________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ
માટે ફરીથી પાછા આવવાની ઉત્કંઠા સાથે હું ત્યાંથી નીકળ્યો. રસ્તામાં મેં લોકોના ઉપકારને માટે સર્વ ઠેકાણે શ્રીઅંતરિક્ષ ભગવાન (ના મહાત્મ્ય) ની સૂચના કરી.
આ પ્રમાણે જે કોઈ મનુષ્ય શ્રી અંતરિક્ષ ભગવાનનો આશ્રય લેશે તેના મનોરથોને તે ભગવાન પૂર્ણ કરશે.
ગ્રંથકારની પ્રશસ્તિ
,
શ્રી હીરસૂરિ મહારાજે અકબર બાદશાહ પાસેથી સાત તીર્થના તામ્રપટ લખાવી લઈને યાવચંદ્રદિવાકર જય મેળવ્યો. તેમના શિષ્ય શ્રી વિજયસેનસૂરિ થયા કે જેમણે જહાંગીર બાદશાહને પ્રતિબોધીને પ્રતિપદા (પડવો), રવિવાર તથા ગુરૂવારના દિવસોમાં જીવદયા પળાવી. તેમના શિષ્ય શ્રીવિજયદેવસૂરિ થયા જે ભવિજનરૂપી કમળને વિકસિત કરવામાં સૂર્યસમાન જેમણે યવન (મુસલમાન) વગેરે ઘણી જ્ઞાતિઓમાં દયાધર્મ પ્રવર્તાવ્યો હતો. તેમના મોટા શિષ્ય આચાર્ય શ્રીવિજયપ્રભસૂરિજી થયા જે આચાર્યના ગુણોથી યુક્ત જેમણે તેમની (શ્રીવિજયદેવસૂરિજીની) પાટ શોભાવી તેમનો (શ્રી વિજયદેવસૂરિનો) જ નાનો શિષ્ય હું ભાવવિજયગણી છું. શ્રી વિજયપ્રભસૂરિજીના રાજ્યમાં મેં આ ગ્રંથની રચના કરી છે. વિક્રમ સં. ૧૭૧૫ માં ભવ્ય-જીવોના ઉપકારને માટે શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની કૃપારૂપી સ્વચરિત્રની મેં રચના કરી છે.
સ્તોત્રમાં જણાવેલ શ્રી પાર્શ્વનાથ તીર્થો
૧. આષાઢભૂતિ શ્રાવકે ગઈ ચોવીશીમાં નવમા તીર્થંકર શ્રી દામોદર ભગવાનના વખતમાં ‘તેમના મુખેથી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં પોતાનો ઉદ્ધાર થશે' એમ જાણીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી હતી. પાર્શ્વનાથ
૨૬