________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ wwwwwwwwwwwwwwwwwwwwwwwholahhhhhhhhhe. ઇતિહાસ વર્ણવ્યો છે તેમાં રાવણના બનેવી ખરદૂષણનું અને એલગરાયનું નામ છે તેમજ પહેલાં પ્રતિમા નીચેથી ઘોડેસ્વાર જતો હતો પણ અત્યારે દોરા જેટલું અંતર છે એમ જણાવ્યું છે. બીજું કઈ વિશિષ્ટ નથી.
આ પછી લલિતચંદજીના શિષ્ય વિનયરાજે સં. ૧૭૩૮ માં રચેલું એક અંતરિક્ષજીનું સ્તવન છે તેમાં પણ ખરદૂષણ અને એલિચપુરના એલિચરાજાનું સંક્ષિપ્ત કથાનક જ છે. ઐતિહાસિક દૃષ્ટયા વિશિષ્ટ કંઈ
નથી.
શ્રી જિનચંદ્રસૂરિકૃત સ્તવન આ પછી સિદ્ધપુર (ગુજરાત) થી સંઘ લઇને આવેલા શ્રી જિનચંદ્રસૂરીશ્વરજીએ સં. ૧૮૫૫ નાં ફાગણ વદ ૧૨ ને દિવસે બનાવેલું ૯ કડીનું ગુજરાતી સ્તવન મળે છે. તેમાં અંતરિક્ષજીનું સંક્ષિપ્ત કથાનક છે. વિશિષ્ટ કંઈ નથી. અંતરિક્ષ ભગવાનનો માત્ર નામોલ્લેખ તો ઘણાયે આપણા પ્રાચીન-અર્વાચીન લખાણોમાં છે કે જે પછી આપવામાં આવશે.
પ્રાચીન જૈનેતર સાહિત્યમાં મળતો ઉલ્લેખ
આ તો જૈન સાહિત્યમાં મળતા ઉલ્લેખોની વાત થઇ, પરંતુ ઘણા જ આનંદની વાત છે કે જેનેતર સાહિત્યમાં પણ આજથી લગભગ ૬૪૦ વર્ષ પહેલાનો શ્રીપુરના અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના સંબંધમાં ઉલ્લેખ મળી આવે છે. મહારાષ્ટ્ર અને વરાડ(વિદર્ભ) માં મહાનુભાવ પંથ નામનો એક હિંદુ સંપ્રદાય ચાલે છે. આ સંપ્રદાયનું પ્રાયઃ તમામ સાહિત્ય પ્રાચીન મરાઠી ભાષામાં જ રચાયેલું છે. પ્રાચીન ગુજરાતી ભાષાના સાહિત્યનો ખજાનો જેમ ગુજરાતના જેની પાસે જ છે તેમ પ્રાચીન મરાઠી સાહિત્યનો ખજાનો મહાનુભાવપંથમાં જ છે વિક્રમની ચૌદમી સદીમાં થયેલા આ સંપ્રદાયના ધર્મ ગુરૂઓનો એક સંવાદ [યવતમાલ(વરાડ) ની “સરસ્વતીપ્રકાશન” નામની સંસ્થા તરફથી ઈસ્વીસન ૧૯૩૯માં પ્રકાશિત થયેલા મહાનુભાવપંથના સ્મૃતિન નામના ગ્રંથમાં વૃદ્ધાવાર નામના વિભાગમાં ૧૬ મી કંડીકા (પેરેગ્રાફ)