________________
oooooooooooooooooooooooooooooooooooo શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થhw
ભાવવિજયજી ગણીએ નવા મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી ત્યારે ભગવાન એક આંગળ અદ્ધર જ રહ્યા આ વાત પણ બરાબર છે. અત્યારે ભગવાન એક આંગળ જેટલા બરાબર અદ્ધર છે જ.
ભાવવિજયજી ગણિએ પૂર્વાભિમુખ ભગવાનની સ્થાપના કરી એ પણ બરાબર જ છે. અત્યારે પૂર્વાભિમુખ જ વિરાજે છે. ભાવવિજયજી ગણિએ તેમના ગુરૂ વિજયદેવસૂરિના જે પગલાંની સ્થાપના કરી હતી તે પગલાં માણિભદ્રજીવાળા ભોંયરામાં અત્યારે પણ વિદ્યમાન છે જ.
- શ્રી ભાવવિજયજી ગણિને જેમની ઉપાસના-સ્તુતિ-ભક્તિ કરતાં ચાલી ગયેલી આંખો પણ પ્રાપ્ત થઈ તે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનો અપૂર્વ અને અદ્ભૂત મહિમા આજે પણ એટલો જ તેજસ્વી અને જાગતો છે.
આ રીતે અનેકાનેક વાતો મળી રહેતી હોવાથી શ્રી ભાવવિજયજી ગણિએ રચેલું સ્તોત્ર શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના ઈતિહાસમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. | શ્રીભાવવિજયજીગણિએ ગુજરાતી ભાષામાં પણ ૫૦ કડીનું એક
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથસ્તોત્ર' રચ્યું છે. આમાં ભગવાનની સ્તુતિ અને મહિમાનું વર્ણન છે. ઐતિહાસિક દૃષ્ટિએ વિશિષ્ટ કંઈ નોંધવા જેવું નથી.
તીર્થમાલા આ પછી શ્રીશિવવિજયજીના શિષ્ય મુનિ શ્રી શીલવિજયજીએ સં. ૧૭૪૬ માં રચેલી તીર્થમાળાનું સ્થાન આવે છે. આ મુનિરાજે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ એમ ચારે દિશાઓમાં ખૂબ ખૂબ દૂર સુધી વિહાર કરીને તીર્થમાળા બનાવી છે. સં. ૧૭૨૧ થી ૧૭૩૮ સુધી દક્ષિણ દેશમાં વિચારીને તીર્થયાત્રા કર્યાનું તેઓએ લખ્યું છે. તેઓ નર્મદા નદી ઓળંગીને દક્ષિણ દેશમાં આવીને માંધાતા, ખંડવા, બુરાનપુર (ખાનદેશ) તથા મલકાપુર થઈને દેવળઘાટ ચડીને વરાડમાં દાખલ થયા હતા અને અંતરિક્ષજીની યાત્રા કરી હતી. તીર્થમાળાની ત્રીજી ઢાળની ૧૪ મીથી ૧૯ મી સુધીની ૬ કડીઓમાં તેમણે અંતરિક્ષજીનો બહુ સંક્ષિપ્ત