________________
whશ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ જhoonAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
નમ: શ્રી કનરિક્ષપાર્વનાથાય છે શ્રી આંતરિક્ષપાર્શ્વનાથજી તીર્થ વિષે એક મહાનો પ્રતિમાલેખ
વલંત પુરાવો શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થ સંબંધી ઐતિહાસિક માહિતી બની શકે તેટલાં સાધનોદ્વારા મેળવીને વિસ્તારથી હું જણાવી ચૂક્યો છું, કે જેનાથી વાચકો સુપરિચિત છે. આ પ્રકરણમાં તેની જ પૂર્તિરૂપે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ સંબંધમાં મળી આવેલો એક મહત્ત્વનો ધાતુનાં પ્રતિમાજી ઉપર કોતરેલો લેખ આપવામાં આવે છે.
સંવત ૨૦૦૬ માં અમારું આકોલામાં ચાતુર્માસ હતું, ત્યાંથી વિહાર કરી બાલાપુર, શેગાંવ, ખામગાંવ, મલકાપુર તથા બુર્તાનપુર થઇ અહીં જલગાંવમાં આવવું થયું. વચમાં બુહનપુર કે જે આજથી ત્રણસો વર્ષ પૂર્વે જૈનોનું મોટું કેન્દ્ર હતું અને જ્યાં અઢાર જિનાલયો હતાં ત્યાં આજે વસ્તી ઘટી જવાથી બધાને ભેગા કરીને એક ભવ્ય જિનમંદિર બાંધવામાં આવ્યું છે, ત્યાંના બધા પાષાણ તથા ધાતુના પ્રતિમાજી ઉપરના લેખો નોંધ્યા કે જે ઐતિહાસિક દૃષ્ટિએ ઘણા ઉપયોગી છે. તે જ પ્રમાણે અહીં આવીને પણ અહીં ના પાષાણના શ્રી વાસુપૂજ્ય સ્વામીના ભવ્ય જિનાલયમાંની મૂર્તિઓ ઉપરના લેખો નોંધતા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના ઉલ્લેખવાળો એક મહત્ત્વનો લેખ એક ધાતુનાં પ્રતિમાજી ઉપર મળી આવ્યો અને મારા આનંદનો પાર ન રહ્યો, એ લેખ નીચે મુજબ છે -
संवत १७०५ वर्षे फागुणवदि ६ बुधे श्रीअवरंगाबादज्ञातीयवास्तव्यप्राग्वाटज्ञातीयदृग्र (?)- शास्त्रायां सा. अमीचंदभार्या बाइ इंद्राणिनाम्न्या स्वकुट(टुं)बश्रेयसे स्वकारितप्रतिष्ठायां श्री वासुपूज्यजिनबिम्बं कारितं प्रतिष्ठितं च तपागच्छाधिराजश्रीविजयसेनसूरीश्वरपट्टालंकारभट्टारक श्रीश्रीश्रीविजयदेवसूरिभिः श्रीअंतरिक्षपार्श्वनाथप्रतिमालंकृतश्रीसिरपुरनगरे ।। शुभं भवतु।।श्री।।
ભાવાર્થ– “વિક્રમ સંવત ૧૭૦૫ ના ફાગણ વદિ ૬ ને બુધવારે ઔરંગાબાદના વતની પોરવાડજ્ઞાતિના દગ્ર(?) શાખાના અમીચંદની પત્ની ઈંદ્રાણી નામની બાઈએ પોતાના કુટુંબના કલ્યાણના માટે પોતે કરાવેલી પ્રતિષ્ઠામાં શ્રી વાસુપૂજ્ય ભગવાનનું બિંબ કરાવ્યું અને તપાગચ્છાધિરાજ
જ
ન