________________
Woooooooooooooooooooooooooooooooo- શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ
શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર શ્રી વિજયદેવસૂરીએ શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાથી અલંકૃત સિરપુરનગરમાં તેની પ્રતિષ્ઠા કરી.”
ઉપરના લેખમાં એમ જણાવ્યું છે કે સં. ૧૭૦૫ માં ઓરંગાબાદના વતની અમીચંદ નામના શ્રાવકની પત્ની ઈંદ્રાણી નામની શ્રાવિકાએ શ્રી વિજયદેવસૂરિજી મહારાજને હાથે અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં તીર્થમાં એ ધાતુના પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આથી એ વાત સિદ્ધ થાય છે કે આજથી ત્રણસો વર્ષ પૂર્વે શ્વેતાંબરોનો જ ત્યાં અધિકાર હતો. ઔરંગાબાદમાં તે વખતે જેનોની ઘણી મોટી વસ્તી હતી. ત્યાં દેરાસરો પણ ઘણાં હતાં તેમજ ત્યાં અનેક મોટા મોટા આચાર્યાદિ મુનિરાજોના ચાતુર્માસ થતાં હતા. અંતરિક્ષજી તીર્થથી (શિરપુરથી) ઔરંગાબાદ ૧૨૦ માઈલ જ દૂર છે. સંભવ છે કે શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ ઔરંગાબાદથી અંતરિક્ષજી પધાર્યા હોય અને ત્યાં ઔરંગાબાદથી આવેલા શ્રાવકોએ તેમને હાથે પ્રતિષ્ઠા કરાવી હોય.
આ ધાતુનાં પ્રતિમાજી શિરપુરથી (અંતરિક્ષજીથી) અહીં જલગાંવમાં શી રીતે અને ક્યારે આવ્યા તે કંઈ કહી શકાતું નથી, કેમકે સામાન્ય રીતે ધાતુની મૂર્તિઓ “ચલ” હોવાથી એક સ્થાનેથી બીજે સ્થાને ગમે ત્યારે લઈ જવામાં આવે છે.
- આજે શ્વેતાંબર-દિગંબરોનો ઝઘડો ઉપસ્થિત થયો ત્યારથી પ્રત્યેક વખતે શ્વેતાંબરો એકાદ મૂર્તિ પણ અંતરિક્ષજીના દેરાસરમાં પધરાવે તે સામે દિગંબરો વાંધો ઉઠાવતા આવ્યા છે. અને આજથી ચાલીશ વર્ષ પહેલાં પૂજ્યપાદશ્રી સાગરાનંદસુરીશ્વરજી મહારાજ સંઘ લઈને ત્યાં પધાર્યા હતા ત્યારે ત્યાં સંઘ રોકાય તેટલા થોડા દિવસ પૂરતી જ સંઘમાં સાથે લાવેલ મૂર્તિને પધરાવવા સામે પણ દિગંબરોએ સખ્ત વાંધો ઉઠાવ્યો હતો અને ઘણું મોટું તોફાન મચાવ્યું હતું અને છેવટે બધો તોફાની મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો; પણ ઉપરના લેખનાં લખાણથી સ્પષ્ટ જોઈ શકાય છે કે શ્વેતાંબરનો એ તીર્થ ઉપર અબાધિત અધિકાર હતો અને ત્યાં બીજા પ્રતિમાજી પણ ઈચ્છાનુસાર પધરાવવામાં આવતા હતા. આ દૃષ્ટિએ જોતાં આ લેખ અંતરિક્ષજી તીર્થના સંબંધમાં ઘણો મહત્ત્વનો અને ઉપયોગી છે.
सं. २००७ फाल्गुन वद ८ श्रीऋषभजिन जन्मदीक्षाकल्याणक મુ. ગાંવ (પૂર્વ રવાનદેશ)
मुनिराजश्री भुवनविजयान्तेवासी
मुनि जम्बूविजय