________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ
૧૯૧૮ ના એપ્રીલની બીજી તારીખે આપવામાં આવ્યું તેમાં મુખ્ય હકીકત નીચે મુજબ છે.-
‘બંને પક્ષના લોકોએ સં. ૧૯૬૧ (સન ૧૯૦૫) માં થયેલા ટાઈમટેબલને વળગી રહેવું અને તેના નિયમોને પાળવા. પોતાના પક્ષમાં જે કંઈ નાણાંની આવક થાય તે અલગ અલગ એકઠી કરવાનો બંનેને અધિકાર છે. (લેપ ખોદી નાખ્યાની વાત સાચી હોવા છતાં)ક્યા માણસે લેપ ખોદી નાખ્યો છે, એ વાતને શ્વેતાંબરો સિદ્ધ કરી શક્યા ન હોવાથી નુકસાનીના બદલાની તેમની માગણી કાઢી નાખવામાં આવે છે. શ્વેતાંબરોને તેમના સમય દરમિયાન ચક્ષુ-ટીકા-મુગટ-આંગી વગેરે રાખવાનો હક્ક છે. તે જ પ્રમાણે દિગંબરો ને પણ તેમના સમયમાં ચક્ષુ, ટીકા વગેરે સિવાય તેમની પદ્ધતિ પ્રમાણે પૂજા કરવાનો અધિકાર છે. શ્વેતાંબરો મૂર્તિનો લેપ કરાવે તેમાં તથા લેપમાં કંદોરા-લંગોટ વિગેરેનો આકાર કાઢે તેમાં દિગંબરોએ જરા પણ હરકત નાખવી નહીં, પરંતુ શ્વેતાંબરોએ કંદોરા-કચ્છોટ વગેરેનાં ચિન્હ એવાં આછાંપાતળાં ક૨વા કે જેથી દિગંબરોની લાગણી દુઃખાય નહીં મૂર્તિ અને મંદિર મૂળમાં શ્વેતાંબરી હોવા છતાં અત્યારે શ્વેતાંબરોની સર્વાધિકારની માંગણી નામંજૂર કરવામાં આવે છે.’’
આ ચૂકાદાથી શ્વેતાંબરો અને દિગંબરો બંને નારાજ થયા. કોઇને પણ સર્વાધિકાર મળ્યો નહીં. શ્વેતાંબરોને વહીવટ કરવાનો પણ સંપૂર્ણ અને અબાધિત અધિકાર ન મળ્યો. લેપ કરવાનો અને લેપમાં કચ્છોટ તથા કંદોરાની આકૃતિ કાઢવાનો અધિકાર શ્વેતાંબરોને અવશ્ય મળ્યો, પણ કોર્ટનો હુક્મ એટલો બધો અસ્પષ્ટ હતો કે કચ્છોટ અને કંદોરા વગેરેનો આકાર કેટલો મોટો કાઢવો એનો સ્પષ્ટ ખુલાસો તેમાંથી મળતો ન હતો.
આથી મધ્યપ્રાંતના જ્યુડીશિઅલ કમીશ્નરની નાગપુરની કોર્ટમાં સને ૧૯૧૮ ના જુલાઈની ૧૫ મી તારીખે શ્વેતાંબરોએ અપીલ દાખલ કરી. દિગંબરો તરફથી પણ શ્વેતાંબરો સામે અપીલ (Cross-appel) દાખલ કરવામાં આવી. આ અપીલનો ચૂકાદો સને ૧૯૨૩ ના
૪૬