________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થwwwwwwwwwwwwwwwwwwwwwwhere ગણીએ ઉપર જણાવ્યા મુજબ પદ્માવતીદેવીના કથનરૂપે વર્ણવેલા ઈતિહાસની હવે આપણે વિચારણા કરીએ
પદ્માવતી દેવીના કથનમાં પૂર્વનાં કરતાં અનેક અતિ મહત્વની તેમજ વિશિષ્ટ વાતો છે કે જે બીજા બાહ્ય પ્રમાણો સાથે પણ મળી રહે છે. શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી સોમધર્મ ગણીજીએ રાવણના સેવક તરીકે માલિ અને સુમાલિનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ વસ્તુતઃ આ વાત મેળ ખાતી નથી, કેમકે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરપ્રણીત ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના ૭ મા પર્વના ૧ લા સર્ગમાં જણાવ્યા પ્રમાણે સુમાલિ રાવણના પિતા રત્નશ્રવાનો પણ પિતા એટલે દાદો થતો હતો અને માલિ સુમાલિનો મોટો ભાઈ હતો. એટલે રાવણનો દાદો સુમાલી અને તેનો મોટો ભાઇ માલી રાવણના સેવક હોય એ વાત બંધ બેસે જ શી રીતે? વળી ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર વાંચતાં પણ જણાય છે કે રાવણના જન્મ પહેલાં જ માલીનું મૃત્યુ થઈ ગયેલું હતું એટલે માલી-સુમાલિની વાત સંગત થતી નથી. જ્યારે પદ્માવતી દેવીએ પાતાળલંકાના સ્વામી અને રાવણનાં બનેવી તરીકે ખરદૂષણનો કરેલો ઉલ્લેખ બરાબર મળી રહે છે. (જો કે ખર અને દૂષણ પરસ્પર બે ભાઇઓ હતા છતાં બંને ભાઇઓની જોડી હોવાને લીધે એકને માટે પણ ખરદૂષણ નામ વાપર્યું હોવામાં વાંધો નથી.) ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના ૭મા પર્વના ૨ જા સર્ગમાં જણાવ્યા પ્રમાણે રાવણે ખરને પોતાની બહેન શૂર્પણખા (અમરનામ ચંદ્રણખા) પરણાવી હતી અને તેને પાતાળલંકા નગરીનો રાજા બનાવ્યો હતો. ભૌગોલિક વર્ણનો જોતાં જણાય છે કે પાતાળલંકા કિષ્કિન્ધાનગરીની પાસે (પ્રાય ઉત્તરદિશામાં) હાલના મદ્રાસપ્રદેશમાં કોઈક સ્થળે હતી. રાવણની લંકાનગરીની જેમ સિંહલદ્વીપમાં પાતાળલંકા સમજવાની નથી. (જુઓ ત્રિ. શ. પુ. પર્વ ૭, સર્ગ ૬).
પદ્માવતીના કથનમાં ખરદૂષણ જે વિંગોલિ આવ્યાનો ઉલ્લેખ છે તે ઇગોલિ ગામ અત્યારે પણ વિદ્યમાન છે અને તે વર્તમાનમાં લગભગ વીશ હજાર મનુષ્યોની વસ્તીવાળું મોટું ગામ છે.