________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ
આવા આવા ચમત્કાર આપે જગતમાં બતાવ્યા છે, તો શું મારા બે નેત્રો ખોલવા આપને કઠિન છે? હે નાથ! હે તાત! હે સ્વામિન! હે વામાકુલનંદન ! હે અશ્વસેનવંશ દીપક ! પ્રત્યક્ષ દર્શન આપો. જો માતાપિતા પુત્રને ઇષ્ટ વસ્તુ નહીં આપે તો બીજું કોણ આપવાનું ? માટે હે તાત ! મને નેત્ર આપો.'
આ પ્રમાણે ઉદ્ગાર કરતાં જ મારી આંખોનાં પડળ તૂટી ગયાં, અને લોકોના ‘જય-જય' નાદની સાથે મેં ત્રણ જગતના નાયક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કર્યા. જેમ મેઘ ચાલ્યા ગયા પછી સર્વે પ્રાણીઓ સૂર્યને સ્પષ્ટ જોઈ શકે છે તેમ ચક્ષુગોચર પદાર્થોને હું નજર સામે ફરીથી જોવા લાગ્યો. હે નાથ ! આપ લોઢાને સુવર્ણ ક૨ના૨ા સાચે જ પારસમણિ છો, તેથી આપના પિતાએ આપનું સાચું જ ‘પારસનાથ’ નામ રાખ્યું છે. પછી પારણું કરીને મેં હર્ષથી વિકસિત નેત્રે મને દૃષ્ટિ (આંખો) આપનાર શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનનાં ફરી ફરીને દર્શન કર્યાં.
પછી રાત્રે સ્વપ્નમાં આવીને મને દેવતાએ કહ્યું કે ‘હે વત્સ ! અહીં નાનું મંદિર હોવાથી તું મોટું (દીર્ઘ) મંદિર કરાવ.' પછી ઉઠીને સવારે શ્રાવકોને ઉપદેશ કરીને ધન એકત્ર કરાવીને મંદિર બંધાવવાની શરૂઆત કરાવી. અન્ય સંઘને રજા આપીને થોડા શ્રાવકો સાથે હું ત્યાં રોકાયો અને એક વર્ષમાં નવું મંદિર પૂર્ણ તૈયાર કરાવ્યું. પછી તેમાં વિક્રમ સંવત ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬ ને દિવસે રવિવારે તે નવા મંદિરમાં ઉત્સવપૂર્વક શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનને સ્થાપન કર્યાં. ત્યાં પણ તે શ્રી અંતરિક્ષ ભગવાને ભૂમિનો સ્પર્શ ન કર્યો ત્યારે સ્તુતિ કરીને મુશ્કેલીથી ભૂમિથી એક આંગળ ઊંચે સ્થાપન કર્યાં. ત્યાં આસન ઉપર ભગવાનની પૂર્વદિશાભિમુખ પ્રતિષ્ઠા કરીને બોધિબીજ સમ્યક્ત્વને ઉપાર્જન કરીને હું કૃતકૃત્ય થયો, ત્યાં જ મારા ગુરૂશ્રી વિજયદેવસૂરિજીની પાદુકાની ગુરૂભક્તિપરાયણ શ્રાવકો પાસે પ્રતિષ્ઠા કરાવી. પછી ત્યાં કેટલાક દિવસ રહીને દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની ખૂબ ભાવપૂર્વક ભાવના ભાવીને (દર્શન કરીને) ભગવાનનાં દર્શન કરવા
૨૫