________________
Awwwwhinnamanandshahhhhhhhhh. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થht શ્વેતાંબરોને અબાધિત અને સંપૂર્ણ અધિકાર છે, તેમજ કચ્છોટ અને કટિસૂત્રવાળો લેપ કરવામાં અને ચક્ષુ-ટીકા-મુગટ વગેરે આભૂષણ ચડાવવામાં હરકત કરવાનો દિગંબરોને કોઈ અધિકાર નથી એ જાતની કોર્ટ પાસેથી માગણી કરવામાં આવી અર્થાત્ આ તીર્થ શ્વેતાંબરી જ છે એ જાતની જાહેરાત કોર્ટ પાસેથી માગવામાં આવી. આના સમર્થનમાં ૬૦૦ જેટલાં વહીવટી તથા શાસ્ત્રીય વિગેરે પુરાવા રજુ કરવામાં આવ્યા ૧ થી ૭ નંબરના આરોપીઓ ઉપર લેપ ખોદી નાંખવાનો આરોપ મૂકવામાં આવ્યો.
ઉલટ પક્ષે દિગંબરો તરફથી બધા આરોપોનો ઇન્કાર કરવામાં આવ્યો અને તેમણે પણ એવી જ માગણી કરી કે-આ તીર્થ સર્વથા દિગંબરોનું જ છે એવી કોર્ટ જાહેરાત કરે. ઇસ્વી સન ૧૯૦૫ માં ટાઈમટેબલ કરીને દિગંબરોને પૂજા વગેરેમાં સમાન અધિકાર એક વખત આપીને હવે તીર્થનો સર્વાધિકાર (Absolute Right) માગવાનો શ્વેતાંબરોને અધિકાર નથી. આ જાતનો તેમણે એસ્ટોપલ (અટકાવવા) નો કાયદો પણ ઉપસ્થિત ર્યો.
કોર્ટે બન્ને પક્ષના પુરાવા તથા નિવેદનોને તપાસ્યાં અને પક્ષની અનેક વ્યક્તિઓની જુબાની લીધી. કમીશન નિમાયાં. અંતરિક્ષમાં જાતે જઈને તપાસ પણ કરવામાં આવી. છેવટે સન ૧૯૧૮ ના માર્ચની ૨૭ મી તારીખે આકોલા કોર્ટના વધારાના ન્યાયાધીશે (Additional District Judge) ૪૦ પાનાનો લંબાણ ચુકાદો આપ્યો. તેમાં તેમણે જણાવ્યું કે તીર્થ અને મૂર્તિ શ્વેતાંબરી જ છે, પરંતુ સન ૧૯૦૫ માં શ્વેતાંબરોએ ટાઈમટેબલ કરતી વખતે રાજીખુશીથી દિગંબરોને પણ અધિકાર આપ્યો હોવાથી હવે શ્વેતાંબરોથી દિગંબરોના અધિકારનો ઈન્કાર કરી શકાય નહીં. લેપના સંબંધમાં ન્યાયાધીશે જણાવ્યું કેપહેલાં પણ જ્યારે જ્યારે લેપ કરવામાં આવ્યો હતો ત્યારે ત્યારે કટિસૂત્ર અને કચ્છોટનો દેખાવ તેમાં કરવામાં આવતો જ હતો, એમ અનેક પુરાવાઓથી સિદ્ધ થાય છે. સંવત ૧૯૬૪ (ઈસ્વીસન ૧૯૦૮) ના લેપ વખતે શ્વેતાંબરોએ તેમાં કંઈ પણ ઉમેર્યું હોય એમ હું ક્ષણવાર પણ માની શકતો નથી. આ જજમેન્ટને અનુસરતું હુકમનામું પણ સન