________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ
યસ્ય મનધારી યોષવતા। આ કર્ણરાજા સિદ્ધરાજ જયસિંહનો પિતા થતો હતો. એટલે વિક્રમની બારમી સદીના લગભગ પૂર્વાર્ધની આ બધી વાત છે. એટલે સં. ૧૧૪૨ માં મલધારી અભયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવ્યાની વાત સમયની દૃષ્ટિએ જોતાં સમ્પૂર્ણ મેળ ખાય છે.
પદ્માવતીદેવીએ વિક્રમ સંવત ૧૧૪ર ના મહા સુદ ૫ ને રવિવારના દિવસે અંતરિક્ષજીની અભયદેવસૂરિ મહારાજને હાથે પ્રતિષ્ઠા કર્યાનું જણાવ્યું છે. મણિતશાસ્ત્રની દ્વષ્ટિએ તે દિવસે બરાબર રવિવાર આવે છે.
‘અભયદેવસૂરિ મહારાજે ભગવાનના ડાબે હાથે અધિષ્ઠાયક શાસનદેવતાની સ્થાપના કર્યાની' જે વાત પદ્માવતીદેવીએ જણાવી છે તે પણ સંગત થાય છે. અત્યારે જ્યાં શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાન બિરાજે છે તે જ મંદિરમાં એક બીજું પણ નાનું ભોંયરૂ છે. તેમાં એક ઓટલા જેવી ઊંચી બેઠક છે તેના ઉપર ભગવાન પહેલાં વિરાજમાન હતા એમ માનવામાં આવે છે. આ બેઠકની બરાબર ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની સ્થાપના છે કે જે માણિભદ્ર નામથી ઓળખાય છે. આના ઉપર અત્યારે સિંદૂર ચડેલું છે એટલે મૂલસ્થાને ભગવાન વિરાજમાન હતા ત્યારે ડાબા હાથે જ અધિષ્ઠાયક દેવની સ્થાપના હતી તે વખતે ભગવાન પશ્ચિમાભિમુખ હશે. આ બેઠક ઉપર પણ માણિભદ્ર નામે ઓળખાતા અધિષ્ઠાયક દેવની બીજી સ્થાપના છે કે જે ભગવાનને ત્યાંથી ફેરવ્યા પછી કરવામાં આવી હશે. અત્યારે નવા સ્થાને ભગવાન પૂર્વાભિમુખ છે.
મૂલ મંદિર નાનું હોવાથી દેવની સૂચનાથી ભાવવિજયજીએ ઉપદેશ કરી શ્રાવકો પાસે નવું મંદિર બંધાવ્યાની વાત પણ બરાબર છે, કારણ કે જ્યાં પહેલાં પ્રતિમા વિરાજમાન હતી અને જેનો ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ભોંયરૂ (માણિભદ્રજીવાળું) એટલું બધું નાનું છે કે મુશ્કેલીથી તેમાં દશ માણસો ઊભા રહી શકે. આ બંને નાનાં મોટાં મંદિર વસ્તુતઃ એક જ મંદિરના બે ભોંયરાં છે અને એક ભોંયરામાંથી જ બીજા ભોંયરામાં જઈ શકાય છે.
३४