________________
ण य मातीचेतण्णं अणुवादाणं तयब्भुवगमे य । जदुवादाणं एयं तत्तो परलोगसिद्धि त्ति ॥ ११६ 11
( न च मातृचैतन्यमनुपादानं तदभ्युपगमे च । यदुपादानमेतत् ततः परलोकसिद्धिरिति)
चशब्दो हेत्वर्थे । मकारस्त्वलाक्षणिकः । यस्मान्नैवादि- प्रथमं चैतन्यं सुतस्योपजायमानस्येति शेषः, 'अनुपादानम्' उपादानकारणविकलं युज्यते अतिप्रसङ्गात् पञ्चमभूतस्यापि तद्वदुत्पत्तिप्रसक्तेः, 'तदभ्युपगमे च' तस्य - उपादानस्याभ्युपगमे च क्रियमाणे यदुपादानमेतत्सुतस्यादिचैतन्यम् 'तत' उपादानात् सुतप्रथमचैतन्यान्यथानुपपत्त्या सिद्धात् परलोकस्यसुरनारकत्वाद्यवस्थालक्षणस्य सिद्धिः - प्रसिद्धिः । तथाहि तदेवोपादानमुपादेयरूपतया परिणमते, तदप्युत्तरोत्तरभावेन, तथा च सत्येवं सततमनुच्छित्त्या एकोऽन्वयी सिद्धस्तत्सिद्धौ च तदवस्था देवनारकत्वादिलक्षणा परलोकसंज्ञा सुतरां सिद्धैवेति । अपिच, यदि सुतचैतन्यं मातृचैतन्योपादानमिष्यते ततः सम्मूर्च्छितेषु यूकादिषु कृम्यादिषु च मृतदेहे समुत्पद्यमानेषु न चैतन्यं भवेत्, तेषां मातुरभावात्, अथ तेषु चैतन्यमन्योपादानमिष्यते तर्हि सुतेऽपि चैतन्यमन्योपादानमस्तु ?, विशेषाभावात् । तच्चान्यदुपादानमर्थादात्मैव भूतानां तत्कारणतया प्रागेव प्रतिषिद्धत्वात् । तस्मान्न सुतचैतन्यं માતૃચૈતન્યોષાવાનમ્ ॥ ૬ ॥ તરેવાહ--- समुच्छिमभावा मतदेहेऽणेगसंभवातो य । अन्नत्थनिमित्तत्ते ण पमाणं लोकबाधा य ॥ ११७ 11
( संमूर्च्छि मसद्भावाद् मृतदेहेऽनेकसंभवाच्च । अन्यस्मिन् निमित्तत्वे न प्रमाणं लोकबाधा च) सम्मूर्च्छिमेषु यूकादिषु चैतन्यस्य सद्भावात्, मृतदेहे अनेकेषां कृम्यादीनां चैतन्यवतां संभवाच्च न मातृचैतन्योમાતૃચૈતન્ય ઉપલબ્ધ થવું જોઇએ નહિ. પરંતુ થતું દેખાય છે. તેથી માતૃચૈતન્ય પુત્રચૈતન્યનું ઉપાદાનકારણ નથી. ૧૧પા પૂર્વપક્ષ :- માતૃગતચૈતન્ય પુત્રગતચૈતન્યનું ઉપાદાન કારણ નથી, પરંતુ સહકારી કારણ છે. તેથી પુત્રચૈતન્યકાળે માતૃચૈતન્યની ઉપલબ્ધિમાં દોષ નથી.
ઉત્તરપક્ષ :- ચિરંજીવ ! આમ ક્હીને તમે જ આત્માની સિદ્ધિ કરી અમારો માર્ગ મોકળો કરી આપ્યો. પૂર્વપક્ષ :- આમ શી રીતે હો છો ?
ઉત્તરપક્ષ :- સાંભળો ત્યારે સાવધાન થઈને....
ગાથાર્થ :- વળી, ઉપાદાન વિના ચૈતન્યની આદિ સંભવે નહિ. અને જો ઉપાદાન સ્વીકારશો, તો જે ઉપાદાન હશે, તેનાથી જ પરલોકની સિદ્ધિ થશે.
(મૂળમાં ચ॰પદ હેતુસૂચક છે અને મ’કાર અલાક્ષણિક છે.) ઉત્પન્ન થતા પુત્રમાં પ્રથમ ચૈતન્યને ઉપાદાનકારણ વિનાનું માનવું યોગ્ય નથી. કેમકે ઉપાદાનકારણના અભાવમાં પણ કાર્યોત્પત્તિ માનવામાં પાંચમા ભૂતની ઉત્પત્તિ માનવાનો અતિપ્રસંગ છે. તેથી માતૃચૈતન્યવગેરે ભલે સહકારી કારણ હોય, પણ કોઇક તો ઉપાદાનકારણ હોવું જ જોઇએ. અને જો પુત્રગતચૈતન્યના પ્રથમોત્પાદનું કોઇક ઉપાદાનકારણ સ્વીકારશો, તો જે ઉપાદાનકારણતરીકે સ્વીકૃત બનશે, પુત્રગત ચૈતન્યની અન્યથાઅનુપપત્તિથી સિદ્ધ થયેલા તે જ ઉપાદાનકારણથી દેવ, નરક વગેરે અવસ્થારૂપ પરલોકની સિદ્ધિ થશે. તે આ પ્રમાણે- તે જ ઉપાદાન ઉપાદેયરૂપે પરિણામ પામે છે. પછી એ ઉપાદેય ઉત્તરોત્તરના ઉપાદેયોની અપેક્ષાએ ઉપાદાન બને છે, અને ઉત્તરોત્તરના ઉપાદેયરૂપે પરિણામ પામે છે. આમ સતત અવિચ્છિન્ન પરંપરા ચાલે છે. તેથી એક અન્વયી તત્ત્વ સિદ્ધ થાય છે. (જેમ જૂદા-જૂદા આકારવાળા જૂદા-જૂદા પાત્રને પામી જૂદા-જૂદા આકારને પામતું પાણી પોતે એક ભિન્ન અન્વયીતસ્વરૂપ છે. તેમ અન્ય અન્ય શરીરઆદિને પામી જૂદા-જૂદા સ્વરૂપને ધારણ કરતું એક ભિન્ન અન્વયી તત્ત્વ હોવું જ જોઈએ, કે જે પોતે જ ઉપાદાનરૂપ અને ઉપાદેયરૂપ બન્ને અવસ્થામાં વર્તે છે. જો ઉપાદાન પોતેજ ઉપાદેયરૂપતાને પામતું ન હોય, તો ઉપાદેયની ઉત્પત્તિમાં ઉપાદેયથી ભિન્ન ઉપાદાનનો અભાવ અસિદ્ધ ઠરે. વળી ઉપાદાનનો નાશ કે અભાવ પણ ઉપાદાન અવસ્થારૂપે જ ઇષ્ટ છે. સર્વથા નહિ. અન્યથા ખપુષ્પારૂિપ સર્વથા અસત્ત્ની ઉત્પત્તિવગેરે અનેક અનિષ્ટ આપત્તિઓ આવે. આ ઉપાદાન ઉપાદેયચક્ર આદિવનાનું હોવાથી એ અવસ્થાઓમાં વર્તતું તત્વ અનાદિ સિદ્ધ થાય છે.) આ અન્વયીતત્ત્વ તરીકે જે નામથી ઓળખવું હોય તે નામથી ઓળખો પણ આત્મા જ સિદ્ધ થાય છે. અને તેથી આત્માની દેવ, નારક્વગેરે અવસ્થાઓ રૂપ પરલોક સંજ્ઞા પણ અવશ્યમેવ સિદ્ધ થાય છે.
વળી, પુત્રચૈતન્યના ઉપાદાનતરીકે માતૃચૈતન્ય જ જો ઇષ્ટ હોય, ઉત્પન્ન થતાં ચૈતન્યઅંગે કોઇ ભિન્ન જનક ચૈતન્યની ક્લ્પના આવશ્યક હોય, તો સંમૂર્ચ્છમ ઉત્પન્ન થતાં જૂ વગેરે તથા મૃતશરીરમાં ઉત્પન્ન થતાં કૃમિ વગેરે જીવોમાં ચૈતન્યનો અભાવ માનવો પડશે. કેમકે તેઓના માતૃચૈતન્યનો તેઓમાં ચૈતન્ય પેદા કરે તેવા અન્ય ભિન્ન ચૈતન્યનો અભાવ છે.
નાસ્તિક :- તે જૂ વગેરેના ચૈતન્યના ઉપાદાન તરીકે અમને માતા સિવાય અન્ય કોઇની ક્લ્પના ઇષ્ટ છે.
ઉત્તરપક્ષ :– તેથી ચૈતન્યના ઉપાદાનતરીકે માતૃચૈતન્યનો નિયમ રહ્યો નહિ, અને આમ અનન્યગત્યા અન્ય કોઇની ક્પના આવશ્યક જ હોય, તો પુત્રગતચૈતન્યના ઉપાદાનતરીકે પણ તે અન્ય જ હો, માતૃચૈતન્યની ક્લ્પનાથી સર્યુ. કેમકે ચૈતન્યોત્પાદ ઉભયસ્થળે (પુત્ર અને જૂ વગેરે) સમાનરૂપે છે. અને ક્લ્પનાનો વિષય બનેલો આ ‘અન્ય અર્થત: આત્મા જ સિદ્ધ થાય છે. કેમકે ભૂતોને તો ચૈતન્યના ઉપાદાનતરીકે પૂર્વે જ અસિદ્ધ ઠેરવ્યા છે. આમ આત્મતત્ત્વની ચૈતન્યના ઉપાદાન તરીકે યુક્તિસિદ્ધ ઉપલબ્ધિ થતી હોવાથી પુત્રચૈતન્યના ઉપાદાનકારણતરીકે માતૃચૈતન્યની ક્લ્પના ક્સ વિનાની સિદ્ધ થાય છે. ૫ ૧૧૬ ॥
આ જ તર્કનું સમર્થન કરતા મૂળકારશ્રી કહે છે.
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ? ૯૭