________________
अत्राह-'जुत्तमित्यापलभ्यमानत्वात्, तदपि च तत्र दीपान्तरात दीपोऽन्यदीपस्य)
यस्मान्न दीपोऽन्य
न च 'इंद' सुतचैतन्यं तत्कार्य--मातृचैतन्यकार्यम् । कुत इत्याह-तत्संस्कारानुवृत्त्यभावात् तस्य-मातृचैतन्यस्य यः संस्कारो-वासना कालान्तरभाविस्मरणादिहेतुस्तस्यानुवृत्तिः-अनुगमनं तस्याभावात्, तत्संस्कारानुवृत्त्यभावेऽपि च तत्कार्यत्वाभ्युपगमेऽतिप्रसङ्गो, देवदत्तचैतन्यस्यापि यज्ञदत्तचैतन्य(स्योकार्यतापत्तिप्रसक्तेरिति । दूषणान्तरमभिधित्सुरेतदप्यम्युपगम्याह'तब्भावम्मीत्यादि तद्भावेऽपि तत्कार्यत्वेपि इष्यमाणे, चशब्दो यस्मादर्थे, यस्मान्न कार्ये सति घटादिलक्षणे हेतुरुपादानभूतो मृत्पिण्डादिलक्षणः, अपिचशब्द एवकारार्थो भिन्नक्रमश्च, तदवस्थ एव भवति, किन्तु नियमतो विनाशमाविशति। मृत्पिण्डादिहेतूपमर्दैनैव घटादिकार्यभावदर्शनात् । ततो यदि सुतचैतन्यं मातृचैतन्यस्य कार्य भवेत् तर्हि सुतचैतन्ये सति मातृचैतन्यं न भवेत, न च न भवति, तस्मान्न सुतचैतन्यं मातृचैतन्यस्य कामिति ॥११४॥ अत्र परस्य मतमपाकर्तुमाशङ्कते--
दीवा दीवुप्पत्ती ण य उभयं तत्थऽदिट्ठमह बुद्धी ।
जुत्तमिदमुवादाणं न हि दीवो अन्नदीवस्स ॥ ११५ ॥
(दीपाद् दीपोत्पत्तिर्न चोभयं तत्रादृष्टमथ बुद्धिः । युक्तमिदमुपादानं न हि दीपोऽन्यदीपस्य) . स्यादियं बुद्धिः परस्य-दीपाद्दीपान्तरस्योत्पत्तिर्भवति, न च 'तत्र' दीपान्तरोत्पत्तौ 'उभयं' कार्यकारणभूतदीपद्वयलक्षणमदृष्टम्, उभयोरपि तत्र स्वरूपेणोपलभ्यमानत्वात्, तदिहापि मातृचैतन्यात्सुतचैतन्यस्योत्पत्तावपि न मातृचैतन्यस्याभावो भविष्यतीति । अत्राह-'जुत्तमित्यादि' युक्तमिदं दीपाद्दीपान्तरस्य भवनं, न च तत्र कारणभूतस्य दीपस्याभावो, यस्मान्न दीपोऽन्यदीपस्य-दीपान्तरस्योपादानं किं तु सहकारिकारणम्, उपादानकारणं हि दीपस्य वादिपरमाणव एव, उपादानकारणोपमर्दैन च कार्य भवति न सहकारिकारणोपमर्दैन, यथा मृत्पिण्डोपमर्दैन घटो न चक्रायुपमर्दैन, न च सुतचैतन्यस्य मातृचैतन्यं सहकारिकारणमिष्यते किंतपादानकारणम्, अतस्तदुपमर्दैनैव तद्भवेत् ॥ ११५ ॥ : यदि पुनस्तत्सहकारिकारणमिष्येत तात्मसिद्धिप्रसङ्गो यत आह-- — — — — — - - - - - - - - --
- - - - - - - - - - - - - ------------
| ચૈતન્યોત્પત્તિવાદીત નિરાસ) પ્રસ્તુતમાં ચૈતન્યોત્પતિવાદી સ્વમત પ્રકાશે છે. “ચૈતન્યાભિવ્યક્તિવાદીઓને તમે કહેલો દોષ બરાબર લાગુ પડે છે. પરંતુ અમને લાગુ પડે નહિ. કેમકે અમે કાર્યકારણભાવ સ્વીકારીએ છીએ. તે આ પ્રમાણે પુત્રગતવૈતન્ય કાર્ય છે. અને માતૃગતચૈતન્ય કારણ છે. બોલો ! હવે આ લ્પનામાં ક્યો દોષ છે ?” આ પક્ષને પાયામાંથી જ પછાડતાં કહે છે.
ગાથાર્થ :- ઉત્તરપક્ષ :- આ પત્રગતચૈતન્ય માગતચૈતન્યનું કાર્ય પણ નથી. કેમકે પુત્રગતચૈતન્યમાં માતૃગત ચૈતન્યના ભવિષ્યમાં થનારા મરણવગેરેમાં કારણભૂત સંસ્કારોની અનુવૃત્તિ થતી નથી. અને જો માતૃગતચૈતન્યના સંસ્કારોની અનુવૃત્તિના અભાવમાં પણ માતૃગતચૈતન્યના કાર્યતરીકે સ્વીકારશો, તો અતિપ્રસંગ આવશે. કેમકે સમાનતયા દેવદત્તગત ચૈતન્યને યજ્ઞદત્તગતચૈતન્યના કાર્યતરીકે સ્વીકારવાની આપત્તિ છે. (અર્થાત એના ચૈતન્યના જનક્રરક ને જ સ્વીકારવામાં અને અન્યને ન સ્વીકારવામાં કોઇ નિયામક નહિ રહે.) અન્યદૂષણો દર્શાવવા “તુષતુ દુર્જન’ ન્યાયથી પુત્રગતચૈતન્યને માતૃગતચૈતન્યના કાર્ય તરીકે સ્વીકારી લઈને ચાલવામાં આવતી મુક્લી દર્શાવે છે. “તભાવમ્મિ ઇત્યાદિ.(મૂળમાં “ચ પદ હેતુદર્શક છે અને અવિપદ
જ કારસૂચક છે, અને તે તદવસ્થ"પદને સંલગ્ન છે.) ઘટવગેરે કાર્યો જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે માટીવગેરે ઉપાદાન કારણોના પૂર્વસ્વરૂપમાં કોઈ ફેરફાર થતા નથી, એમ નથી. અર્થાત્ અવશ્ય ફેરફાર થાય છે. અવશ્ય પૂર્વસ્વરૂપનો નાશ થાય છે. કેમકે માટીના પિંડવગેરે કારણોનું ઉપમર્દન( નાશ)થી જ ઘડાવગેરે કાર્યો થતાં દેખાય છે. (માટીની પિંડઅવસ્થાનો વિનાશ થાય, તો જ ઘટઆકાર ઉત્પન્ન થાય છે. માટીનો પિંડ પણ રહે અને ઘટ પણ ઉત્પન્ન થાય એમ બને નહિ.) તેથી જો પુત્રગતવૈતન્ય માતૃગતચૈતન્યનું કાર્ય હોત, તો પુત્રગતચૈતન્યની ઉત્પત્તિ થતાં માતૃગતચૈતન્ય રહેત નહિ પણ તેમ થતું નથી. કેમકે પુત્રગતચૈતન્યની ઉપલબ્ધિ વખતે પણ તેનાથી ભિન્ન એવા માગતચૈતન્યની પૂર્વવત્ ઉપલબ્ધિ થાય જ છે. તેથી પુત્રગત ચૈતન્ય માતૃગતચૈતન્યનું કાર્ય નથી. ૧૧૪iા '
આ સ્થળે અન્યનો મત દૂર કરવા આરાંકા દર્શાવે છે.
ગાથાર્થ :- “દીવામાંથી બીજો દીવો પ્રગટે છે. ધ્રાં ત્યાં બને અષ્ટ નથી.” એવી બુદ્ધિ થાય. પણ આ યોગ્ય છે, કેમકે દીવો બીજા દીવાનું ઉપાદાનકારણ નથી.
પૂર્વપક્ષ :- “એક દીવો હજારો દીવાને પ્રગટાવે એ ન્યાયથી એક દીવામાંથી બીજો દીવો પ્રગટ થાય છે. માં બેમાંથી એક પણ દીવો અદેશ્ય બનતો નથી. કેમકે બન્નેની હાજરી સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે. આમ બે દીવા વચ્ચે કાર્યકારણભાવ હોવા છતાં કાર્યદીવો કારણદીવાનો નાશ થયા વિના ઉત્પન્ન થાય છે. બસ, આ જ ન્યાયથી માતાગત ચૈતન્યમાંથી પુત્રગતચૈતન્ય પ્રગતુ હોવા છતાં તેમાં માતૃગતચૈતન્યનો વિનાશ માનવાની આવશ્યકતા નથી. તેથી બને ચૈતન્યની સહ ઉપલબ્ધિ થાય તેમાં દોષ નથી.
- ઉત્તરપક્ષ :- “એક દીવામાંથી બીજો દીવો પ્રગટે છે. એ તદ્દન સાચી હકીક્ત છે. તથા ત્યાં કારણભૂત દીવાનો અભાવ થતો નથી એ વાત પણ બરાબર છે. પરંતુ એટલું ધ્યાનમાં લેવાની જરૂર છે કે, અહીં કારણભૂત દીવો કાર્યભૂત દીવાનું ઉપાદાનકારણ નથી, પણ સહકારીકારણ છે. વાટવગેરેના પરમાણુઓ જ ત્યાં કાર્યદીવાના ઉપાદાનકારણ છે. અને અમારે કહેવાનું એટલું જ છે, કે કાર્ય પોતાના ઉપાદાનકારણના વિનાશાથી પ્રગટે છે, નહિક સહકારીકરણના વિનાશાથી. જેમકે ઘડો માટીના પિંડના ઉપમર્દન (નાશ)થી ઉત્પન્ન થાય છે, નહિ કે ચક્વગેરેના વિનાશથી. પ્રસ્તુતમાં તમને માતૃચૈતન્ય પુત્રચૈતન્યના ઉપાદાનકારણ તરીકે ઈષ્ટ છે, નહિ કે સહકારી કારણ તરીક. તેથી જો પુત્રગત ચૈતન્ય માતૃ ચૈતન્યમાંથી ઉદ્ભવતું હોય, તો પુત્રચૈતન્યકાળે
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૯