________________
wwwritinhoonamnirithmaharm શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ ઓકટોબરની ૧ લી તારીખે આવ્યો. ન્યાયાધીશ પી. એસ. કોટવાલ તથા એફ. ડબલ્યુ. એ. પ્રીડો (Prideaux) - બંનેએ મળીને આપેલા ૧૬ પાનાં જેટલા વિસ્તૃત ચુકાદાના અંતમાં બધા પુરાવાની ફેરતપાસ કરીને જણાવ્યું કે – “આ કેસમાં મુખ્ય પ્રશ્ન સંપૂર્ણ માલીકીનો નહીં પણ સંપૂર્ણ વહીવટનો છે, તેથી શ્વેતાંબરોને વહીવટનો જો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે તો તેમને સંતોષ થશે. લેપમાં કંદોરા અને કચ્છોટ વગેરેનો આકાર કેવો કાઢવો એની નિશ્ચિત સૂચના આપવાની અમને જરૂર જણાતી નથી.” મંદિર અને મૂર્તિ તો શ્વેતાંબરી જ કબૂલ રાખવામાં આવ્યા.
કોર્ટનું હુકમનામું નીચે પ્રમાણે છે.
(1) “શ્વેતાંબરોને મંદિર તથા મૂર્તિના વહીવટનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે છે. કટિસૂત્ર - કચ્છોટ તથા લેપ કરવાનો શ્વેતાંબરોને સંપૂર્ણ અધિકાર છે. તેમની પદ્ધતિ પ્રમાણે ચક્ષુ-ટીકા-મુગટ અને અન્ય આભૂષણો ચડાવવાનો પણ તેમને અધિકાર છે.' 0 (2) સન ૧૯૦૫ માં થયેલા ટાઈમ-ટેબલની ગોઠવણ પ્રમાણે દિગંબરોને પણ તેમના સમય દરમિયાન ચક્ષુ-ટીકા-મુગટ અથવા આભુષણોથી રહિત મૂર્તિની પૂજા કરવાનો અધિકાર છે. માત્ર તેમણે કચ્છોટ, કટિસૂત્ર તથા લેપને ન ખસેડવાં કે તે સંબંધમાં માથું મારવું નહીં.
આ ચૂકાદાથી શ્વેતાંબરોને અમુક પ્રકારનો સંતોષ થયો પણ દિગંબરો ઘણા જ નારાજ થયા તેથી તેમણે ઇંગ્લાંડમાંની પ્રીવી કાઉન્સીલમાં અપીલ કરી. આ અપીલનો ચૂકાદો સન ૧૯૨૮ ના જુલાઈની ૯ મી તારીખે આવ્યો. પ્રીવી કાઉન્સીલે નાગપુર કોર્ટના ચૂકાદાને જ માન્ય રાખ્યો અને દિગંબરોની અપીલ કાઢી નાખી તેમજ નાગપુરની કોર્ટમાં શ્વેતાંબરોને જે ખર્ચ લાગ્યો હતો તે ખર્ચ અને પ્રીવી કાઉન્સીલમાં કેસ ચાલ્યો તે દરમ્યાન ઈંગ્લાંડમાં શ્વેતાંબરોને થયેલો ૬૮૯ પાઉન્ડ (લગભગ દશ હજાર રૂપિયા) નો ખર્ચ દિગંબરોએ શ્વેતાંબરોને આપવો એ જાતનો પણ પ્રીવી કાઉન્સીલે હુક્ત કર્યો.