________________
wwwwww શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ અશ્વસેન રાય કુલ અવતંસ, વામા રાણી ઉદરી હંસ; વાણારસી નગરી અવતાર, કરજો સ્વામી સેવક સાર. ૫૧.
ભણે ગુણે જે સરલેં સાદ, સ્વામી તાહરાં સ્તવન રસાલ;
ધરમી નર જે ધ્યાને રહે, બેઠા જાત્રાતણો ફળ લહે. ઉલટ અખાત્રીજે થયો, ગાયો પાસ જિનેસર જયો; બોલીશ બે કર જોડી હાથ, અંતરીક શ્રી પારસનાથ.
૫૩. સંવત પંદર પંચાશી જાણ, માસ શુદિ વૈશાખ વખાણ; મુનિ લાવણ્યસમય કહે મુદા, તુમ દરસન પામે સુખસંપદા. ૫૪.
પ૨.
વડોદરાવાસી પં. શ્રી લાલચંદભાઈ ભગવાનદાસ ગાંધીને પણ અમારે ખાસ જ ધન્યવાદ આપવો જોઈએ, કેમકે ભાવવિજયગણિવિરચિત શ્રીમન્તરિક્ષ પાર્શ્વનાથમહાભ્ય કે જે અંતરિક્ષજીના ઈતિહાસમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તે છપાઈ ગયું હોવા છતાં ઘણો ઘણો પ્રયત્ન કરતાં પણ કોઈ સ્થળેથી પ્રાપ્ત થઇ શક્યું નહોતું તે તેમની પાસેથી મળ્યું હતું. અને જ્યારે જ્યારે દાર્શનિક અધ્યયન અને સંશોધનમાં અમને કોઈપણ પુસ્તકની જરૂર પડે ત્યારે ત્યારે અલભ્ય અને કિંમતી પુસ્તકો પણ વડોદરાની રાજકીય લાયબ્રેરીમાંથી વિના સંકોચે તેમણે પૂરાં પાડ્યાં છે. આ તેમનું સૌજન્ય જ છે.
આ તીર્થ ઉપર પૂર્ણ ભક્તિથી યથાશક્તિ યથામતિ શોધ કરીને આ તીર્થનો ઈતિહાસ આલેખવા પ્રયત્ન કર્યો છે, છતાં તેમાં જે અપૂર્ણતા રહી ગઈ હોય તેને વિદ્વાન સંશોધકો પૂર્ણ કરવા પ્રયત્ન કરશે એવી આશા રાખીએ છીએ.
અંતે દેવાધિદેવ શ્રી અંતરિક્ષપાર્શ્વનાથભગવાનને ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં જ વિજ્ઞપ્તિ કરીને સમાપ્ત કરીએ છીએ. – દૂર કરો તલા પાસની નવદુરવ્ર હંતા, वाचक यश कहे दासकुं दीजे परमानंदा।। मेरे साहिब तुम ही हो प्रभु पार्शजिणंदा।।