________________
ooooooooooooooooooooooooooooooooooom શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થine
પદ્માવતી દેવીના કથન પ્રમાણે સં. ૧૧૪૨ માં રાજાએ આ મંદિર બંધાવ્યું છે. તે જોતા શિલ્પશાસ્ત્રીઓનું સ્વતંત્ર અનુમાન અને પદ્માવતી દેવીનું કથન બંને પરસ્પર મળી રહે છે. ઘણાખરા યાત્રાળુઓને આ બહારના મંદિરની ખબર જ હોતી નથી, તેથી અત્યારે જ્યાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે ત્યાં જ દર્શન કરીને પાછા ફરે છે, પરંતુ પ્રત્યેક યાત્રાળુએ બહાર બગીચામાં આવેલા મંદિરને જોવા જવા જેવું છે.
પદ્માવતીદેવીએ જે જણાવ્યું છે કે-ગુજરાત દેશના કર્ણરાજાએ જેમને “માલધારી' બિરૂદ આપ્યું હતું અને દેવીની જેમને સહાય છે એવા સર્વશાસ્ત્રવિશારદ શ્રી અભયદેવસૂરિ કે જેઓ ખંભાતથી સંઘ લઇને કુલપાકજીતીર્થના માણિકદેવની યાત્રા કરવા માટે નીકળ્યા હતા અને દેવગિરિ (દોલતાબાદ) માં આવ્યા હતા. તેમની પાસે મંત્રી મોકલીને વિનંતિ કરીને રાજાએ શિરપુરમાં તેમને પધરાવ્યા હતા. અને તેમના (મંત્રાદિ) પ્રભાવથી પ્રતિમાએ આકાશમાંથી ઉતરીને પોતાની મેળે ચાલીને સંઘે બંધાવેલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો, આ વાત પણ સંગત થાય છે. વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ, અનુયોગદ્વારસૂત્રવૃત્તિ આદિ ગ્રંથોના કર્તા, તથા સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં (અણહિલપુર પાટણ) પણ જે મહાવિદ્વાન તરીકે ગણાતા હતા તે સુપ્રસિદ્ધ આચાર્યપ્રવરશ્રી માલધારી હેમચંદ્રસૂરીશ્વરજી-નાં માલધારી શ્રી અભયદેવસૂરિજી ગુરૂ થતા હતા માલધારી શ્રી હેમચંદ્રસૂરિજીની ટીકા આદિ ગ્રંથોની જેનપરંપરામાં એક સરખી પ્રશંસા થતી આવી છે. તેમણે એ ગ્રંથોની પ્રશસ્તિઓમાં તેમના ગુરૂશ્રી અભયદેવસૂરિજીનું જે વર્ણન કર્યું છે, તથા કેટલાક સમય પછી થયેલા માલધારી શ્રી રાજશેખરસૂરિજીએ (સં. ૧૩૮૭ માં) રચેલી પ્રાકૃત યાશ્રયવૃત્તિમાં તથા અન્ય ગ્રંથોમાં જે વર્ણન જોવામાં આવે છે તે જોતાં શ્રી અભયદેવસૂરિજીની મહાન શાસનપ્રભાવકતાનો ખ્યાલ સહેજે આવી શકે તેમ છે. ગુજરાતના કર્ણરાજાએ તેમનો તીવ્ર મલપરિષદ જોઈને “માલધારી' બિરૂદ આપ્યાની વાત ઘણાયે પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલી છે. શ્રી ગુર્જરો તીવ્ર મર્તપરીષ-મ| શ્રી વિરુદ્ધ