈતન્યના ઉપાદાનતરીકે માતૃચૈતન્યની કલ્પના અવાસ્તવિક છે. નહિતર તો માતા વિનાના આ જૂ-કીડાવગેરે જીવોમાં ચૈતન્યનો અભાવ માનવાનો જ પ્રસંગ આવે. વળી પુત્રથી અન્ય-ભિન્ન એવી માતામાં રહેલાં ચૈતન્યને પુત્રગતચૈતન્યનું ઉપાદાનકારણ સ્વીકારવામાં પ્રત્યક્ષવગેરે કોઈ પ્રમાણ ઉપલબ્ધ થતું નથી. અને કોઈ પ્રમાણ દેખાતું ન હોવા છતાં સ્વીકારી લઈ પોતાની જાતને શ્વાની તૈયારી અમારી નથી. વળી આવી ઉટપટાંગ લ્પનાઓ કરવામાં લોકો સાથે જ વિરોધ આવશે. લોકપ્રતીતિ જ બાધક બનશે. લોકમાં ક્યાંય કોઈને એવી પ્રતીતિ થતી નથી કે માતૃગતચૈતન્ય પુત્રગતચૈતન્યનું ઉપાદાનકારણ હોય, તેથી નાસ્તિકોની આ લ્પના ફાલતું છે. [૧૧૭ના
(આત્મનિષેધક પ્રમાણાભાવ) આ પ્રમાણે ચૈતન્યની ધર્મવગેરરૂપ અન્યથાઅનુપપત્તિદ્વારા આત્માનાં અસ્તિત્વની સિદ્ધિ કરી. હવે આત્માના નિષેધક પ્રમાણના અભાવદ્વારા આત્માની સિદ્ધિનું પ્રતિપાદન કરતાં કહે છે.
ગાથાર્થ :- (‘કિય પદ અન્ય દૂષણના સમાવેશનું ઘાતક છે.) આ આત્માના અસ્તિત્વના પ્રતિષેધક તરીકે ક્યું પ્રમાણ ઇષ્ટ છે ? પ્રત્યક્ષ કે અનુમાન ? પ્રમાણના આધાર વિના તો કોઈપણ વસ્તુનો પ્રતિષેધ કરવો યોગ્ય જ નથી. કેમકે ભૂતોનો પણ અભાવ કહેવાનો પ્રસંગ આવે.
(પ્રત્યક્ષ કે તેની, નિવૃત્તિ અપ્રતિષેધક) નાસ્તિક :- અહીં બીજા પ્રમાણોથી સર્યું. પ્રત્યક્ષપ્રમાણથી જ આત્માનો પ્રતિષેધ થઈ શકે તેમ છે.
ઉત્તરપક્ષ :- પ્રત્યક્ષપ્રમાણ આત્માનો નિષેધ કરવા સમર્થ નથી. કેમકે લોકોમાં પ્રત્યક્ષપ્રમાણ વિધમાન વસ્તુના ગ્રાહકારીક જ નિર્ણત કરાયું છે. આ પ્રત્યક્ષપ્રમાણ તેના વિષયના સનિપાતવિશેષ અર્થાત્ સામીપ્યાદિ સંયોગવિશેષરૂપ સંબંધવિશેષ અને અભિવ્યક્ત(સ્પષ્ટીયોપશમવિરોષના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે. અને અવ્યવહિત વિદ્યમાન પદાર્થના ગ્રહણમાં જ પ્રવર્તે છે. તે સિવાયના અન્ય પદાર્થના નિષેધમાં પ્રવર્તતું નથી. (પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થવા માટે ત્રણ પાસ છે. (૧) વિષયનો સનિપાત યોગ્ય દેશમાં રહેવું (૨) મતિજ્ઞાનાવરણનો સ્પષ્ટ ક્ષયોપશમ અને (૩) વિષય અને ઇન્દ્રિયવચ્ચે વ્યવધાનનો અભાવ. આ ત્રણની હાજરીમાં પ્રત્યક્ષ થાય. આમાંથી એકાદના પણ અભાવમાં વિષય વિદ્યમાન (સ) હોય, તો પણ પ્રત્યક્ષ ન થાય. તેથી પદાર્થ પ્રત્યક્ષનો વિષય ન બને, તો પણ તેનો અભાવ સિદ્ધ ન થાય. હા.. પ્રત્યક્ષને યોગ્ય હોવા છતાં તે સ્થાને તે વસ્તુ ઉપલબ્ધ ન થાય, તો ત્યાં તેનો અભાવ હી શકાય પણ સર્વથા અભાવ તો કહી શકાય જ નહિ.) ધ૧૧૮
નાસ્તિક :- જોકે પ્રત્યક્ષપ્રમાણ પદાર્થન્તરના નિષેધમાં સમર્થ નથી. છતાં પણ પદાર્થાન્તરના નિષેધનો વ્યવહાર ચલાવવા તો સમર્થ છે જ.
નાસ્તિકની આ આશંકા દૂર કરવા કહે છે.
ગાથાર્થ :- (રશંકા) પ્રત્યક્ષની નિવૃત્તિથી જ આ જગતમાં વસ્તુનો અભાવ જ્ઞાત થાય છે. (ઉત્તર) આ નિવૃત્તિ પોતે પ્રત્યક્ષ છે કે તુચ્છ છે ? જો પ્રત્યક્ષ જ હોય, તો વિરોધ છે. (‘અથ’ પદ બીજાના પ્રશ્નની અભિવ્યક્તિના અર્થમાં છે.)
ધર્મસંગહણિ ભાગ-૧ - ૮