________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ
(
એલચપુરના એલચ અપરનામ શ્રીપાળ નામના ચંદ્રવંશીય રાજાનો જે ઉલ્લેખ છે તે પણ મળી રહે છે. એલચપુર શહેર ઉમરાવતીથી વાયવ્યકોણમાં ૩૦ માઈલ દૂર, તેમજ આકોલાથી ઇશાનકોણમાં લગભગ ૫૦ માઈલે તથા અંતરિક્ષજી-શિરપુરથી લગભગ ૯૫ માઈલે આવેલું છે. અત્યારે પણ આ લગભગ ચાલીશ હજાર મનુષ્યની વસ્તીવાળું શહેર છે. ઇતિહાસ એમ કહે છે કે એલિચપુર અંગ્રેજોના હાથમાં આવ્યું લગભગ ત્યાંસુધી સેંકડો વર્ષ સુધી સમગ્ર વરાડ દેશના પાટનગર તરીકે હતું છેલ્લા હજાર વર્ષનો વરાડનો ઇતિહાસ એલિચપુરથી છૂટો પાડી શકાય તેમ નથી. એટલે અંતરિક્ષજી - શિરપુર વરાડ દેશનું જ ગામ હોવાને લીધે વાડનો રાજા એલિચપુરથી નીકળીને શાંતિ મેળવવા માટે ત્યાં ગયો હોય એ સર્વથા બંધબેસતું છે. વળી આ દેશના જૈનેતર ઈતિહાસકારો પણ જૂનાં લખાણો આદિને આધારે જણાવે છે કે “ઈલરાજા સં. ૧૧૧૫ માં એલિચપુરની ગાદી ઉપર આવ્યો હતો અને તે ચુસ્ત જૈનધર્મી હતો, તથા તેણે વરાડમાં જૈનધર્મના પ્રચાર માટે ઘણો પ્રયત્ન કર્યો હતો.'' આ ઈલ અને આપણો એલચ એક જ ગણાય છે. અહીંના દિગંબર જૈનો તો અંતરિક્ષજીના સ્થાપક રાજાનું ફત નામ જ જણાવે છે આની સાથે પદ્માવતીદેવીએ સં. ૧૧૪૨ માં એલચ શ્રીપાળ રાજાએ અંતરિક્ષજીની પ્રતિષ્ઠા કર્યાની જે વાત જણાવી છે તે સરખાવતાં બરાબર મળી રહે છે, કેમકે સં. ૧૧૧૫ માં ગાદીએ આવેલ રાજા સં. ૧૧૪૨ માં પ્રતિષ્ઠા કરે એ વાત સર્વથા સંભવિત છે. તવારીખી ઇ અમજદી નામના એક જૂના ફારસીભાષાના ગ્રંથના મુસ્લિમ લેખકે એવી કલ્પના કરી છે કે ‘ ફ્ક્ત રાજાના નામ ઉપસ્થી લિવપુર નામ પડ્યું છે.’ શ શબ્દનો અર્થ રાજા થાય છે. (ત +શ) ફ્લેશ એટલે ‘ઇલ રાજા'. અને ફ્લેશપુર ઉ૫૨થી કાળક્રમે ઘસાઈને ત્તિવપુર થયું હોય એમ સ્થાનિક લોકોની સંભાવના છે. પરંતુ સંશોધન કરીને હમણાં નિર્ણિત કર્યું છે કે ‘એલિયપુરનું મૂળ નામ અચલપુર જ હતું. અચલપુરના કાળક્રમે અત્તવપુર વગેરે અપભ્રંશો થઇને હમણાં એલિયપુર બોલાય છે. આ અચલપુરની ગાદીએ નરાજા સં. 999૫
૩૧