________________
wwwwwwwwwwwwwwwwwwwwwwwww શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ, માં છપાયેલો છે. તેમાં નીચે મુજબ ઉલ્લેખ છે. कवीश्वरां हरगर्व भटा उग्द्रहणिकें कवीश्वरी आनोबास
हरगर्व ते विद्वांस. एक म्हणति राक्षसभुवनिचे एकु दिस ते कविस्वरासि भेटले थोरि उघानि केली, परि बोधुभेद अवभेद नर्योच ते वाराणसि जात होतें हरगवींदम्हणितलें-आतांचि येवेळे चर्चा असों देवो. मग मागुते तुमचे दर्शन घेउनि कवीस्वरबासी म्हणितलें-'हो कां जाल तरि पारिसनाथाचेया श्रीपुरावरुनि जा तेथ आमुचे गुरुभाउ आनोबा असति, तयांसि भेटावे मग सामोरे जावें' तेव्हेळि ते श्रीपुरासि आले. आनोबासी मेंट जाली. ।।१६।। (મૃતિસ્થ૪. વૃદ્ધાવારપૃ. ૨૬)
કવીશ્વર અને હરગર્વ ભટના વાદવિવાદમાં કવીશ્વરે આનોબાને પ્રકાશિત કર્યા. હરગર્વ વિદ્વાન હતા કેટલાક કહે છે કે તે રાક્ષસભવનના વતની હતા. એક દિવસ તે કવીશ્વરને મળ્યા. થોડી ચર્ચા થઈ, પરંતુ (કવીશ્વર વ્યાસની) વાત (હરગર્વના) ગળે ન ઉતરી. તે (હરગર્વ) વારાણસી-કાશી જતા હતા. હરગર્વે કહ્યું કે અત્યારે અત્યારની ચર્ચા કરવા દો. કાશીથી આવીને પછી તમને મળીશ.” કવીશ્વર વ્યાસે કહ્યું કે– ઠીક. પણ જાઓ તો પારસનાથના શ્રીપુર ઉપર થઇને જજો. ત્યાં અમારા ગુરૂભાઇ આનોબા છે તેમને મળજો અને પછી આગળ જજો.” પછી તે (હરગર્વ પંડિત) શ્રીપુર (શિરપુર) આવ્યા. આનોબાને મળ્યા.”
આ પછી વૃદ્ધાચારના ૧૬ મા પેરેગ્રાફના બાકીના ભાગમાં આનોબા અને હરગર્વ પંડિતનો વાદ થયાનું, આનોબાની યુક્તિઓ હરગર્વને ગળે ઉતર્યાનું, કાશી જવાનું બંધ રાખીને હરગર્વ અને આનોબા આષ્ટીમાં કવીશ્વર વ્યાસ પાસે ગયાનું તેમજ ત્યાં જઇને હરગર્વે આનોબાનો શિષ્ય થયાનું વર્ણન છે મહાનુભાવ પંથના સાહિત્યમાં મળતા બીજા અનેક ઉલ્લેખો ઉપરથી સિદ્ધ થાય છે કે આનોબા અને હરગર્વ (ઉર્ફ હયગ્રીવ, હિરણ્યગર્ભ, હરબા,) વિક્રમની ચૌદમી સદીમાં વિદ્યમાન હતા અને હરગર્વ ભટે વિક્રમ સં. ૧૩૬૬ માં આનોબા (ઉર્ફે